SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૮ શ્રી શાંતસુધારસ આત્મા પોતે પોતાને અનુશાસન કરે છે, પોતાની જાતને ઉપદેશ આપે છે, પોતાની સાથે વાત કરે છે, પણ એ વાત કરતાં દબાઈ જતો નથી, ગભરાઈ જતો નથી, ગરીબ, બાપડે, બિચારો બની જતે નથી. એ સ્પષ્ટ શબ્દોમાં ત્રણ વાત કરે છે. (૧) હું એકલે છું; (૨) મારૂં કઈ નથી; (૩) હું બીજા કોઈને નથી. આ ત્રણ વાત થઈ. ઘણું ટૂંકી વાત છે, પણ એ વાત કરતાં એને મનમાં એાછું આવી જતું નથી, એ લેવાઈ જ નથી, એ રડવા બેસતું નથી. મેટા જંગલમાં સિંહ એકલો હેાય, પણ એની ફાળ જબરી અને એની ત્રાડ પણ જબરી જ હોય છે. એને કદી એમ થતું નથી કે અરેરે ! આવડા મોટા ભયંકર જંગલમાં મારું કોણ? આ સવાલ જ સિહન ન હોય. એમ આત્મા પોતાને અનુશાસન કરે ત્યારે એનામાં–એના મનમાંજરા પણ દીનતા આવતી નથી. એ એના મને રાજ્યમાં હાલ્યા જ કરે છે. આવું અનુશાસન કરીને પછી વિચાર કરે છે કે – મારો આત્મા એક જ છે. એનું વ્યકિતત્વ સ્વતંત્ર છે. એ જ્ઞાનદર્શનથી યુક્ત છે. બાકીના સર્વ ભા સંયોગથી થયેલા છે અને આ અંગે જ પ્રાણુને સંસારમાં રખડાવે છે પણ તે તેના મૂળ ગુણના નથી, પરંતુ આવી પડેલા છે, પરભાવમાં રમણતા કરીને એણે મેળવેલા છે અને એને સર્વથા ત્યાગ કરે એ એનું કર્તવ્ય છે. સંથારાપરિસીમાં સ્પષ્ટ કરેલી આ વાત એકત્વ ભાવનાની છે અને તેને જે અદીનપણે, પૂર્ણ ઉત્સાહથી, સાધ્યને લક્ષીને વિચારવામાં આવે તો શમામૃતનું પાન જરૂર થાય અને પરભાવરમણતાને ગ્રાસ છૂટી જાય. આમાં કઈ જાતની દીનતા ન હેવી જોઈએ એ વાત ફરી ફરીને લક્ષમાં લાવવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy