SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રયી ઉપકાર થતો હોવાથી સઘળાય વંશને ભવસાગરથી તા૨વા માટે નાવની ગરજ સારે છે. એ પ્રમાણે આખોય ભાવિપુરુષનો પ્રવાહ સંસારથી પાર પામે છે. આ મારા પૂર્વજોએ બનાવેલું છે એવા પક્ષપાતથી પેદા થયેલી ચૈત્ય ભક્તિ વિશેષથી સ્વવંશને સદ્ધર્મની પ્રાપ્તિ થવાથી સંઘ વિ. ના જિનાલયમાં પણ યથાશક્તિ ભક્તિમાં પરોવાઈ રહે છે. તેથી તેઓને મિથ્યાત્વાદિ લાગતું નથી એમ સમજવું જોઈએ. । ૧૫ । ननु पृथिव्याद्युपमर्दमन्तरेण जिनभवनकारणं न सम्भवति तत्र च नियमेन हिंसेति कथमतो धर्मवृद्धिरित्याशङ्क्याह यतनातो न च हिंसा यस्मादेषैव तत्रिवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद्विहितमतोऽदुष्टमेतदिति ॥ १६ ॥ ६ ॥ यतना रागद्वेषरहितः शास्त्राज्ञाशुद्धः प्रयत्नः । “ रागद्दोसविउत्तो जोगो असदस्स होइ जयणाओ" इत्यागमात् । ततो नच नैव हिंसा जिनभवनविधाने यतनायां सत्यां भावहिंसानुपपत्तेस्तस्या एव शास्त्रे परिहर्त्तव्यत्वेन प्रतिपादनाद्, નનુ....માટી વિ. છૂદંચા વગર જિનાલય બંધાવી શકાતું નથી અને તેમ કરવા જતા ચોક્કસ હિંસા થાય જ તો પછી જિનાલય બંધાવાથી ધર્મવૃદ્ધિ કેવી રીતે થાય ? આવી શંકા ઉપજાવી ગ્રંથકાર તેનું સમાધાન કરે છે.... ગાથાર્થ :- જયણાથી પ્રવૃતિ કરવાથી હિંસા લાગતી નથી, કારણ કે અધિક આરંભની નિવૃત્તિ થતી હોવાથી આ જયણા હિંસાની નિવૃત્તિના ફળવાળી બને છે. અને જિનાલય બાંધવાનું શાસ્ત્રમાં વિધાન હોવાથી જિનાલયનું નિર્માણ તે નિર્દોષ જ છે. વિશેષાર્થ ઃ- શાસ્ત્ર આજ્ઞાથી શુદ્ધ તેમજ રાગદ્વેષ વગરનો પ્રયત્ન તે જયણા છે. “જયણાપૂર્વક વર્તવાથી અશઠપુરુષનો યોગ રાગદ્વેષ વગરનો હોય છે.” એવું આગમમાં કહેલું છે તેથી જિનાલય બાંધવામાં હિંસા નથી. કારણકે જયણા હોય ત્યાં ભાવહિંસા ન હોય અને શાસ્ત્રમાં ભાવ હિંસાને જ છોડવાનું કહ્યું છે. સંપૂર્ણપણે તો દ્રવ્યહિંસા સાધુ વિહાર વિ. માં પણ છોડી શકાય એમ નથી તેવી દ્રવ્યહિંસાથી વ્રતભંગ થાય તો કોઈ પણ સાધુ સંપૂર્ણ મહાવ્રતધારી બની શકશે નહિં માટે પ્રથમ મહાવ્રતમાં પણ આવી (અપરિહાર્ય) દ્રવ્યહિંસાને બાકાતજ રાખવાની છે, શ્રાવકને પણ શ્રીષોડશકપ્રકરણમ્-૬ 86 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy