SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષિકમત ૬ ૧૯ અને અપરસામાન્યના ભેદે સામાન્યના બે પ્રકાર છે. (૬૪) 37. व्याख्या-उत्क्षेपः-ऊर्ध्वं क्षेपणं मुशलादेरूज़ नयनमुत्क्षेपणं कर्मेत्यर्थः । तद्विपरीतोऽवक्षेपोऽधोनयनमित्यर्थः । ऋजुनोऽङ्गुल्यादिद्रव्यस्य कुटिलत्वकारणं कर्माकुञ्चनम् । स्वार्थे कप्रत्यय आकुञ्चनकम् । येन वक्रोऽवयव्यजुः संपद्यते तत्कर्म प्रसारणम् । यदनियतदिग्देशैः संयोगविभागकारणं तद्गमनम् । अनियतग्रहणेन भ्रमणपतनस्यन्दनरेचनादीनामपि गमन एवान्तर्भावो विभावनीयः । पञ्चविधमेव कर्म क्रियारूपमेतदनन्तએમ્ - [37. શ્લોકવ્યાખ્યા–ઉલ્લેપ એટલે ઉપરની તરફ ફેંકવું. મૂસલ આદિને ઉપરની તરફ લઈ જનારી ક્રિયા ઉક્ષેપણ છે. ઉલ્લેપણથી ઊલટી અર્થાતુ નીચે તરફ લઈ જનારી ક્રિયા અવક્ષેપણ છે. સીધી આંગળી અને સીધા પદાર્થોને વાંકા કરનારી ક્રિયા આકુંચન છે. સ્વાર્થમાં “ક” પ્રત્યય લગાડવાથી “આકુંચન' શબ્દ “આકુંચનક' બને છે પણ અર્થભેદ થતો નથી. જે ક્રિયાથી વાંકી વસ્તુ સીધી થઈ જાય તેને પ્રસારણ કહેવાય છે. અનિયત અર્થાત કોઈ પણ દિશામાં આડી-અવળી, ત્રાંસી આદિ રૂપવાળી થનારી બધી ક્રિયાઓ ગમન છે. ઉપેક્ષણમાં ઉપરના આકાશપ્રદેશો સાથે સંયોગ અને નીચેના આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. અવક્ષેપણમાં ઉપરના આકાશપ્રદેશોથી વિભાગ અને નીચેના આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. આકુંચનમાં વસ્તુના મૂળ પ્રારંભના પોતાના જ પ્રદેશો સાથે સંયોગ અને અન્ય અગ્રભાગના આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. પ્રસારણમાં વસ્તુના મૂળ પ્રારંભના પ્રદેશોથી વિભાગ અને અન્ય અગ્રભાગના આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. ગમનમાં અનિયત દિશામાં બધી બાજુના આકાશપ્રદેશો સાથે સંયોગ-વિભાગ થાય છે.ગમનના લક્ષણમાં “અનિયત' શબ્દ હોવાથી ભ્રમણ, પતન, ચન્દન, રેચન આદિ વિવિધ ક્રિયાઓનો ગમનમાં સમાવેશ થઈ જાય છે. આ પાંચ પ્રકારનું કર્મ ક્રિયારૂપ છે. 38. अथ सामान्यमुच्यते । तुशब्दस्य व्यस्तसंबन्धात्सामान्ये तु द्वे परापरे-परमपरं च द्विविधं सामान्यमित्यर्थः ॥६४॥ [38. હવે સામાન્યનું નિરૂપણ કરવામાં આવે છે. શ્લોકગત “તુ' શબ્દનો સંબંધ “સામાન્ય’ શબ્દ સાથે છે. અર્થાત્ સામાન્ય તો પર અને અપરના ભેદે બે પ્રકારનું છે. (૬૪). 39. ૩થ પર પરે ચારયાતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy