SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ તર્કરહસ્યદીપિકા શોધી શોધી પ્રગટ કરવાનું કામ છે. આવું કામ ક્યાં સુધી કર્યા કરવું? માટે આટલું કહ્યા પછી હવે અમે પૂર્વાપર વિરોધરૂપી દોષાન્વેષણના કામને આટોપી લઈએ છીએ. 474. चार्वाकस्तु वराक आत्मतदाश्रितधर्माधर्मानेकान्तस्वर्गापवर्गादिकं सर्वं कुग्रहग्रहिलतयैवाप्रतिपद्यमानोऽवज्ञोपहत एव कर्तव्यः, न पुनस्तं प्रत्यनेकान्ताभ्युपगमोपन्यासेन पूर्वापरोक्तविरोधप्रकाशनेन वा किमपि प्रयोजनं, सर्वस्य तदुक्तस्य सर्वलोकशास्त्रैः सह विरुद्धत्वात् । मूर्तेभ्यो भूतेभ्योऽमूर्तचैतन्योत्पादस्य विरुद्धत्वाद्भूतेभ्य उत्पद्यमानस्यान्यत आगच्छतो वा चैतन्यस्यादर्शनात्, आत्मवच्चैतन्यस्याप्यैन्द्रियकप्रत्यक्षाविषयत्वात् इत्यादि । 474. ચાર્વાક તો બિચારો અત્યન્ત તુચ્છ છે. તે તો કોઈ કુગ્રહથી ગ્રસિત હોવાથી હોશ ગુમાવીને આત્મા અને આત્મા સાથે સંબંધ ધરાવતા પુણ્ય-પાપ, બન્ધ-મોક્ષ, સ્વર્ગ-નરક, અનેકાન્ત આદિ સર્વનો લોપ યા નિષેધ કરીને જગતમાં હાસ્યાસ્પદ બની ગયો છે, સૌ તેની ઉપેક્ષા-અવજ્ઞા કરે છે, તેની ચર્ચા કરવી તેય પાપ છે એમ સમજે છે. તેથી ચાર્વાકમતમાં સ્યાદ્વાદનો સ્વીકાર દર્શાવવો કે પૂર્વાપર વિરોધ દર્શાવવો નિરર્થક છે, તેનું કોઈ પ્રયોજન નથી. તેના સિદ્ધાન્તોનું સર્વ દાર્શનિકો ખંડન કરે છે. લોકવ્યવહાર પણ તેના નાસ્તિક વિચારોનું સમર્થન કરતો નથી. તેની સઘળી વાત સર્વ લોક અને સર્વ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. મૂર્ત પૃથ્વી આદિ ભૂતોમાંથી અમૂર્ત ચૈતન્યની (જ્ઞાનની) ઉત્પત્તિ માનવામાં ચોખ્ખો વિરોધ છે. ચૈતન્ય ન તો ક્યાંકથી આવે છે કે ન તો પૃથ્વી આદિ ચાર ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે, તે તો આત્મામાં રહેનારો આત્માનો પોતાનો સ્વાભાવિક ધર્મ છે. આત્માની જેમ જ ચૈતન્ય પણ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી. 475. तदेवं बौद्धादीनामन्येषां सर्वेषामागमाः प्रत्युत स्वप्रणेतॄणामसर्वज्ञत्वमेव साधयन्ति न पुनः सर्वज्ञमूलताम्, पूर्वापरविरुद्धार्थवचनोपेतत्वात् । जैनमतं तु सर्वं पूर्वापरविरोधाभावात्स्वस्य सर्वज्ञमूलतामेवावेदयतीति स्थितम् । 475. આમ બૌદ્ધ આદિ બધા દાર્શનિકોનાં આગમો પૂર્વાપર વિરોધથી ભરેલાં હોવાથી પોતાના પ્રણેતાઓની અસર્વજ્ઞતાને પ્રગટ કરે છે. આવા પૂર્વાપર વચનોથી બાધિત આગમો સર્વજ્ઞમૂલક હોઈ શકે નહિ. સર્વજ્ઞનાં વચનોમાં પૂર્વાપર વિરોધ હોઈ શકે જ નહિ. જૈન દર્શનમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ યા સ્વવચનબાધાનું ન હોવું જ તેની સર્વજ્ઞમૂલકતાને સિદ્ધ કરે છે. જો જૈન દર્શનનો ઉપદેશ સર્વજ્ઞે આપ્યો ન હોત તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy