SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ તર્કરહસ્યદીપિકા છે’ અહીં આર્ટ્રેન્થનસંયોગ ઉપાધિ છે. આર્દ્રધનસંયોગ સાધ્યભૂત ધુમાડાની સાથે સદા રહે છે પરંતુ સાધનભૂત અગ્નિની સાથે તેના રહેવાનો નિયમ નથી. તપ્ત લોઢાના ગોળામાં અગ્નિ તો છે પરંતુ આર્ટ્રેન્થનસંયોગ નથી. શાકાઘાહારપરિણામ શ્યામત્વની સાથે અવશ્ય રહે છે પરંતુ તત્સુત્રત્વ સાથે રહેવાનો તેનો નિયમ નથી. તાત્પર્ય એ કે એકલા તત્પુત્રત્વની શ્યામત્વ સાથે વ્યાપ્તિ નથી પરંતુ જ્યારે તે શાકાઘાહારપરિણામથી વિશિષ્ટ બની જાય છે ત્યારે તેની શ્યામત્વ સાથે વ્યાપ્તિ બને છે.] 414. तौ ह्येवं निश्चितान्यथानुपपत्तिमेव शब्दान्तरेण शरणीकुरुत इति सैव हेतोर्लक्षणमस्तु । अपि च, अस्ति नभश्चन्द्रो जलचन्द्रात्, उदेष्यति श्वः सविता अद्यतनादित्यादयात् इत्यादिषु पक्षधर्मत्वाभावेऽपि मन्मातेयमेवंविधस्वरान्यथानुपपत्तेः, सर्वं क्षणिकमक्षणिकं वा सत्त्वात् इत्यादिषु च सपक्षस्याभावेऽपि हेतूनां गमकत्वदर्शनात्किं त्रैरूप्यादिना । " 414. જૈન—વિપક્ષાસત્ત્વની આવી વ્યાખ્યા કરીને તો આપે અન્યથાનુપપત્તિને અર્થાત્ અવિનાભાવને જ બીજા શબ્દોમાં સ્વીકારી લીધો. છેવટે આપને અવિનાભાવને શરણે આવવું પડ્યું. તેથી અવિનાભાવને જ હેતુનું નિર્દોષ લક્ષણ માનવું જોઈએ. વળી, જુઓ આ ઉદાહરણો – ‘આકાશમાં ચન્દ્ર છે કેમ કે જલમાં તેનું પ્રતિબિંબ દેખાય છે’, ‘આવતીકાલે સૂર્ય ઊગશે કેમ કે આજે સૂર્ય ઊગી રહ્યો છે’ ઇત્યાદિ હેતુઓમાં પક્ષધર્મતા નથી, તેમ છતાં તેઓ સહેતુઓ છે. ‘આ મારી માતા છે કેમ કે આ પ્રકારનો અવાજ અન્યથા આવે જ નહિ’ ‘સઘળી વસ્તુઓ ક્ષણિક છે કેમ કે તે બધી સત્ છે’ ‘સઘળી વસ્તુઓ નિત્ય છે કેમ કે તે બધી સત્ છે' ઇત્યાદિ હેતુઓમાં સપક્ષસત્ત્વ ન હોવા છતાં તેઓ પૂરેપૂરા સાચા હતુઓ છે. આ બધા હેતુઓ ગમક છે એ આપણે જોયું છે, તેથી તેઓ સદ્વેતુઓ છે, હેત્વાભાસ નથી. એટલે જ અવિનાભાવ અર્થાત્ અન્યય નુપપત્તિને જ હેતુનું એક માત્ર અસાધારણ લક્ષણ માનવું જોઈએ, ત્રણ લક્ષણો કે પાંચ લક્ષણો માનવાં નિરર્થક જ છે. 415. निश्चितान्यथानुपपत्तिरेवैकं लिङ्गलक्षणमक्षूणं तत्त्वमेतदेव, प्रपञ्चः पुनरयमिति चेत्, तर्हि सौगतेनानाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं ज्ञातत्वं च यौगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् । 415. બૌદ્ધ અને નૈયાયિક તત્ત્વતઃ તો નિશ્ચિત અન્યથાનુપપત્તિ અર્થાત્ અવિનાભાવ જ હેતુનું એક માત્ર નિર્દોષ લક્ષણ છે. પરંતુ આ તો અવિનાભાવનો જ પ્રપંચ (વિસ્તાર) છે, અર્થાત્ અવિનાભાવને વિસ્તારથી સમજવા અને સમજાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy