SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ તર્કરહસ્યદીપિકા અવશ્ય આવે. એક જ નિમિત્તથી (=અપેક્ષાથી યા દૃષ્ટિથી) એક વસ્તુમાં એક અને અનેક, નિત્ય અને અનિત્ય આદિ બે બે ધર્મો માનવામાં જ વિરોધ રહેલો છે પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાએ તે બે બે ધર્મો માનવામાં કોઈ જ વિરોધ નથી. જો આત્માને કથંચિત્ નિત્યાનિત્યાત્મક અર્થાત્ પરિણામીનિત્ય ન માનવામાં આવે તો તેમાં સુખ, દુ:ખ, મનુષ્ય, તિર્યંચ, દેવ આદિ પર્યાયો (અવસ્થાઓ) ધટે જ નહિ. [સર્વથા નિત્ય (કૂટસ્થનિત્ય) આત્મામાં તો પરિવર્તનો, પર્યાયો યા અવસ્થાઓ શક્ય જ નથી કેમ કે સર્વથા નિત્યનો અર્થ જ સાવ અપરિવર્તિષ્ણુ છે. અને સર્વથા અનિત્ય આત્મા માનતાં તો આત્મદ્રવ્યનું જ અસ્તિત્વ રહેતું નથી. અને વળી સર્વથા ક્ષણિક વસ્તુમાં અવસ્થાઓ જ ઘટતી નથી.] પર્યાયો, અવસ્થાઓ તો ધ્રુવ યા સ્થિર દ્રવ્યની જ ઘટે. સાપ ક્યારેક ફેણ ફેલાવે છે અને ક્યારેક ફેણ સંકેલી લે છે, આમ એક સ્થિર સાપની જ બે અવસ્થાઓ, વિસ્તૃત ફેણવાળી અને સંકુચિત ફેણવાળી છે. આ રીતે અવસ્થાભેદ થવા છતાં પણ સાપ દ્રવ્યદૃષ્ટિએ એક જ રહે છે, ધ્રુવ જ રહે છે, તેમાં ફણાવસ્થા અને વિફણાવસ્થા એવી બે ભિન્ન અવસ્થાઓ હોવામાં કોઈ જ વિરોધ નથી. અથવા,આંગળી આંગળીરૂપે સ્થિર રહીને પણ સીધીમાંથી વાંકી થઈ શકે છે, તેના સીધાપણાનો નાશ થાય છે અને વાંકાપણાની ઉત્પત્તિ થાય છે અને આગળી ધ્રુવ રહે છે. અથવા ગોરસ સ્થિર રહીને પણ દૂધમાંથી દહીં થાય છે, દૂધ જામીને નાશ પામે છે તથા દહીં ઉત્પન્ન થાય છે, ગોરસનો પૂર્વ દૂધ પર્યાય(અવસ્થા) નાશ પામી ઉત્ત૨ પર્યાય દહીં ઉત્પન્ન થાય છે અને ગોરસ તો દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે. આ જ રીતે જગતની બધી વસ્તુઓ દ્રવ્યરૂપે સ્થિર (ધ્રુવ) રહીને પર્યાયરૂપે ઉત્પન્ન થાય છ અને નાશ પામે છે. આ તો પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી બધી વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે, ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક છે, અનેકાન્તાત્મક છે. " 410. વિષ, સર્વપિ નેિષુ સ્વામિમતસાધ્યસાધનાયામિથીયमाना हेतवोऽप्यनेकान्ताभ्युपगममन्तरेण न समीचीनतामञ्चन्ति तथाहि -अत्र स्वोपज्ञमेव परहेतुतमोभास्करनामकं वादस्थलं लिख्यते । यथा-इह हि सकलतार्किकचक्रचूडामणितयात्मानं मन्यमानाः सर्वदापि प्रसभं पोषितस्वाभिमाना गुणवत्सु विद्वत्सु मत्सरं विदधाना मुग्धजनसमाजेऽत्यूर्जितस्फूजितमभिदधानाः स्पष्टोद्भवेन स्वानुभवेन समस्तवस्तुस्तोमगतमभ्रान्तमनेकान्तमनुभवन्तोऽपि स्वयं च युक्त्यानेकान्तमेव वदन्तोऽपि प्रकटं वचनमात्रेणैवानेकान्तमनिच्छन्तो यथावस्थितं वस्तुस्वरूपमपश्यन्तो निजमतानुरागमेव पुष्णन्तो विद्वत्समीपे च कदापि सम्यग्धेतुस्वरूपमपृच्छन्तो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy