SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૧૫ નિબંધ પ્રતિભાસ થાય છે, તેથી બધી વસ્તુઓને નિત્ય, અનિત્ય, એક, અનેક આદિ અનેકાન્તાત્મક રૂપે જ પ્રમાણનો વિષય માનવી જોઈએ. ? 381. न चात्र स्वरूपासिद्धो हेतु:, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वस्य सर्वत्र वस्तुनि विद्यमानत्वात् । न हि द्रव्यपर्यायात्मकाभ्यामेकानेकात्मकस्य नित्यानित्यात्मकस्य च स्वरूपपररूपाभ्यां सदसदात्मकस्य सजातीयेभ्यो विजातीयेभ्यश्चानुवृत्तव्यावृत्तरूपाभ्यां सामान्यविशेषात्मकस्य स्वपरपर्यायाणां क्रमेणाभिलाप्यत्वेन युगपत्तेषामनभिलाप्यत्वेन चाभिलाप्यानभिलाप्यात्मकस्य च सर्वस्य पदार्थस्यास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वं कस्यचिदसिद्धम् । तत एव न संदिग्धासिद्धोऽपि न खल्वबाधकतया प्रतीयमानस्य वस्तुनः संदिग्धत्वं नाम । नापि विरुद्धः, विरुद्धार्थसंसाधकत्वाभावात् । न हि साङ्ख्यसौगताभिमतद्रव्यैकान्तपर्यायैकान्तयोः काणादयौगाभ्युपगतपरस्परविविक्तद्रव्यपर्यायैकान्ते च तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वमास्ते, येन विरुद्धः स्यात् । नापि पक्षस्य प्रत्यक्षादिबाधा, येन हेतोरकिंचित्करत्वं स्यात् । नापि दृष्टान्तस्य साध्यविकलता साधनविकलता वा, न खलु घटस्यैकानेकादिधर्मात्मकत्वम् तथैवास्खलत्प्रत्ययप्रतीयमानत्वं चासिद्धं प्रागेव दर्शितत्वात् । तस्मादनवद्यं प्रयोगमुपश्रुत्य किमित्यनेकान्तो नानुमन्यते । " 381, અમે આપેલો હેતુ સ્વરૂપથી અસિદ્ધ નથી કેમ કે સર્વત્ર બધી જ વસ્તુઓમાં તેમની અનેકાન્તાત્મકતાની અસ્ખલત્ અર્થાત્ નિબંધ પ્રતીતિ સૌને અનુભવાય છે. દ્રવ્યરૂપે વસ્તુ એક અને નિત્ય છે તથા પર્યાયરૂપે વસ્તુ અનેક અને અનિત્ય છે. સ્વરૂપ, સ્વક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ સદાત્મક છે અને પરરૂપ, પરક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ અસદાત્મક છે. સજાતીયો સાથે વસ્તુની અનુવૃત્તિ હોવાથી વસ્તુ સામાન્યાત્મક છે અને વિજાતીયથી વસ્તુની વ્યાવૃત્તિ (ભેદ) હોવાથી વસ્તુ વિશેષાત્મક છે. (અથવા વસ્તુ અનુવૃતિપ્રત્યયને ઉત્પન્ન કરતી હોવાથી સામાન્યાત્મક છે અને વ્યાવૃત્તિપ્રત્યયને ઉત્પન્ન કરતી હોવાથી વિશેષાત્મક પણ છે.) વસ્તુના સ્વપર્યાયો યા ૫૨૫ર્યાયોને ક્રમથી શબ્દો દ્વારા કહી યા વર્ણવી શકાય છે એટલે વસ્તુ અભિલાપ્ય અર્થાત્ વાચ્ય છે તથા તેમને યુગપદ્ અર્થાત્ એક સાથે કહેનારો કોઈ શબ્દ ન હોવાથી વસ્તુ અનભિલાપ્ય (અવાચ્ય) પણ છે. આમ સર્વ વસ્તુમાં નિત્ય, અનિત્ય આદિ અનેકધર્માત્મકતાની નિર્બાધ પ્રતીતિ થાય છે જ. વસ્તુની અનેકાન્તાત્મકતાની પ્રતીતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy