SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ જૈનમત अघटप्रयोगे शुद्धस्य व्युत्पत्तिमतश्च पदस्य प्रतिषेधः । अतोऽवश्यं घटलक्षणेन प्रतिपक्षेण भाव्यम् । यस्तु न प्रतिपक्षवान्, न तत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधः, यथा अखरविषाणशब्द अडित्थ इति वा । अखरविषाणमित्यत्र खरविषाणलक्षणस्याशुद्धम्य सामासिकस्य पदस्य निषेधः । अत्र व्युत्पत्तिमत्त्वे सत्यपि शुद्धपदत्वाभावाद् विपक्षो नास्ति, अडित्थ इत्यत्र तु व्युत्पत्तिमत्त्वाभावात् सत्यपि शुद्धपदत्वे नावश्यं डित्थलक्षणः कश्चित्पदार्थो जीववद्विपक्षभूतोऽस्तीति । 128. (૬) રૂપજ્ઞાન, રસજ્ઞાન આદિ અનેક પ્રકારનાં જ્ઞાન કોઈ આશ્રયભૂત દ્રવ્યમાં રહે છે કેમ કે તે ગુણો છે, જેમ કે રૂપ આદિ. જિમ રૂપ આદિ ગુણો ઘડાને આશ્રિત રહે છે તેમ જે દ્રવ્યમાં જ્ઞાન આદિ ગુણ રહે છે તે જ આત્મા છે. ગુણો નિરાધાર રહી શકતા નથી. તેમ જો કોઈ ને કોઈ આશ્રય હોવો જ જોઈએ.] (૭) જ્ઞાન, સુખ આદિ કાર્યોનું કોઈ ને કોઈ ઉપાદાનકારણ અવશ્ય હોવું જોઈએ કેમ કે તેઓ કાર્ય છે, જેમ કે ઘટ. જેમ ઘડો કાર્ય છે એટલે તેનું ઉપાદાનકારણ (જે સ્વયં કાર્યરૂપમાં પરિણત થાય છે તે) માટીનો પિંડ છે તેમ જ્ઞાન, સુખ આદિનું જે ઉપાદાનકારણ છે, જે સ્વયં જ્ઞાની અને સુખી છે તે જ આત્મા છે. શંકા– જ્ઞાન આદિ ગુણોનો આશ્રય પણ શરીર છે તથા તેમનું ઉપાદાનકારણ પણ શરીર જ છે. તેથી તમે આપેલાં અનુમાનોથી અમે શરીરની સિદ્ધિ માની લઈશું. આ રીતે સિદ્ધસાધન – જેને પ્રતિવાદી સ્વીકારતો હોય તે સિદ્ધ વસ્તુને સિદ્ધ કરવી – હોવાથી તમારું અનુમાન નિરર્થક છે. જૈનોનો ઉત્તર– અમે પહેલાં જ શરીર જ્ઞાનાદિ ગુણોનો આશ્રય છે એનું અને શરીર જ્ઞાનાદિ ગુણોનું કારણ છે એનું ખંડન કરી જ દીધું છે. તેથી આ અનુમાનો વડે શરીરની સિદ્ધિ માની સિદ્ધસાધનનો દોષ અમને આપવો જરાપણ યોગ્ય નથી. તેથી આ અનુમાનો વડે જ્ઞાન આદિ ગુણોના આશ્રય તથા ઉપાદાનકારણ આત્માની જ સિદ્ધિ થાય છે.]. (૮) અજીવનો પ્રતિપક્ષી (વિરોધી) જીવ અવશ્ય છે કેમ કે તે બીવ: મનીવઃ (જે જીવ નથી તે અજીવ)' આ નિષેધવાચી “અજીવ’ શબ્દમાં વ્યુત્પત્તિસિદ્ધ (વ્યાકરણના નિયમ અનુસાર પ્રકૃતિ-પ્રત્યયથી બનેલા ગવતીતિ નીવડ) તથા શુદ્ધ અખંડ “જીવ' પદનો નિષેધ કરવામાં આવ્યો છે. જે નિષેધાત્મક શબ્દમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ હોય તેનો પ્રતિપક્ષી અવશ્ય હોય છે. ઉદાહરણાર્થ, નિષેધાત્મક “અઘટ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy