SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૯૯ કારણ એ કે સમગ્ર જગતમાં જીવરાશિ અને અજીવરાશિ આ બે જ રાશિ છે, ત્રીજી કોઈ રાશિ નથી. તાત્પર્ય એ કે જગતના સધળા પદાર્થો કાં તો જીવરાશિમાં પડે છે કાં તો તો અજીવરાશિમાં. આ બે રાશિઓમાં સમાવેશ પામતો ન હોય એવો પદાર્થ તો સસલાનાં શિંગડાં જેવો અસત્ છે. [બૌદ્ધોના દુઃખતત્ત્વનો બન્ધમાં, સમુદયનો આસવમાં, નિરોધનો મોક્ષમાં અને માર્ગનો સંવ૨ અને નિર્જરોમાં સમાવેશ થાય છે. આ આસ્રવ આદિ જ્યારે આત્મપરિણામરૂપે વિવક્ષિત હોય છે ત્યારે ભાવાસવ આદિ કહેવાય છે અને જ્યારે પુદ્ગલપદાર્થરૂપ વિવક્ષિત હોય છે ત્યારે દ્રવ્યાસવ આદિ કહેવાય છે. તાત્પર્ય એ કે જીવ અને અજીવ આ બે જ તત્ત્વરૂપ આખું જગત છે.] 93. तर्हि पुण्यपापास्त्रवादीनामपि ततः पृथगुपादानं न युक्तिप्रधानं स्यात्, राशिद्वयेन सर्वस्य व्याप्तत्वादिति चेत्; न; पुण्यादीनां विप्रतिपत्तिनिरासार्थत्वात्, आस्त्रवादीनां सकारणसंसारमुक्तिप्रतिपादनाय पृथगुपादानस्यादुष्टता । यथा च संवरनिर्जरयोर्मोक्षहेतुता, आस्रवस्य बन्धनिबन्धनत्वं, पुण्यापुण्यद्विभेदबन्धस्य च संसारहेतुत्वं तथागमात् प्रतिपत्तव्यम् । 93. શંકા — જો જગતમાં જીવ અને અજીવ બે જ તત્ત્વો છે, તેમનાથી પૃથક્ બીજા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ નથી, તો તમે જૈનોએ આ બે સિવાય પુણ્ય, પાપ, આસ્રવ આદિ અન્ય સાત તત્ત્વોને ગણાવવા તર્કવિરુદ્ધ કહેવાય. [તમારા હિસાબે તો એ બધાં તત્ત્વો પણ જીવ અને અજીવમાં જ સમાઈ જાય.] સમાધાન – જો કે પુણ્ય, પાપ, આસ્રવ આદિ તત્ત્વો જીવ અને અજીવ બેમાં જ સમાવિષ્ટ છે તેમ છતાં લોકોને પુણ્ય આદિના અસ્તિત્વમાં શંકા રહેતી હોઈ તે શંકાને દૂર કરવા માટે તેમને પૃથક્ ગણાવવામાં આવ્યાં છે. વળી, સંસારનાં કારણોનું સ્પષ્ટ કથન કરવા માટે આસ્રવ અને બન્ધનું તથા મોક્ષ અને મોક્ષનાં કારણોનો ખુલાસો કરવા માટે મોક્ષ, સંવર તથા નિર્જરાનું સ્વતન્ત્રપણે સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છે. તેથી વિશેષ પ્રયોજનના કારણે તેમની પૃથક્ ગણતરી કરવામાં કોઈ દોષ નથી. આગમોમાં વિસ્તારથી અને ખૂબીથી સંવર અને નિર્જરાને મોક્ષનાં કારણ તરીકે સમજાવ્યાં છે, આસવને બન્ધના કારણ તરીકે સમજાવ્યો છે, પુણ્ય-પાપને બન્ધના બે ભેદ તરીકે સમજાવ્યાં છે, તથા આસ્રવ અને બન્ધ બન્નેને સંસા૨ના મૂળ તરીકે સમજાવ્યા છે. એટલે આ બધું આગમમાંથી જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. 94. તંત્ર પુછ્યું શુમા: ર્મપુાતા: રૂ। ત વ વશુમા: પાપમ્ ૪। आस्रवति कर्म यतः स आस्रवः कायवाङ्मनोव्यापारः, पुण्यापुण्यहेतुतया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy