SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ તર્કરહસ્યદીપિકા 90. હવે જૈિનોએ સ્વીકારેલાં તત્ત્વોનું નિરૂપણ આચાર્ય કરે છે – જૈનમતમાં જીવ,અજીવ, પુષ્ય, પાપ, આસવ, બન્ધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. (૪૭) 1. વ્યા–તનાત્મક્ષ નીવઃ ૨, પરીતિનક્ષત્ત્વનીઃ ૨ | धर्माधर्माकाशकालपुद्गलभेदेन त्वसौ पञ्चधा व्यवस्थितः । अनयोरेव द्वयोर्जगद्वर्तिनः सर्वेऽपि भावा अन्तर्भवन्ति । नहि ज्ञानादयो रूपरसादयश्च दव्यगुणा उक्षेपणादीनि च कर्माणि सामान्यविशेषसमवायाश्च जीवाजीवव्यतिरेकेणात्मस्थितिं लभन्ते, तद्भेदेनैकान्ततस्तेषामनुपलम्भात्, तेषां तदात्मकत्वेन प्रतिपत्तेः, अन्यथा तदसत्त्वप्रसङ्गात् ।। 91. શ્લોકવ્યાખ્યા– (૧) જેનું લક્ષણ ચેતના છે તે જીવ છે. (૨) જે ચેતનારાહિત્ય લક્ષણવાળું તત્ત્વ છે તે અજીવ છે. તે અજીવનાં પાંચ ભેદો છે– ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય, જીવ અને અજીવ આ બે તત્ત્વોમાં જગતના સઘળા પદાર્થો સમાવેશ પામે છે. વૈશેષિકોએ માનેલ જ્ઞાન આદિ તથા રૂપ, રસ, આદિરૂપ ગુણપદાર્થ, ઉëપણ આદિરૂપ કર્મપદાર્થ, સામાન્યપદાર્થ, વિશેષપદાર્થ અને સમવાયપદાર્થ આ બધા પદાર્થો જીવ અને અજીવથી અતિરિક્ત પોતાનું અસ્તિત્વ ધરાવતા નથી, કેમ કે તેમની જીવ અને અજીવથી આત્મત્તિક પૃથક ઉપલબ્ધિ (જ્ઞાન) સર્વથા થતી જ નથી. તે બધા પદાર્થો જીવ અને અજીવના સ્વભાવરૂપ છે, અને જીવ અને અજીવના સ્વભાવરૂપે જ તેમનું જ્ઞાન થાય છે, તે બધા પદાર્થોને જો જીવ અને અજીવ સ્વભાવરૂપ ન માનવામાં આવે તો તેમનું અસ્તિત્વ ન રહેવાની આપત્તિ આવે. જિગતમાં મૂળે બે જ દ્રવ્યો છે – જીવ અને અજીવ. વૈશેષિકોએ માનેલા બધા પદાર્થો દ્રવ્યાત્મક છે. જો ગુણ આદિ પદાર્થોને દ્રવ્યથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો જેમ ગુણરહિત દ્રવ્યનું અસ્તિત્વ ન રહે તેમ દ્રવ્યરૂપ આશ્રય વિના ગુણ વગેરે નિરાધાર બની અસત્ બની જાય, તેથી ગુણ આદિ પદાર્થોનું દ્રવ્ય સાથે તાદાત્મ માનવું ઉચિત છે.] 92. વપિત્પિતિ હિતાનિ નીવાળીવાઓ પૃથનીત્યન્તरतया न वक्तव्यानि, जीवाजीवराशिद्वयेन सर्वस्य जगतो व्याप्तत्वात्, तदव्याप्तस्य शशशृङ्गतुल्यत्वात् । 92. તેવી જ રીતે બુદ્ધોએ માનેલાં દુઃખ, સમુદય આદિ ચાર આર્યસત્યો પણ જીવ અને અજીવથી જુદી જાતિના નથી, તેમનો સમાવેશ પણ તે બેમાં જ થઈ જાય છે. એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy