SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ सर्वज्ञत्वापत्तिरिति । 74. ઉપમાનપ્રમાણ પણ સર્વજ્ઞનું બાધક નથી. કેવી રીતે તે બાધક નથી એ સમજાવીએ છીએ. જ્યાં ઉપમાન અને ઉપમેય બન્ને પદાર્થો પ્રત્યક્ષ અનુભવમાં આવતા હોય ત્યાં ‘આ ગવય ગાયસદેશ છે’ એવું ઉપમાન થઈ શકે છે. ગાય અને ગવય બન્નેય પ્રત્યક્ષસિદ્ધ પદાર્થો છે. તેથી તેઓ ઉપમાનપ્રમાણના ક્ષેત્રમાં આવે છે. પરંતુ કોઈ પણ અલ્પજ્ઞ (અસર્વજ્ઞ) વ્યક્તિ જગતના સઘળા પુરુષોનું તેમ જ સર્વજ્ઞનું પ્રત્યક્ષ કરી શકતી નથી, જેથી તે ‘અમુક સર્વજ્ઞ નિઃશેષ સઘળા પુરુષો જેવો છે યા નિઃશેષ સઘળા પુરુષો બધા તેના જેવા છે' એમ ઉપમાન કરી શકે,કેમ કે જે ક્ષણે તેને સર્વ પુરુષોનો તેમજ સર્વજ્ઞનો સાક્ષાત્કાર થાય તે ક્ષણે જ તે ખુદ સર્વજ્ઞ બની જાય અને આમ સર્વજ્ઞનો બાધક બનવાના બદલે સાધક બની જાય. તાત્પર્ય એ કે ઉપમાનપ્રમાણમાં એટલી શક્તિ નથી કે તે સર્વજ્ઞતાનું બાધક બની શકે. તર્કરહસ્યદીપિકા 75. नाप्यर्थापत्तिस्तद्बाधिकाः सर्वज्ञाभावमन्तरेणानुपपद्यमानस्य कस्याप्यर्थस्याभावात्, वेदप्रामाण्यस्य च सर्वज्ञे सत्येवोपपत्तेः । न हि गुणवद्वक्तुरभावे वचसां प्रामाण्यं घटत इति न सर्वज्ञे बाधकसंभवः । ન 75. અર્થપત્તિપ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક નથી, કેમ કે સર્વજ્ઞના અભાવ વિના જેનું અસ્તિત્વ ઘટતું ન હોય એવો કોઈ પણ પદાર્થ નથી. વેદનું પ્રામાણ્ય પણ તેનો કર્તા સર્વજ્ઞ હોતાં જ ઘટે છે, અન્યથા ઘટતું નથી. [જો સર્વજ્ઞના અભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતો અર્થાત્ સર્વજ્ઞના અભાવ વિના અસ્તિત્વ ન ધરાવતો કોઈ પદાર્થ હોત તો તેના દ્વારા સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકાત. તે પદાર્થનું અસ્તિત્વ સર્વજ્ઞનો અભાવ માન્યા વિના ઘટતું નથી અર્થાત્ અનુપપન્ન રહે છે, માટે સર્વજ્ઞનો અભાવ છે’ એમ કહી શકાત. પરંતુ તેવો કોઈ પદાર્થ નથી કે જેનું અસ્તિત્વ સર્વજ્ઞનો અભાવ ન માનીએ તો ન ઘટે. વેદમાં પ્રમાણતા પણ સર્વજ્ઞ હોય તો જ આવે છે.] વક્તા (ગ્રન્થકર્તા) ગુણવાન અર્થાત્ યથાર્થ જ્ઞાતા અને વીતરાગ હોય તો જ વેદવચનોમાં પ્રામાણ્ય ઘટે, અન્યથા ન ઘટે. [અને આવો ગુણવાન અર્થાત્ યથાર્થ જ્ઞાતા તથા વીતરાગ સર્વજ્ઞ જ હોય.] આમ અર્થપત્તિપ્રમાણ દ્વા૨ા સર્વજ્ઞનો બાધ સંભવતો નથી. 76. तदभावे च प्रमाणपञ्चकाप्रवृत्तिरप्यसिद्धा । तथा यदुक्तम्'प्रमाणपञ्चकाप्रवृत्त्याभावप्रमाणविषयत्वम्; तदप्यनैकान्तिकम्; हिमवत्पलपरिमाणपिशाचादीनां प्रमाणपञ्चकाप्रवृत्तावप्यभावप्रमाणगोचरत्वाभा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy