SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૫૭ 49. અનેક ઈશ્વરોને માનવાથી કાર્યોને ઉત્પન્ન કરવામાં વિવાદ ઊભો થાય અને કાર્યોત્પત્તિની પ્રક્રિયા ઘાંચમાં પડે એ ડરથી ઈશ્વરને એક માનવો એ તો પેલા કંજૂસના આચરણ જેવું છે જે ખાવાપીવાના ખર્ચના ડરથી પોતાનાં વહાલાં બાળકો, પત્ની, મિત્ર વગેરેને છોડીને શૂન્ય અરણ્યમાં જઈ વસે છે. અનેક ઊધઈના જંતુઓ ભેગા મળીને વિના વિવાદ રાફડાને સંપથી બચાવે છે. અને સેંકડો મધમાખો પણ વિના વિવાદ સંપથી ભેગી મળીને મધપૂડાને બનાવે છે. [તો પછી વીતરાગી ઈશ્વરોમાં વિવાદ થાય શા કારણે? તે બધા તો સર્વજ્ઞ અને વીતરાગી હોય, તેમને ઝઘડવાની કોઈ આવશ્યકતા જ નથી. ઊલટું સર્વજ્ઞ અને વીતરાગી અનેક ઈશ્વરો તો સાથે મળી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી શકે.] 50. વિ રવિનર્વિર્તુત્વેષ્ણુપીમાને શાસ્ત્ર પ્રમાણેतरताव्यवस्थाविलोप: स्यात् । तथाहि-सर्वं शास्त्रं प्रमाणमीश्वरप्रणीतत्वादितरतत्प्रणीतशास्त्रवत् । प्रतिवाद्यादिव्यवस्थाविलोपश्च, सर्वेषामीश्वरादेशविधायित्वेन तत्प्रतिलोमाचरणानुपपत्तेः प्रतिवाद्यभावप्रसङ्गात् । इति न सृष्टिकरस्य महेश्वरस्य कथंचिदपि सिद्धिः । 50. વળી, ઈશ્વરને અખિલ જગતના અર્થાત્ જગતના સમસ્ત કાર્યોના કર્તા તરીકે સ્વીકારતાં મત-મતાન્તરનાં સર્વ શાસ્ત્રો પ્રમાણ જ બની જાય અને “આ શાસ્ત્ર પ્રમાણ અને આ શાસ્ત્ર અપ્રમાણ' એવી પ્રમાણેતર વ્યવસ્થાનો લોપ થઈ જાય. જિો ઈશ્વર જગતનાં સમસ્ત કાર્યોનો કર્તા હોય તો જટેલી ભિન્ન ભિન્ન વિચારધારાઓ છે તે બધીનાં શાસ્ત્રો પણ ઈશ્વરે જ બનાવ્યાં હોય, તેથી બધાં જ શાસ્ત્રોને પરમપૂજ્ય અને પ્રામાણિક મનાવાં જોઈએ. તેથી અમારાં જૈનોનાં ઈશ્વરખંડનવાળાં શાસ્ત્રોને પણ આપ નૈયાયિકોએ ઈશ્વરકૃત માનીને અવશ્યપણે પ્રમાણ માનવાં જોઈએ અને આ ઈશ્વરકર્તુત્વનો બખેડો ખતમ કરી દેવો જોઈએ. અન્યથા આપનૈયાયિકોને ઈશ્વરદ્રોહનું મહાપાપ લાગશે.] આપણે કહી શકીએ કે – “જગતનાં બધાં શાસ્ત્રો (જેમાં ઈશ્વરનું ખંડન કરનારાં શાસ્ત્રો પણ આવી જ જાય) પ્રમાણ છે કેમ કે તે બધાં ઈશ્વરે રચેલાં છે. જેમ કે ઈશ્વરે રચેલા વેદ.' અને જ્યારે બધાં શાસ્ત્રો ઈશ્વરે રચેલાં હોવાથી પ્રમાણ બની જાય ત્યારે આ વાદી અને આ પ્રતિવાદી, આ મારો મત અને આ તમારો મત” એવા બધા વ્યવહારોનો લોપ થઈ જાય. અને જૈનો ઈશ્વરનું જે ખંડન કરી રહ્યા છીએ તે પણ ઈશ્વરની આજ્ઞાથી યા તેના ઈશારે જ કરી રહ્યા છીએ, તેથી આપ નૈયાયિકોએ તેને ઈશ્વરવાક્ય સમાન માનવું જોઈએ. અમે જેની પણ છેવટે તો જગતનો એક ભાગ જ છીએ એટલે ઈશ્વરની ઇચ્છાની વિરુદ્ધ જઈ શકીએ નહિ, કોઈનું ઈશ્વરેચ્છાની વિરુદ્ધનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy