SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ તર્કરહસ્યદીપિકા ધૂંધળાપણાની સમાનતા જોઈને તેમને એક માનીને ધૂમસથી અગ્નિની સિદ્ધિ કરાવી જોઈએ અર્થાત્ ધૂમસ અગ્નિનું ગમક બનવું જોઈએ, ધૂમ અને ધૂમસમાં ધૂંધળાપણાની દૃષ્ટિએ સમાનતા છે જ. તેવી જ રીતે, “બધા આત્માઓ સમાન છે' આ સામાન્ય નિયમથી ઈશ્વર અને આપણા આત્મામાં સમાનતા છે જ. તેથી આત્મત્વ હેતુ દ્વારા ઈશ્વર આપણી જેમ જ સંસારી, અસર્વજ્ઞ અને જગતનો અર્તા સિદ્ધ થાય. આમ જે પ્રશ્ન અને ઉત્તર આપ નૈયાયિકો આપના સામાન્ય કાર્ય હેતુના સમર્થનમાં આપશો તે જ પ્રશ્ન અને ઉત્તર આપની વિરુદ્ધ અમે પણ આપી શકીએ છીએ. તેથી જેમ ધૂમ અને ધૂમસમાં ધૂંધળાપણાની દષ્ટિએ થોડીઘણી સમાનતા હોવા છતાં પોતાના વિશેષ ધર્મોના કારણે જ ધૂમ અગ્નિનો અનુમાપક યા ગમક બને છે, ધૂમસ નહિ; અથવા જેમ આત્મત્વ સામાન્યની દૃષ્ટિએ ઈશ્વર અને આપણામાં સમાનતા હોવા છતાં પણ આપણામાં જ રહેનારું કર્મયુક્ત આત્મત્વ સંસારિત્વ યા અસર્વજ્ઞતા સિદ્ધ કરે છે, સામાન્ય આત્મત્વ નહિ, બરાબર તે જ રીતે પૃથ્વી આદિ કાર્યો અને ઘટ આદિ અન્ય કાર્યોમાં જો કે કાર્યસ્વરૂપ સ્થૂલ દષ્ટિએ સમાનતા છે તેમ છતાં પૃથ્વી આદિ કાર્યોમાં કોઈ એવી વિશેષતા અવશ્ય માનવી પડશે જે વિશેષકર્તાનું અનુમાન કરાવી શકે. તેથી સામાન્ય કાર્યત્વ હેતુ જગતના કર્તા ઈશ્વરને સિદ્ધ કરી શકતો નથી. 26. अथ द्वितीयः, तर्हि हेतोरसिद्धत्वं कार्यविशेषस्याभावात्, भावे वा जीर्णकूपप्रासादादिवदक्रियादर्शिनोऽपि कृतबुद्ध्युत्पादकत्वप्रसङ्गः । समारोपान्नेति चेत् । सोऽप्युभयत्राविशेषतः किं न स्यात् उभयत्र कर्तुरतीन्द्रियत्वाविशेषात् । 26. જો વિશેષ પ્રકારના કાર્યત્વ હેતુ વડે અર્થાત્ વિશેષ કાર્ય વડે જગતના કર્તાને અર્થાત્ ઈશ્વરને સિદ્ધ કરવા તમે તૈયાયિકો ઇચ્છતા હો તો આ વિશેષ કાર્યત્વ હેતુ અસિદ્ધ હોઈ તે જગતના કર્તાને અર્થાત્ ઈશ્વરને સિદ્ધ કરી શકશે નહિ. વિશેષ કાર્યત્વ અર્થાત વિશેષ કાર્ય અસિદ્ધ છે કારણ કે જગતમાં આપણે બધાં કાર્યોને સમાન જ જોઈએ છીએ. જેવાં ઘટ, પટ આદિ કાર્યો છે તેવાં જ પૃથ્વી, પર્વત આદિ કાર્યો છે. જો પૃથ્વી આદિ કાર્યોમાં ખાસ વિશેષતા હોય તો જે લોકોએ પૃથ્વી આદિ કાર્યોને બનતાં જાયાં નથી તેમને પણ ‘તમ્ અર્થાત્ આ કાર્યોને ઈશ્વરે બનાવ્યાં છે' એવી કૃતબદ્ધિ થવી જોઈએ. જેમ પ્રાચીન કૂપ તથા પ્રાચીન મહેલનાં ખંડિયેર જોઈને આપણને, જેમણે તેમને બનતાં જોયાં નથી તેમને, “કૃત- આના કારીગર બહુ કુશળ હતા, કેટલું સુંદર બનાવ્યું છે' એવી કૃતબુદ્ધિ થાય છે તેમ પૃથ્વી આદિને જોઈને ઈશ્વરે શું સુંદર પૃથ્વી બનાવી છે !' એવી કૃતબુદ્ધિ થતી નથી. આવી “ઈશ્વરે બનાવી છે' એવી “ઈશ્વરકૃત’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy