SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ તર્કરહસ્યદીપિકા કૃતબુદ્ધિ થાય છે, તે સમજદાર વ્યક્તિ તો ઈશ્વરને જ કર્તા-ધર્તા-હર્તા સમજે છે.] વળી, એવો કોઈ નિયમ નથી કે જેટલા પદાર્થો કૃતક છે તે બધાની બાબતમાં આપણને કૃતબુદ્ધિ થવી જ જોઈએ. ઉદાહરણાર્થ, જે જમીનમાં ખાડો ખોદીને પછી તેને પૂરીને સમતલ કરી દીધો છે તે કાર્યરૂપ જમીનમાં જેણે ખાડો પુરાતો જોયો નથી તેને કદી પણ કૃતબુદ્ધિ ઉત્પન્ન થતી નથી. 17. હ્રિષ, બુદ્ધિમાનામાોત્રાનુપત્નવ્વિતો મવતા પ્રસાધ્યતે । एतच्चायुक्तम्, दृश्यानुपलब्धेरेवाभावसाधकत्वोपपत्तेः । न चेयमत्र संभवति जगत्कर्तुरदृश्यत्वात् । अनुपलब्धस्य चाभावसाध्यत्वे पिशाचादेरपि तत्प्रसक्तिः स्यादिति । 17. આપ પૃથ્વી આદિના કર્તાનો અભાવ અનુપલબ્ધિથી પુરવાર કરો છો. પરંતુ તે અયોગ્ય છે, કેમ કે જે વસ્તુ દૃશ્ય હોય તેની જ અનુપલબ્ધિ વડે તેના અભાવની સિદ્ધિ ઘટે છે. [આપે અનુપલબ્ધિથી અભાવ સિદ્ધ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેને આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ એવા દૃશ્ય પદાર્થની જ અનુપલબ્ધિથી તે પદાર્થનો અભાવ સિદ્ધ કરી શકાય છે. જે પિશાચ, પરમાણુ આદિ અતીન્દ્રિય પદાર્થોને આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી તેમની અનુપલબ્ધિથી તેમનો અભાવ સિદ્ધ કરી શકતો નથી, કેમ કે તે પદાર્થો મોજૂદ હોય તો પણ આપણને તે અનુપલબ્ધ જ રહે છે, તેમની ઉપલબ્ધિ થતી જ નથી.] જગત્કર્તા ઈશ્વરની બાબતમાં દશ્યાનુપલબ્ધિ સંભવતી જ નથી કારણ કે જગત્કર્તા ઈશ્વર તો અદશ્ય છે. [પિશાચ, ૫૨માણુ વગેરેની જેમ ઈશ્વર પણ અદશ્ય છે, અતીન્દ્રિય છે, આપણે તેને જોઈ શકતા નથી, તેથી અનુપલબ્ધિથી તેનો અભાવ સિદ્ધ ન કરી શકાય. જો ઈશ્વર પહેલાં ક્યાંક દેખાયો હોત યા દેખાવાને યોગ્ય હોત તો પૃથ્વી આદિના કર્તા (જગત્કર્તા) ઈશ્વરનો અભાવ અનુપલબ્ધિથી બરાબર સિદ્ધ થાત પરંતુ ઈશ્વર તો દેખાવાને યોગ્ય જ નથી.] જે ચીજ આપણે દેખી શકતા જ નથી તેનો અભાવ પણ જો અનુપલબ્ધિથી સિદ્ધ થતો માનવામાં આવે તો તમામ પિશાચ આદિ અતીન્દ્રિય પદાર્થોનો અભાવ જ માનવો પડે કેમ કે તે પદાર્થો તો કદી પણ આપણને ઉપલબ્ધ થતા નથી. 18. अत्र प्रतिविधीयते । तत्र यत्तावत् क्षित्यादेर्बुद्धिमद्धेतुकत्वसिद्धये कार्यत्वसाधनमुक्तं, तत् किं सावयवत्वं १, प्रागसतः स्वकारणसत्तासमवाय: २, कृतमितिप्रत्ययविषयत्वं ३, विकारित्वं ४ वा स्यात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy