SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૭૫ (પ્રત્યુચ્ચારણ) કરવા છતાં પ્રતિવાદીને તેનો ઉત્તર ન સૂઝવી એ અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન છે. i32. ર્વવ્યારાથવિચ્છતો વિક્ષેપો નામ નિગ્રહસ્થાને મવતિ, सिसाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्ति, इदं मे करणीयं परिहीयते पीनसेन कण्ठ उपरुद्ध इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते १७ । 132. (૧૭) વિક્ષેપ – વાદી કે પ્રતિવાદી પોતાનું અસામર્થ્ય સમજી જઈ પરાજયથી બચવા માટે કામનું બહાનું કાઢી કથા (શાસ્ત્રાર્થ) છોડી જતો રહે તો તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી નિગૃહીત (પરાજિત) થાય છે. વાદી કે પ્રતિવાદી પોતે જે સાધ્ય સિદ્ધ કરવા ઇચ્છતા હોય તે સાધ્યને સિદ્ધ કરવું પોતાના માટે શક્ય નથી એવી તેને ખાતરી થઈ જતાં પરાજયથી બચવા માટે “મારે કરવાનું અમુક કામ બગડી રહ્યું છે (એટલે મારે અત્યારે જ જવું જોઈએ), શરદીથી મારું ગળું બેસી ગયું છે, વગેરે' કહીને જ્યારે કથાને (શાસ્ત્રાર્થને) અધવચ્ચે તોડે છે, છોડે છે, ત્યારે તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. 133. स्वपक्षे परापादितदोषमनुद्धृत्य तमेव परपक्षे प्रतीपमापादयतो मतानुज्ञा नाम निग्रहस्थानं भवति । चौरो भवान्पुरुषत्वात् प्रसिद्धचौरवदित्युक्ते भवानपि चौरः पुरुषत्वादिति प्रतिब्रुवन्नात्मनः परापादितं चौरत्वदोषमभ्युपगतवान् भवतीति मतानुज्ञया निगृह्यते १८ ।। 133. (૧૮) મતાનુજ્ઞા –પોતાના પક્ષને લગાવવામાં આવેલા દોષનું નિરાકરણ ન કરતાં ઊલટું તે જ દોષ સામા પક્ષમાં લગાવવો એ મતાનુજ્ઞા નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – વાદીએ કહ્યું “આપ ચોર છો કારણ કે આપ પુરુષ છો, પ્રસિદ્ધ ચોરની જેમ.' હવે પોતાના પર કરવામાં આવેલા ચોરતના આરોપનું ખંડન કરવાના બદલે જો પ્રતિવાદી કહે, “આપ પણ ચોર છો કારણ કે આપ પુરુષ છો? તો પ્રતિવાદીએ તેના ઉપર વાદીએ લગાવેલા ચોર હોવાના દોષનો સ્વીકાર કરી લીધો ગણાય, આમ પ્રતિવાદી મતાનુજ્ઞા નિગ્રહસ્થાનથી પરાજિત થઈ જાય. 134. નિપ્રતિનિપ્રા નુયોજ્યોપેક્ષvi નામ નિપ્રસ્થાને મવતિ, पर्यनुयोज्यो नाम निग्रहोपपत्त्यावश्यं नोदनीय इदं ते निग्रहस्थानमुपनतमतो निगृहीतोऽसीति वचनीयः, तमुपेक्ष्य न निगृह्णाति यः स पर्यनुयोज्योपेक्षणेन निगृह्यते १९। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy