SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ર તર્કરહસ્યદીપિકા 26. નવેવમપિ જ્ઞાનપમનર્થમજ્યવિશેષમ્યાં જ્ઞાની નવ્યવો, न, धर्मिप्रतिपादनार्थत्वादस्य ज्ञानपदोपात्तो हि धर्मीन्द्रियार्थसन्निकर्षजत्वादिभिर्विशेष्यते । अन्यथा धर्म्यभावे क्वाव्यभिचारादीन् धर्मास्तत्पदानि प्रतिपादयेयुः। 26. શંકા- જયારે અવ્યભિચારી અને વ્યવસાયાત્મક આ બે છેલ્લા વિશેષણો દ્વારા જ જ્ઞાનનો બોધ થઈ જાય છે, તો પછી “જ્ઞાન” પદ લક્ષણમાં મૂકવું વ્યર્થ છે. સમાધાન-ધર્મીનું પ્રતિપાદન કરવા માટે “જ્ઞાન'પદ લક્ષણમાં મૂક્યું છે. જ્ઞાનરૂપ ધર્મી જ તો ઇન્દ્રિયાર્થસકિત્પન્ન વગેરે વિશેષણોનું વિશેષ્ય છે. જો ધર્મી જ ન હોય તો આ અવ્યભિચાર વગેરે ધર્મો રહેશે ક્યાં? તેથી અવ્યભિચારી આદિ પદો દ્વારા જેમાં અવ્યભિચાર આદિ ધર્મોનું કથન કરવામાં આવ્યું છે તે આધારભૂત જ્ઞાનનું કથન કરવું ઉચિત જ છે. ___27. केचित्पुनरेवं व्याचक्षते-अव्यपदेश्य व्यवसायात्मकमिति पदद्वयेन निर्विकल्पकसविकल्पकभेदेन प्रत्यक्षस्य द्वैविध्यमाह, शेषाणि तु ज्ञानविशेપUIનીતિ 27. કેટલાક વ્યાખ્યાકારો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે– અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક આ બે પદો દ્વારા સૂત્રકારે ક્રમશઃ પ્રત્યક્ષના નિર્વિકલ્પક અને સવિકલ્પક બે પ્રકારને જણાવી પ્રત્યક્ષનું વૈવિધ્ય જણાવ્યું છે, અને બાકીનાં અવ્યભિચારી આદિ પદોને જ્ઞાનનાં વિશેષણો જ ગણ્યાં છે. [“કેટલાક વ્યાખ્યાકારો'થી અહીં કોણ કોણ અભિપ્રેત છે અને તેમણે શું કર્યું તેની રસપ્રદ માહિતી બહુશ્રુત વિદ્વાન આચાર્ય હેમચન્દ્ર પોતાના પ્રૌઢ ગ્રન્થ “પ્રમાણમીમાંસા'માં આપી છે. આચાર્ય હેમચન્દ્ર લખે છે– “આ સૂત્રની પૂર્વાચાર્યોએ કરેલી વ્યાખ્યાથી મોઢું ફેરવી લઈ વિદ્વાન ત્રિલોચન, વાચસ્પતિ વગેરેએ સૂત્રના આ નીચે જણાવેલા અર્થનું સમર્થન કર્યું છે : “ઇન્દ્રિય અને અર્થના સત્રિકર્ષથી ઉત્પન્ન અવ્યભિચારી જ્ઞાન પ્રત્યક્ષ છે” આટલું જ પ્રત્યક્ષલક્ષણ છે. .. સૂત્રનો બાકી ભાગ અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક’ એ વિભાગવચન છે.” (“અત્ર पूर्वाचार्यकृतव्याख्यावैमुख्येन सङ्ख्यावद्भिस्त्रिलोचनवाचस्पतिप्रमुखैरयमर्थः समर्थितो यथा 'इन्द्रियार्थसनिकर्षोत्पन्नं ज्ञानमव्यभिचारि प्रत्यक्षम्' इत्येव प्रत्यक्षलक्षणम् । ... વિભાવનખેતત્ ‘૩૧પશ્ય વ્યવસાયાત્મમ્" | પ્રમાણમીમાંસા ૧.૨૯) આમ પૂર્વાચાર્યોએ તો આખા સૂત્રને લક્ષણવચન ગયું છે પરંતુ ત્રિલોચન, વાચસ્પતિ આ પ્રાચીન પરંપરાને તોડી આખા સુખને લક્ષણસૂત્ર ગણતા નથી. તેમણે સૂત્રના બે ટુકડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy