SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ તર્કરહસ્યદીપિકા स एव योगिनां सेव्यो ह्यर्वाचीनस्तु भोगभाक् । स ध्यायमानो राज्यादिसुखलुब्धैर्निषेव्यते ॥२॥ उक्तं च तैः स्वयोगशास्त्रे"वीतरागं स्मरन् योगी वीतरागत्वमश्नुते । सरागं ध्यायतस्तस्य सरागत्वं तु निश्चितम् ॥३॥ येन येन हि भावेन युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणिर्यथा ॥४॥" इति । 3. તેમનાં બધાં તીર્થોમાં ભરટો જ પૂજા કરે છે. તેઓ દેવોને સામેથી નમસ્કાર નથી કરતા. તેમનામાં જેઓ નિર્વિકાર છે તેઓ પોતાની મીમાંસાનો આ શ્લોક મોટે ભાગે બોલે છે- “અમે તો પ્રાચીન મુનિઓ દ્વારા ધ્યાત ઈશ્વરના તે નિર્વિકાર સ્વરૂપની ઉપાસના કરીએ છીએ જેમાં ન તો સ્વર્ગગંગા છે, ન સર્પ છે, ન મુંડમાલા છે, ન ચન્દ્રમાની કલા છે, ન અર્ધા અંગમાં પાર્વતી છે, ન જટા છે, ન ભસ્મ લગાવેલી છે કે ન તો આવી કોઈ અન્ય ઉપાધિઓ છે. આવા જ નિરુપાધિ નિર્વિકાર ઈશ્વર અમારા ઉપાસ્ય છે (૧). ઈશ્વરનું નિર્ગુણ નિર્વિકાર રૂપ જ યોગીઓ વડે સેવ્ય અર્થાત્ ધ્યેય છે. આજકાલ ઈશ્વરનું જે રૂપ પૂજાય છે તે તો ભોગીરૂપ છે. અને રાજ્ય આદિ ઐહિક સુખોના લોલુપ જનો જ આવા રૂપની ઉપાસના કરે છે(૨).” તેમના પોતાના યોગશાસ્ત્રમાં પણ તેમણે કહ્યું છે- “વીતરાગનું સ્મરણ અર્થાત્ ધ્યાન કરનારો યોગી વીતરાગતાને પામે છે અને સરાગનું ધ્યાન કરનારો યોગી નિશ્ચિતપણે સરાગતાને જ પામે છે(૩). તાત્પર્ય એ છે કે–] મનરૂપ યન્ત્રનો ચાલક આત્મા જે જે ભાવથી યુક્ત બનીને જેવા ધ્યેયનું ધ્યાન કરે છે તેવો જ અર્થાત્ તન્મય જ તે બની જાય છે. સ્ફટિક મણિનું દૃષ્ટાન્ત લો. સ્ફટિક મણિને જેવા જેવા રંગની ઉપાધિઓ મળે છે તેવો તેવો રંગ તે ધારણ કરી લે છે.(૪)” 4. एतत्सर्वं लिङ्गवेषदेवादिस्वरूपं वैशेषिकमतेऽप्यवसातव्यम् । यतो नैयायिकवैशेषिकाणां हि मिथः प्रमाणतत्त्वानां संख्याभेदे सत्यप्यन्योन्यं तत्त्वानामन्तर्भावनेऽल्पीयानेव भेदो जायते, तेनैतेषां प्रायो मततुल्यता । उभयेऽप्येते तपस्विनाऽभिधीयन्ते । ते च शैवादिभेदेन चतुर्धा भवन्ति । तदुक्तम् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy