SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવરૂપ છ સંખ્યા ઇષ્ટ નથી. બૌદ્ધોને ઇષ્ટ બે પ્રમાણો ક્યાં છે? આચાર્ય કહે છે કે તે બે પ્રમાણો પ્રત્યક્ષ અને અનુમાન છે. બે જ પ્રમાણો કેમ ? કેમ કે સમ્યક્ એટલે કે અવિપરીત અર્થાત્ વિસંવાદરહિત સાચાં જ્ઞાનો બે જ પ્રકારનાં છે, તેથી પ્રમાણ પણ બે જ પ્રકારનાં હોઈ શકે છે. ‘બધાં વાક્યો સાવધા૨ણ અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે' એ નિયમ અનુસાર પ્રમાણના બે જ પ્રકાર છે, ન તો એક કે ન તો ત્રણ. 74. अत्र केचिदाहुः - यथात्र द्विधेत्युक्ते हि द्विधैव न त्वेकधा त्रिधा वेत्येवमन्ययोगव्यवच्छेद:, तथा चैत्रो धनुर्धर इत्यादिष्वपि चैत्रस्य धनुर्धरत्वमेव स्यान्न तु शौर्यौदार्यधैर्यादयः; तदयुक्तम्; यतः सर्वं वाक्यं सावधारणमिति न्याये ऽप्याशङ्कितस्यैव व्यवच्छेदः । परार्थं हि वाक्यमभिधीयते । यदेव च परेण व्यामोहादाशङ्कितं तस्यैव व्यवच्छेदः । चैत्रो धनुर्धर इत्यादौ च चैत्रस्य धनुर्धरत्वायोग एव परैराशङ्कित इति तस्यैव व्यवच्छेदो नान्यधर्मस्य । इह चार्वाकसांख्यादय ऐकध्यमनेकधा च सम्यग्ज्ञानमाहुः, अतो नियतद्वैविध्यप्रदर्शनेनैकत्वबहुत्वे सम्यग्ज्ञानस्य प्रतिक्षिपति । 1 74. શંકા— જેમ ‘બે છે’ એનો અર્થ ‘બે જ છે પણ એક કે ત્રણ નથી’ અન્યયોગવ્યવચ્છેદથી (=અન્યના અર્થાત્ બીજાં વિશેષણોના યોગનો અર્થાત્ સંબંધનો વ્યવચ્છેદ અર્થાત્ નિષેધ, તેનાથી) થાય છે, તેમ ‘ચૈત્ર ધનુર્ધર છે’ એનો પણ અર્થ અન્યયોગવ્યવછેદથી ‘ચૈત્ર ધનુર્ધર જ છે, તેનામાં શોર્ય, ઔદાર્ય, ધૈર્ય વગેરે નથી’ એવો જ થવો જોઈએ. [અર્થાત્ અહીં એવકારનો અર્થ અન્યયોગવ્યવચ્છેદ ન કરવો જોઈએ. પણ અયોગવ્યવચ્છેદ કરવો જોઈએ. અને વિશેષણ સાથે પ્રયુક્ત એવકારનો અયોગવ્યવચ્છેદ અર્થ થાય છે. અયોગવ્યવચ્છેદનો સીધો અર્થ આ થાય છે— વિવક્ષિત વિશેષણના અયોગનો અર્થાત્ અસંબંધનો (અભાવનો) વ્યવચ્છેદ અર્થાત્ નિષેધ. આમ ‘બે જ છે’ એમ કહેવાથી દ્વિત્વસંખ્યાના અસંબંધનો અર્થાત્ અભાવનો વ્યવચ્છેદ અર્થાત્ નિષેધ કરીને દ્વિત્વસંખ્યાના સદ્ભાવનો જ નિશ્ચય કરવો ઉચિત છે પરંતુ જે રીતે તમે ‘બે જ છે’ એમાં અયોગવ્યવચ્છેદબોધક એવકારનો અર્થ ‘એક કે ત્રણ નથી’ એવો અન્યયોગવ્યવચ્છેદ માની લો છો તે યોગ્ય નથી, કેમ કે તેવી રીતે તો ‘ચૈત્ર ધનુર્ધર જ છે’ આ અયોગવ્યવચ્છેદબોધક એવકારનો પણ ‘ચૈત્રમાં ધનુર્ધરત્વ જ છે, અન્ય શૂરતા, ઔદાર્ય અને ધૈર્ય વગેરે ગુણ નથી' એવા અન્ય ગુણોના નિષેધરૂપ (અન્યયોગવ્યવચ્છેદરૂપ) અર્થ પ્રાપ્ત થાય અને આ રીતે તો શૂરતા આદિનો અભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy