SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કેનાલી નૅશનલ પાર્ક VE દેનાલી પાર્કમાં દાખલ થયા ત્યારે ઊંચા ઊંચા પાઇન વૃક્ષો અને બીજી વનજિ વગેરે ઠીક ઠીક પ્રમાણમાં હતાં. પરંતુ બસ જેમ ઉપર ચડતી ગઈ તેમ નાનાં વૃક્ષો અને ટૂંકું ઘાસ જોવાં મળ્યાં. અલાસ્કાનો આવો દેશ ટુંડ્ર - Tundra પ્રદેશ તરીકે ઓળખાય છે. ઘેટાં, કેરિબુ, મૂઝ વગેરે આવા ઘાસ પર નભે છે. તેઓ સરેરાશ એક દિવસમાં પચીસ કિલોગ્રામ જેટલું ઘાસ ખાઈ શકે છે. અમારી બસ લગભગ ચાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી. ત્યાંથી જોઈ શકાતું હતું કે નીચાણવાળા કેટલાક ભાગોમાં હજુ બરફ પૂરો ઓગળ્યો નહોતો. શ્વેત હિમના ચટાપટાવાળા પ્રદેશો નિહાળી શકાતા હતા. ત્યાં તો આકાશમાં કાળાં વાદળ ઘેરાવા લાગ્યાં. બસના અંતિમ મથકે અમે પહોંચ્યા. ડ્રાઇવરે કહ્યું, 'આપણો અહીં સુધીનો પ્રવાસ પૂરો થાય છે. અહીં સેન્ટર છે. ત્યાં તમે હરીફરી શકો છો. માઉન્ટ મૅકકિન્લીનાં શિખરો હવે વાદળાંઓને કારણે તમને નહિ દેખાય. તમને ત્રીસ મિનિટનો સમય આપવામાં આવે છે. નિયત સમયે આપણે પાછા ફરીશું.’ ડ્રાઇવરની સૂચના સાંભળી કેટલાક નિરાશ થઈ ગયા. કોઈક બોલ્યું, ‘આટલો સમય બહુ ઓછો કહેવાય.' ‘એટલો સમય પૂરતો જ છે.' ડ્રાઇવરે કહ્યું. ‘ધારો કે કોઇને મોડું થાય તો ?' ‘તો બીજી બસમાં આવી શકો છો. આ ટિકિટ એમાં ચાલશે.' કેટલાક પ્રવાસીઓમાં કચવાટની લાગણી પ્રસરી. એંસી માઈલનો પ્રવાસ ફક્ત ત્રીસ મિનિટ માટે જ કરવાનો ? એક પછી એક અમે બસમાંથી ઊતર્યા. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. કેટલાક દોડીને સેટરના મકાનમાં પહોંચી ગયા. કેટલાક ભીંજાયા. વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ. સેટર એટલે બેઠા ઘાટનું એક મકાન. એમાં ફોટા, ફિલ્મ, વિડિયો કૅસેટ, પુસ્તકો વગેરે વેચતી નાની નાની દુકાનો હતી. શૌચાલય હતાં. પરંતુ કોઈ રેસ્ટોરાં નહોતી. અમેરિકનોની ખાસિયતથી વિપરીત આ સ્થળ લાગ્યું. કેટલાક કૉફી કે અન્ય પીણાં માટે ફાંફાં મારવા લાગ્યા. પણ કશું જ મળ્યું નહિ. પર્યાવરણ જાળવવા એવું કશું રાખ્યું ન હતું. સદ્ભાગ્યે, અમે અમારી ભારતીય ટેવ મુજબ સાથે થોડું ભાથું બાંધી લીધું હતું તે અમારે અને બીજા કેટલાકને કામ લાગ્યું. અહીંથી માઉન્ટ મૅકકિન્લીનું દૃશ્ય નિહાળવાયોગ્ય ગણાય છે. પણ વાદળાં અને ધુમ્મસને કારણે એ જોવા મળ્યું નહિ. અમારામાંના કેટલાક તો પાંચ-સાત મિનિટમાં જ કંટાળી ગયા અને બસમાં જઈને બેઠા. ખાવાપીવાનું ન મળ્યું એટલે જોવામાં પણ રસ ન પડ્યો. પર્યાવરણ સાચવવા માટે અમેરિકાએ કેટલી બધી ચીવટ રાખી છે તે અહીં નજરે જોવા-અનુભવવા મળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy