SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ve પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન બાંધકામ ન કરવાનો નિર્ણય લેવાયો. એટલું જ નહિ, પાર્કનું નામ પણ બદલીને આદિવાસી નામ 'દેનાલી' રાખવામાં આવ્યું. અમારી બસ ધીમે ધીમે આગળ વધતી જતી હતી. જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ વૃક્ષોનાં કદ નાનાં જોવા મળે અને તેની સંખ્યા પણ ઓછી હોય. ચારે બાજુ ડુંગરાળ વિસ્તાર હતો. વાદળાં ઊમટી આવ્યાં હતાં. ત્યાં ડ્રાઇવરે કહ્યું, ‘બધા સાંભળો ! તમને દસ વાગ્યે બે રીંછ દેખાશે.’ ‘દસ વાગ્યે ? અત્યારે નવ વાગ્યે કેમ નહિ ?' અમારામાંથી કોઈકે પ્રશ્ન કર્યો. ડ્રાઇવરે હસીને સ્પષ્ટતા કરી, ‘દસ વાગ્યે એટલે દસ વાગ્યાની દિશામાં.’ ‘એટલે ?’ કેટલાકે પ્રશ્ન કર્યો. કેટલાક સમજી ગયા અને હર્ષથી બોલી ઊઠ્યા, ‘હા, અમને બે રીંછ દેખાય છે.' ખુલ્લામાં બીજાને કંઈ બતાવવું હોય તો ઘડિયાળની પદ્ધતિ બહુ ઉપયોગી ગણાય છે. (લશ્કરના સૈનિકોને પણ આ પદ્ધતિની તાલીમ આપવામાં આવે છે.) આપણે ઘડિયાળના કેન્દ્રસ્થાને ઊભા હોઈએ અને જે આંકડાની દિશામાં જોવાનું કહેવામાં આવે તે બાજુ કહેલા અંતરે નજર કરીએ તો તે વસ્તુ તરત નજરે પડે છે. ગૂંચવાડો ઊભો થતો નથી. સવારે નીકળ્યા પછી દસ વાગ્યાની દિશામાં પહેલી વાર અમને બે . પશુ જોવા મળ્યાં એથી બધા આનંદિત થઈ ગયા. અહીં અમને ઊતરવા દેવાની છૂટ આપવામાં ન આવી, કારણ કે રીંછ કોઈક વાર આક્રમક બની જાય છે. દેનાલી પાર્કમાં પહેલેથી કડક નિયમોને કારણે રીંછને માણસ પાસે આવવાની ખાસ ટેવ પડી નથી. રીંછ પોતાનો કુદરતી ખોરાક ખાય છે. મનુષ્યોના ખોરાકની એને ટેવ પડવા દેવામાં આવી નથી. મનુષ્ય જેવી આકૃતિ પાસેથી ખાવાનું મળી શકે છે એવી સમજણ પણ અહીં રીંછમાં આવવા દીધી નથી. રીંછ સાથેની ઝપાઝપીમાં માણસ ઘવાય છે; મૃત્યુના પ્રસંગો જવલ્લે જ બને છે. દેનાલી પાર્કમાં જેઓ તંબૂ નાખીને જુદા જુદા વિસ્તારમાં રાતવાસો રહેવા ઇચ્છતા હોય તેમને સ્વરક્ષણ માટે માહિતી અને તાલીમ આપવામાં આવે છે. અમે હવે લગભગ અડધે રસ્તે આવ્યા. ડ્રાઇવરે કહ્યું, ‘હવે રેસ્ટ રૂમ આવશે. ત્યાં તમને દસ મિનિટનો વિરામ આપવામાં આવશે. ફોટા પાડવા હોય, વિડિયો ઉતારવી હોય, પગ છૂટા કરવા હોય, ટૉઇલેટ જવું હોય તો તેને માટેનું એ વિરામસ્થાન છે.’ વિરામસ્થાન આવ્યું, પણ અમેરિકામાં અન્યત્ર હોય છે તેના કરતાં સાવ જુદું. નહિ કોઈ રેસ્ટોરાં, નહિ કોઈ દુકાન. લાકડાંના કામચલાઉ ગામઠી ટૉઇલેટ બનાવ્યાં હતાં. જેઓ સાથે કશું ખાવાનું લાવ્યા ન હતા તેઓ તો અસ્વસ્થ થઈ ગયા. વિરામ પછી બસ આગળ ચાલી. હવે ચારે બાજુ ખુલ્લું આકાશ દેખાતું હતું. ઘણે દૂર મૅકકિન્લી પર્વતનાં હિમાચ્છાદિત શિખરો વાદળાંમાં સંતાકૂકડી રમતાં હતાં. અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy