SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ S સહરાના રાણમાં ગાઈડે કહ્યું, “વાહ! બહુ જ સરસ! તમારા ઉત્સાહથી મારો ઉત્સાહ પણ વધી ગયો છે. એલેકઝાન્ડ્રિયાની ટૂર વિશે તમારે જે કંઈ પ્રશ્નો પૂછવા હોય તે નિ:સંકોચ પૂછજો. મને એ ગમશે. પહેલાં હું તમને અમારા દેશ ઈજિપ્ત વિશે કેટલીક માહિતી આપીશ.' ગાઈડે ત્યાર પછી ઈજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ, પિરામિડો, મમી, વિદેશીઓનાં આક્રમણો વગેરે વિશે રસપ્રદ માહિતી આપી. ઈજિપ્ત ભૌગોલિક દષ્ટિએ મોટો દેશ છે. પરંતુ એમાંથી આશરે ચાર-પાંચ ટકા જેટલા પ્રદેશમાં જ લોકોનો વસવાટ છે; તે પણ ઘણુંખરું નાઈલ નદીના બંને કાંઠે. ઈજિપ્તની લગભગ પંચાણું ટકા જમીન રણ છે. નાઈલના પશ્ચિમ કિનારાનું રણ તે સહરાનું રણ છે. પૂર્વ કાંઠાના રણને સાઈનાઈનું રણ કહેવામાં આવે છે. દુનિયામાં ઘણીખરી નદીઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં કે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે. પરંતુ નાઈલ નદી એક એવી છે કે જે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં વહે છે. તેનું કારણ એ છે કે ઈજિપ્તના ઉત્તર ભાગમાં આવેલો સહરાનો રણવિસ્તાર નીચાણવાળો છે. કેટલેક ઠેકાણે તો તે દરિયાની સપાટી કરતાં સો-બસો ફૂટથી વધુ નીચો છે. નાઈલ નદીમાં બારે માસ પાણી રહે છે. એથી નદીના કાંઠાવિસ્તારમાં સારી ખેતી થાય છે. ત્યાં ગામો વસેલાં છે. નાઈલ નદી ભૂમધ્ય સમુદ્રને જ્યાં મળે છે એ નદીનો મુખ-વિસ્તાર (Delta) બહુ ફળદ્રુપ હોવાથી ત્યાં ઠીક ઠીક વસ્તી છે. એલેકઝાન્ડ્રિયા બંદર એ વિસ્તારમાં આવેલું છે. કેરો શહેર છોડી અમારી બસ આગળ ચાલવા લાગી. રસ્તાની નજીક બંને બાજુએ કોઈક કોઈક મકાન દેખાતાં રહ્યાં, પણ બંને બાજુ દૂર દૂર ક્ષિતિજ સુધી માત્ર રણ હતું. ઉનાળામાં સહરાનું રણ જોતાં જ ઝંખનાના પ્રતીક તરીકે કવિ સુંદરમે કરેલા એના ઉપયોગવાળી પંક્તિઓ યાદ આવી ગઈ : તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા, પ્રખર સહરાની તરસથી. સહરાનું રણ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં, પશ્ચિમમાં રાતા સમુદ્રથી શરૂ કરી પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર સુધી તે આશરે પંચોતેર લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. આફ્રિકાના દેશો ઈજિપ્ત, સુદાન, લિબિયા, ટ્યુનિશિયા, અલ્જિરિયા, મોરોક્કો વગેરેમાં તે ફેલાયેલું છે એમ કહેવા કરતાં સહરાના રણમાં આ બધા દેશોની રાજકીય સીમા આંકવામાં આવી છે એમ કહેવું વધુ યોગ્ય છે. આફ્રિકાના પૂર્વ કાંઠાથી પશ્ચિમ કાંઠા સુધી સળંગ પાંચ હજાર કિલોમીટર જેટલું તે લાંબું છે. સહરાનું આખું રણ તે માત્ર રેતીનું રણ નથી. કેટલાક વિસ્તારોમાં તે ખડકોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy