SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કોકાકોલા, સોડા-લેમનેડના બાટલાના ઢગલા લઈને ભારતમાં આવતા જાણ્યા છે. અમુકને અમુક પ્રકારનું જ ખાવાની ટેવ, અને અમુક પ્રકારના પાણીમાં અમુક પ્રકારના જીવજંતુજીવાત હોવાનો ભય – એ પણ એમને મુબારક, ખનખનિયાં હોય તો એ પણ પાલવે. પરંતુ સામાન્ય વ્યક્તિ તો અમુક પ્રકારનો સંયમ, વિશાળ મનોવ્યાપાર, ઉદાર દૃષ્ટિ અને ઝીણવટભરી સૂઝ કેળવી પ્રવાસ કરે તો એને પોતાને લાભ, બીજાને પણ અનેક પ્રકારે ઉપયોગી થઈ, ભલભલું અનુભવનું પંચામૃત મેળવી લાવે છે. - ડૉ. રમણભાઈ શાહ, કુટુંબવત્સલ એટલે નસીબનો યોગ, એટલે એક કરતાં બે ભલા, ત્રણ ભલા, બધા એક મનના, એથી રસ્તે તકરાર તરવરાટ નહિ, શાંતિથી “રાઉન્ડ ધ વર્લ્ડ'ની ટ્રિપ નિયોજનારાઓ કરતાં સામાન્ય જ્ઞાન, ભૂગોળ-ઇતિહાસનું જ્ઞાન, જિજ્ઞાસાવૃત્તિ અને એ ઉપરાંત હાસ્ય-સાહસ વૃત્તિ વધારે, એટલે પોતે જ પોતાના પ્રવાસક્રમો ગોઠવ્યા, અને ઊપડ્યા; ક્યાંક અવનવું જોયું, તો ક્યાંક ગુજરાતીઓની વંશપરંપરીય આદત:–“આટલું લઈ જજોની, અમારાં ચાર સગાં ભારતમાં છે એને આપશો તો અમે આભારી થઈશું” – એ માલમસાલામાં ટ્રાન્ઝિસ્ટરથી માંડી સાડી, થરમૉસ, રમકડાં – જેમાં સોમાંથી નેવું દાગીના ભારતમાં મળે તેવું હસી વળગાડવાની વૃત્તિ, અને રમણભાઈમાં એટલા જ ઉમળકાથી નકારવાની મક્કમ વિનોદવૃત્તિ, વિવિધ દેશના મજૂરો, ટેક્સી ડ્રાઈવરો, ગઠિયાઓ, એરપોર્ટ-ઑફિસરો, એમાં કુમળા દિલની લલનાઓ એ બધાં ભારતમાંના કેટલાક અસંસ્કારી, ઉદ્ધત, લુચ્ચા, સ્વાર્થી, ભંભોટિયા, લોભી, ધુતારાઓ કરતાં ત્યાં જરા પણ ઊણાં ન ઊતરે એવાઓને પોતીકી સામાન્ય બુદ્ધિ-કોમનસેન્સ-ની પહોંચ સાથે, કદીક સહધર્મચારિણીની મદદથી પહોંચી વળવાની કુનેહ – એવી બધી રસિક સામગ્રીથી ભરપૂર આ ગ્રન્થ છે. અલબત્ત, સામાન્ય રીતે જે પ્રજામાં વાંચનવૃત્તિની ભારે અછત, અથવા જે વૃત્તિ બીજા મોજશોખનાં કીમતી સાધનો ખરીદવાની શક્તિ છતાં પૂરતા પ્રમાણમાં વાંચવા માટે પુસ્તકો ખરીદવાની વૃત્તિ વિકસિત નથી, ત્યાં આવા પુસ્તકની જાણકારી થતાં જ મફત મેળવીને યે વાંચશે, કિંઈક ન જાણેલું જાણશે, ક્યાંક પ્રસંગ મળે જોવા જવા ઉશ્કેરાશે એ નિઃશંક છે. ના, આ સીધીસાદી પ્રવાસકથા નથી. તેમ વ્હાઇટ નાઈલ કે બ્લ નાઈલનાં ઊગમ સ્થળો શોધવા જનારા સંશોધકની પણ કથા નથી. અમેરિકન લેખક સ્ટાઈનબેકે પોતાના નાના કૂતરા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ખૂંદેલો. એ પ્રવાસમાં જાતજાતના કિસ્સાઓ, રસભર્યા, ચાતુરીથી મહેકતા, હાસ્યછોળોથી ઊભરાતા, છતાં એ વાંચતાં એ દેશ-પ્રદેશનો સારો ખ્યાલ આવતો જાય –- એ સ્વદેશે, બીજાના લાભાર્થે. તાજેતરમાં, ગઈ સદીમાં ભારતમાં લે. કર્નલ સ્લીમેને લખેલું I XIV Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy