SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એક અનોખો પ્રવાસગ્રન્થા જૂના જમાનાની વાતોમાં ભારતનો પ્રવાસી લંકા, જાવા, સુમાત્રા ગયો, પરિયાં-પરિયાં ખાય એટલું વહાણો ભરી ધન પેદા કરી લાવ્યો; પેલી સત્યનારાયણની કથામાંના સાધુ-વાણિયાની વાતમાંયે એણે લાંબો પ્રવાસ ખેડ્યો. ધર્મદત્ત નામે એક બ્રાહ્મણે પેશાવરથી કાબુલ-ગાંધાર થઈ ઉપર બામિયામાં રહી, પેકિંગ ફરી, સાઇબિરિયાના છસો-સાતસો માઈલ લાંબા બૅકાલ સરોવર પાસે મુકામ કરી ત્યાં ગણેશની તથા સરસ્વતીની પૂજા શરૂ કરી હતી, એવું વિવેકાનંદ સ્મારક અંકમાંના લેખમાં જાણવા મળે છે. બૅકાલ તે વડવાનલનો અપભ્રંશ એમ પણ એમાંથી જાણવા મળે છે. પ્રવાસ-પ્રવાસમાં પણ ફરક હોય છે. કોઈ ધર્મ ફેલાવવા જાય, કોઈ ધન કમાવા જાય, થોડા ધન ખરચવા પણ જાય અને એમાંનો એક ભાગ પૃથ્વીના વિશાળ પટે પથરાયેલા સૌંદર્યથી ભરપૂર સ્થાનો જોવા જાય, તો બીજો ભાગ એ સ્થાનો જોવા ખરો, પણ સાથે અનુભવ અને જ્ઞાન-સંપાદન કરવા પણ જાય. એમાં પોતાને તો અદકો લાભ, પણ બીજાને પણ એ લાભમાંથી ભાગ આપવાનો સ્તુત્ય હેતુ પણ પાર પાડતો રહે. જેમ પાનાં રમવાનો એક શોખ છે, ઘોડદોડની શરતો રમવા-જોવાનો શોખ છે, એવા શબ્દોમાં પ્રવાસનો પણ શખ ધરાવનારાઓ છે. એ શખ કેળવ્યું કેળવાતો નથી. બાળપણમાં વડીલો થોડાક સારા સંસ્કારો સીંચે તો એ શંખ સારા પ્રમાણમાં ફળદાયી થઈ રહ્યાના દાખલાઓ મળે છે. એ શખમાં સાહસે, ઔદાર્ય, લોકમાનસનો અભ્યાસ અને કેટલાક કપરા સંજોગોમાં ગમ ખાઈ જવાની તેમ જ સંયમની ટેવ આવશ્યક છે. આમ અજાણતાં કેટલાકને યોગની ક્રિયાનાં લક્ષણો અનાયાસ પ્રાપ્ત થતાં રહે છે. છાશવારે મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસથી રાઉન્ડ ધ વર્લ્ડ'ની “ટ્રિપ' નિયોજનારા ટ્રાવેલ-એજન્ટો હવે તો ઠેર ઠેર ઊભરાય છે. પચાસ-સાઠનું ટોળું ઉપાડી જાય. નિશ્ચિત હોટલ, નિશ્ચિત સ્થળ, નિશ્ચિત સમય; મોટે ભાગે કન્ટ્રાકી વહીવટ; એમાં હવે વળી પોતાનો રસોઇયો, બ્રાહ્મણ કે અબ્રાહ્મણ, એની પણ વ્યવસ્થા જોવા-જાણવા મળે છે. પંડિત મદનમોહન માલવિયા, કહે છે કે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં ગયા ત્યારે ગંગાજળના તાંબડા ભરી લઈ ગયા હતા. તો બીજે પક્ષે અમારા અનુભવમાં ભારતમાં એક કરતાં વધારે પ્રવાસીઓ અમેરિકાથી XIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy