SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ માંડી વાળવું પડ્યું, કારણ કે ત્યાં થઈને જવા માટે બીજી કોઈ અનુકૂળ ફલાઇટ ન હતી. લિમાથી સીધા ઉત્તર અમેરિકામાં માયામી જવા માટેની ફલાઇટ અમે કન્ફર્મ કરાવી લીધી. બોનોઝ આઇરિસ, લાપ્લાટા વગેરે આર્જેન્ટિનાનાં શહેરોમાં કેટલાક દિવસ ફરીને અમે બોનોઝ આઇરિસ છોડ્યું. ચિલીના પાટનગર સાનતિયાગો જઈને ત્યાંથી તરત એરો પેરુની ફલાઇટમાં બપોરે ત્રણ વાગે અમે લિમાં પહોંચ્યાં. એ ફ્લાઇટ અગાઉનાં એરપોર્ટથી મોડી થવાને કારણે તેને મુસાફરો બહુ મળ્યા ન હતા. લિમાના ઍરપૉર્ટ ઉપર અમે ફક્ત સાતેક મુસાફરો ઊતરનાર હતાં. અમે ઊતર્યા. કસ્ટમ્સની વિધિમાંથી પસાર થતાં ઓછા પ્રવાસીઓને કારણે બહુ વાર નહીં લાગે, એ વાતની અમને રાહત હતી. વળી સાંજ પડતાં પહેલાં હોટેલમાં નિરાંતે પહોંચી જવાશે અને એક-બે કલાક બહાર ફરવાનો સમય મળશે એ વાતનો અમને આનંદ પણ હતો. ઘડીકમાં બધો સામાન પણ આવી પહોંચ્યો. સૌએ પોતપોતાનો સામાન ઓળખીને લઈ લીધો. અમારા સામાનમાંથી બે બૅગ આવી ગઈ, પરંતુ મારાં પત્નીની બૅગ હજુ આવી ન હતી. તપાસ કરી તો કહેવામાં આવ્યું કે વિમાનમાંથી આટલો જ સામાન ઊતર્યો છે. અમે ચિંતામાં પડ્યાં. ફરજ પરના ઍરો પેરુના ઑફિસરને ફરિયાદ કરી. વિમાન હજુ ઊભું હતું, એટલે એ જાતે વિમાનમાં તપાસ કરવા ગયો. દરમિયાન જે બીજા પાંચેક મુસાફરો ઊતર્યા હતા તે સહુ ચાલ્યા ગયા હતા અને તરત બીજી ફલાઇટ ન હતી એટલે ફરજ પરના કસ્ટમ અધિકારીઓ પણ ચાલ્યા ગયા. અમારો સામાન તપાસવા માટે ફક્ત એક અધિકારીને રોકવામાં આવ્યો. પછી તો એ પણ ઊંચોનીચો થવા લાગ્યો. “મારી ડ્યૂટી પૂરી થાય છે” એમ કહીને થોડી વારે એ પણ ચાલ્યો ગયો. ચોકીદારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનો દરવાજો બંધ કરી દીધો અને તાળું મારીને ચાલ્યો ગયો. કસ્ટમ્સ વિભાગમાં હવે માત્ર અમે બંને બેઠાં હતાં, જાણે મોટી જેલમાં અમને ન પૂરવામાં આવ્યાં હોય ! ઍરો પેરુના ઑફિસર વિમાનમાં તપાસ કરીને કેટલીક વાર આવ્યો. એણે કહ્યું, “વિમાનમાં તમારી બૅગ નથી. એથી નક્કી થાય છે કે તમારી બૅગ વિમાનમાં ચડી જ નથી.' મેં પૂછ્યું, “તો પછી અમારે શું કરવું ?' ૨૮૪ આ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy