SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આપણે ભારતમાં આ બધી વાતોથી સામાન્ય રીતે ટેવાયેલા હોઈએ છીએ, પરંતુ યુરોપ-અમેરિકાના લોકો માટે તે સૂચનાઓ અગત્યની છે. બોનોઝ આઇરિસથી સાનતિયાગો, લા પાઝ, લિમા અને ત્યાંથી બૉગોટા થઈને માયામી પહોંચવાનો અમારો કાર્યક્રમ હતો. પરંતુ બોનોઝ આઇરિસમાં રહેતા અમારા એક અમેરિકન મિત્ર મિ. મોલિનારીએ પૂછ્યું : ‘તમે બૉગોટા જવાના છો ?' ‘હા, કેમ ?” તો ત્યાં બહુ સાચવજો. ચોર શહેર છે. હું બે વખત ગયો હતો. એક વખત ટૅક્સીમાંથી મારી બૅગ ઉપડી ગઈ હતી. બીજી વખત હોટેલના રૂમમાંથી મારો કેમેરો ચોરાઈ ગયો હતો. ત્યાં ટૅક્સીવાળા પણ ચોર છે. અજાણ્યા વિદેશીઓને તેઓ ફસાવે છે.” આવી વાત સાંભળી એટલે અમારા મનમાં ફાળ પડી. લેટિન અમેરિકાના કોલમ્બિયા (Colombia) ના પાટનગર બૉગોટા અમે પહેલી જ વાર જવાનાં હતાં. અજાણ્યો દેશ હતો. ત્યાંની ભાષા અમને આવડે નહિ અને ઇંગ્લિશ ત્યાં કોઈ જાણે નહિ. એવા શહેરમાં આપણો સામાન ચોરાઈ જાય તો આપણે અચાનક મુશ્કેલીમાં મુકાઈ જઈએ. પોલીસમાં ફરિયાદ કરી શકાય, પરંતુ તેનો નિકાલ કેવો અને કેટલા દિવસે થાય તે નક્કી ન હોય અને તેટલા દિવસ આપણે ત્યાં રોકાવાનું ન હોય. સંભાળ રાખવાને તો આપણે ભારતીય લોકો સહજ રીતે ટેવાયેલા હોઈએ, પરંતુ કોઈ સ્થળે જતાં પહેલાં કોઈ આપણને ચેતવે તો આપણા મનમાં તે વિશે જાતજાતના તર્કવિતર્ક થવા લાગે. મેં મારાં પત્નીને કહ્યું, “આ બધાં શહેરોમાં બૉગોટામાં આપણે બહુ સાચવવું પડશે.” હા, પણ એ ભાઈએ કહ્યું ત્યારથી કોણ જાણે કેમ બૉગોટા જવા માટે મારું મન ઊઠી ગયું છે.” “તો પછી શું કરશે ? આપણી ટિકિટ તો બૉગોટા થઈને માયામી જવાની છે.' એરકંપનીને કહીને આપણે બૉગોટા કૅન્સલ ન કરાવી શકીએ ?' કરાવી શકીએ. મને પણ એમ જ લાગે છે.' મેં કહ્યું, “વિદેશમાં અસ્વસ્થ મનથી કોઈ શહેરમાં જવું એના કરતાં એ શહેર છોડી દેવું એ જ ઉત્તમ રસ્તો છે.” અમે તરત સીધા ઍકંપનીની ઓફિસમાં પહોંચી ગયાં અને લિમાથી બૉગોટા જવાની ફલાઈટ કેન્સલ કરાવી. એને લીધે લા પાઝ જવાનું પણ બૉગોટાનો અનુભવ - ૨૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy