SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૬ गुरुतत्त्वबिनिश्चये द्वितीयोल्लासः ] गणधारणेच्छाऽपि परिच्छन्नस्यैव युक्ता नान्यस्येत्याह कम्माण णिज्जरहा, इच्छंति गणस्स धारणं साहू । गो पूयटुं सा पुण, अपरिच्छन्नेहि कह लब्भा ? ॥७॥ 'कम्माण'त्ति । कर्मणां निर्जरार्थमिच्छन्ति गणस्य धारणं साधवो न पुनः पूजार्थ मोक्षकाकाक्षित्वात्तेषाम् । अत एव जरामरणान्निप्रदीप्तसंसारगृहप्रसुप्तभव्यप्राणिबोधकत्वेन ज्ञानादिमोक्षमार्गक्षेमप्रापकत्वेन ज्ञानादिरत्नसुपरीक्षावृद्धिकारित्वेनाविघ्नेन संसारसमुद्रपारप्रापकत्वेन गोसमगणवृत्तिसाधूनां श्वापदादिस्थानीयापराधपदजनितदुःखवारणेन ज्ञानादिगुणस्थाननयनेन च प्रतिबोधकदेशकश्रीगृहिकनिर्याभकमहागोपसदृशा आचार्यपदे स्थापनीयाः प्रतिपादिताः । 'सा च' निर्जरा चापरिच्छन्नैः कथं लभ्या? द्रव्यपरिच्छदं विना गच्छकार्यो पनहस्य, भावपरिच्छदं विना च प्रत्यर्थिनिग्रहादेरलम्भवात , अतोऽपरिच्छन्नस्य गणधारणेच्छा क्लीबस्य कामिनीरिरंसेव विडम्बनामात्रमिति भावः ।।७१।। જે પરિવારથી યુક્ત હોય તેણે જ ગ૭ધારણની ઈરછા કરવી જોઈએ, બીજાએ નહિ. તે જણાવે છે - સાધુઓ કર્મ નિર્જરા માટે ગણ ધારણ કરવા ઈચ્છે છે, નહિ કે પૂજા માટે. કારણ કે તેઓ એક મેક્ષની જ આકાંક્ષાવાળા હોય છે. આથી જ જેઓ જરા-મરણ રૂ૫ અગ્નિથી સળગી ઉઠેલા સંસાર રૂપ ઘરમાં સુતેલા ભવ્ય પ્રાણીઓને જગાડનારા હોવાથી પ્રતિબંધક સમાન છે, જ્ઞાનાદિ રૂપ મોક્ષમાર્ગમાં સુખપૂર્વક પહોંચાડનારા હેવાથી દેશક સમાન છે, જ્ઞાનાદિ રૂપ રત્નોની સુપરીક્ષાથી=સુનિરીક્ષણથી વૃદ્ધિ કરનારા હોવાથી ભંડારી સમાન છે, નિર્વિધ્રપણે સંસાર રૂપ સમુદ્રના પારને પમાડનારા હેવાથી નિર્યાપક સમાન છે, પગાયો સમાન ગરજીવતી સાધુઓને જંગલી પશુ આદિ સમાન અપરાધસ્થાનોથી થયેલાં દુઃખથી બચાવીને જ્ઞાનાદિ ગુણારૂપ સ્થાનમાં લાવનારા હોવાથી મહાપ સમાન છે તેમને આચાર્યપદે સ્થાપવાને યોગ્ય કહ્યા છે. પ્રતિબોધક–સૂતેલાને જગાડનાર. દેશક=ગામ આદિના સરળ માર્ગે સુખપૂર્વક પહોંચાડનાર. ભંડારી-રત્નાદિના ભંડારને સાચવવા નીમાયેલ પુરુષ. નિર્યાપક=વહાણું ચલાવનાર નાવિક. મહાગા=જંગલી પશુઓથી રક્ષણ કરવાપૂર્વક ગાયને સ્વસ્થાને લઈ જનાર ગાવાળ. પરિવાર રહિત સાધુ નિર્જરા કેવી રીતે મેળવી શકે ? દ્રવ્ય પરિવાર વિના ગર૭કાર્યોમાં ઉપકાર ન થઈ શકે. ભાવ પરિવાર વિના પ્રતિપક્ષીનિગ્રહ આદિ ન થઈ શકે. આથી પરિવારરહિતની ગણ ધારણ કરવાની ઈચ્છા નપુંસકની સ્ત્રી સાથે સંગ કરવાની ઇચ્છાની જેમ માત્ર વિટંબણું છે. [૭૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy