SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ऽस्येति निश्रितो न तथा अनिश्रितः स चासौ व्यवहारश्च तत्करणशीलाः। एकग्रहणे तज्जातीयग्रहणमिति न्यायादनुपश्रितव्यवहारकारिण इत्यपि द्रष्टव्यम् ॥६॥ ધર્મપ્રેમ આદિ ગુણને ભાષ્યગાથાઓથી (વ્ય. પીઠિકા ભા. ગા. ૧૪-૧૫-૧૬) કહે છે : પ્રિયધર્મા, દઢશર્મા, સંવિગ્ન, અવલ્લભીરુ, સૂત્રાર્થવેદી અને અનિશ્રિત વ્યવહારકારી સાધુઓ લોકેત્તર ભાવવ્યવહારી છે. પ્રિયધર્માત્રધર્મ પ્રત્યે પ્રેમવાળા. દઢશર્મા=બીજાથી ક્ષોભ ન પમાડી શકાય તેવા ધર્મવાળા. અહીં પ્રિયધર્મા અને ઢધર્મા એ બેના ગથી ચતુર્ભ"ગી થાય છે. તે આ પ્રમાણે – કેટલાક જી પ્રિયધર્મો હોય છે, પણ દઢધર્મા ન હોય. કેટલાક જીવે દઢધર્મા હોય છે, પણ પ્રિયવર્મા ન હોય. કેટલાક જી પ્રિયધર્મા હોય અને દઢધર્મા પણ હોય. કેટલાક જી પ્રિયધમાં ન હોય અને દુધર્મા પણ ન હોય. આ ચાર ભાંગાઓમાંથી અહી ત્રીજા ભાગમાં રહેલા સાધુઓ સમજવા. સંવિગ્ન એટલે સંસારથી અત્યંત ત્રાસી ગયેલા, તથા પૂર્વરાત્રિ આદિમાં મારે શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી ઈત્યાદિ વિચાર કરનારા. પ્રશ્ન :- આવો વિચાર કેમ કરે છે? ઉત્તર – કારણ કે અવદ્યભીરુ=પાપભીરુ છે. સૂત્રાર્થવેદી=સૂત્ર અને અર્થ એ ઉભયને જાણનારા. સૂત્રને જાણનારા અને અર્થને જાણનારા એ બેના વેગથી ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે - સૂત્રને જાણે પણ અર્થને ન જાણે. અર્થને જાણે પણ સૂત્રને ન જાણે, સૂત્ર અને અર્થ એ બંનેને જાણે. સૂત્ર અને અર્થ એ બંનેને ન જાણે, આ ચાર ભાંગામાંથી અહીં ત્રીજા ભાંગામાં રહેલા સાધુઓ જાણવા. અનિશ્રિત વ્યવહારકારી –નિશ્રા એટલે રાગ. રાગ જેમાં હોય તે નિશ્રિત. રાગવાળા વ્યવહાર તે નિશ્રિત વ્યવહાર. રાગ વિનાને વ્યવહાર તે અનિશ્રિત વ્યવહાર. રાગ વિના વ્યવહાર કરવાના સ્વભાવવાળા સાધુઓ અનિશ્રિત વ્યવહારકારી છે. પ્રશ્ન – અહીં રાગ વિના વ્યવહાર કરવાના સ્વભાવવાળા એમ કહીને રાગને અભાવ જણવ્યો, પણ દ્વેષનો અભાવ કેમ ન જણાવ્યા ? ઉત્તર :- gવળે તાતી ગ્રામુ એકનું ગ્રહણ થયું હોય તે તેની જાતિના બીજાનું પણ ગ્રહણ થઈ જાય છે એ ન્યાયથી અહી અનુપશ્રિત વ્યવહારકારી’ એમ પણ સમજી લેવું. ઉપા=ષ. અનુપશ્રિત વ્યવહારકારી એટલે દ્વેષ વિના વ્યવહાર કરવાના સ્વભાવવાળા. [૬૧] શિવમવિવિઘતાક્યું રોઝારા દ્વાર્થ વાદ पियधम्मे दढधम्मे, य पच्चओ होइ गीय संविग्गे । रागो उ होइ हिस्सा, उवस्सिओ दोससंजुत्तो ॥२॥ 'पियधम्मे'त्ति । प्रियधर्मणि दृढधर्मणि 'चः' समुच्चये भिन्नकमश्च 'गीते' गीतार्थ-सूत्रार्थतदुभयविदि संविग्ने च प्रायश्चित्तं ददति 'प्रत्ययः' विश्वासो भवति-यथायं नान्यथा प्राय Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy