SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉક્ત વિષયને જણાવે છે - અહીં દેશ, કાલ અને સંઘયણ પ્રમાણે યથાશક્તિ શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે અનુષ્ઠાન કરવું એ સમ્યક્ત્વ છે. કારણ કે આચારાંગ (અ. પ. ઉ. ૩ સૂ. ૧૫૫)માં કહ્યું છે કે “જે મૌન=સંયમાનુષ્ઠાન છે તેને જ સમ્યફ જુઓ=માન. જે સમ્યક્ત્વ છે તેને જ મોન=સંયમાનુષ્ઠાન જુઓ=માનો. આથી જે શક્તિને છુપાવ્યા વિના દેશ, કાલ અને સંઘયણ પ્રમાણે આગમમાં જેમ કહ્યું છે તેમ કરતા નથી તેનાથી બીજે કે મિથ્યાત્વી છે ? કોઈ જ નહિ. તે જ મહામિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વીઓમાં શિરમણિ છે. પ્રશ્ન – તે મિથ્યાષ્ટિ કેમ છે? ઉત્તર :- તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નહિ કરતે હોવાથી બીજાને શંક્તિ બનાવે છે. તે આ પ્રમાણે- જે પ્રવચનમાં જે કહેવામાં આવે છે તે તત્વ (સત્ય) હેય તે આ તત્વને જાણતા હોવા છતાં તેમ કરતે કેમ નથી? માટે પ્રવચનમાં કહેલું બેટું છે. એ પ્રમાણે બીજાને શંકા કરાવતે તે પરંપરાએ મિથ્યાત્વને વધારે છે. એમ થતાં પ્રવચનને વિચ્છેદ થાય. બીજ (પ્રવચનને નથી પામ્યા તે) મિથ્યાદષ્ટિએ આ પ્રમાણે પ્રવચનને મલિન બનાવીને પરંપરાએ પ્રવચનને વિચ્છેદ કરવાને સમર્થ નથી. (તેઓ પ્રવચનની આરાધનાદિ ભલે ન કરે, પણ પ્રવચનને વિચ્છેદ ન કરે.) આથી અન્ય મિથ્યાષ્ટિની અપેક્ષાએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કરનાર મહામિથ્યાષ્ટિ છે. આ પ્રમાણે પિંડનિયુક્તિ (ગા. ૧૮૬)માં કહ્યું છે. ૪ પ્રશ્ન :- શાસ્ત્રમાં કહ્યા મુજબ નહિ કરનારમાં બીજાને મિથ્યાત્વ ઉત્પન્ન કરવાના કારણે વ્યવહારથી જ મિથ્યાત્વ આવે, નહિ કે નિશ્ચયથી. ઉત્તર :- ના શાસ્ત્રમાં કહ્યા મુજબ નહિ કરવાના કારણે જ નિશ્ચયથી મિથ્યાત્વ ઘટે છે. કેમ કે (નિશ્ચયથી) એક પ્રતિજ્ઞાન ભંગ થતાં સંપૂર્ણ ચારિત્રને ભંગ થાય છે. સંપૂર્ણ ચારિત્રને ભંગ થતાં જ્ઞાન-દર્શનને પણ ભંગ થાય છે. જ્ઞાન-દર્શનનું ફલ ચારિત્ર છે. ફલ વિના હેત નકામે છે. આથી જ પિંડનિયુક્તિ માં નિછાસ વાળા વિઘાર નાસવા વિ (=નિશ્ચયનયની દૃષ્ટિએ ચારિત્રને વિઘાત થતાં જ્ઞાન-દર્શનને પણ વિઘાત થાય છે, એ ગાથાની (શ્રીમલયગિરિસૂરિ મ. આદિની) ટીકામાં આ (પ્રસ્તુત ૧૩૧મી) ગાથા સાક્ષી તરીકે મૂકવામાં આવી છે. તથા નિશ્ચયિક મિથ્યાત્વના આગમનની સાથે મિથ્યાત્વને વધારવા રૂપ વ્યાવહારિક મિથ્યાત્વને પ્રવેશ થવાથી તેનું મહામિથ્યાષ્ટિપણું ઘટે છે. આમ બધું બરાબર છે. [૧૩૧] ૪ પંચા. ૧૧ ગા. ૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy