SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કુટુંબકથા - ૭ જતો કારણ કે લીમલીમાં પહેલવહેલું એ જ પાકું પથ્થરનું મકાન બનતું હતું. ઘણું કરી આ વર્ષ વિક્રમ ૧૯૫૧ કે ૧૫રનું હોવું જોઈએ, જ્યારે હું નિશાળમાં લગભગ ભણી રહેવા આવેલો. ગામની ચોમેર ખુલ્લા મેદાનોમાં ખેતરો છે. જ્યાં ચોમાસુ અને શિયાળુ પાક થાય છે. એ ખેતરોમાં કૂવા બહુ જૂજ છે. એ જૂજ કૂવાઓમાં સારું અને મીઠું પાણી તો એથીયે જૂજ છે. આથી વાડીઓ બહુ ઓછી થાય છે. એ ખેતરો અને વાડીઓમાં હું એકલો તેમ જ બીજાઓ સાથે ચાલીને અને ઘોડા ઉપર બેસીને પણ જતો. બાજરા અને ઘઉંના ગરમાગરમ પોંક ખાવા, જારના શેરડી જેવા ગળ્યા સાંઠા ચૂસવા, ચણાના પોપટા અને ઓળા ખાવા તેમજ ઘર માટે ઘોડા ઉપર લાદી લાવવા, બહેનોના રાત્રિજગી વખતે કે અથાણાં નિમિત્તે ચીભડાં અને કોઠીબડાંનાં પોટલાં લાવવાં, દવા નિમિત્તે ચણા અને જવનો ખાર ભીના કપડા દ્વારા એકઠો કરવો – એ મોસમવાર ખેતરોમાં જવાનો પ્રધાન ઉદેશ રહેતો. જન્મવર્ષ મારો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગશર સુદ પાંચમ (ઈ. સ. તા. ૮-૧૨-૮O)ના દિને થયેલો છે. લગભગ સાતેક વર્ષ પહેલાં જન્મતારીખ જાણવાની જિજ્ઞાસા થતાં મેં મારા નાના ભાઈ ઠાકરસીને લખ્યું કે તે નિશાળની ફાઈલમાંથી તજવીજ કરી મને જણાવે. એ ભાઈને તારીખ ચોપડામાંથી મળી આવી તે જ તારીખ અહીં આપું છું. કૌટુંબિક ઘરના ક્રમ અને અંગત જીવનના અનુભવની મારા મન ઉપર જે છાપ છે તે જોતાં ઉપર સૂચવેલ જન્મવર્ષ સારું લાગે છે. વિ. સં. ૧૯૩૫ના ઉનાળામાં શીળી માતાના પરિણામે મારી આંખો ગઈ ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષથી વધારે નહિ હોવાનો મારો લાંબા વખતનો બંધાયેલો ખ્યાલ ઉપરની તારીખ મળ્યા પછી સાચો ઠરે છે. કુટુંબ અને વડવાઓ મારું કુટુંબ લીમલીમાં વસતું, પણ મૂળે તે વઢવાણ શહેરથી ત્યાં આવેલું હોવું જોઈએ. મારા પ્રપિતામહ માવજી મોનાના નામથી જાણીતા હતા. માવજી સંઘવીના અનુક્રમે ગાંગાજી, તળશી, અમરશી અને મોતી એમ ચાર પુત્રો હતા. એ ચારેની મજિયારાની માલિકીનાં મકાન અને દુકાન અનુક્રમે વઢવાણમાં વાણિયાવાડ અને કાપડબજારમાં હતાં. આ મજિયારાની સંપત્તિ મૂળે વઢવાણમાં, માવજી સંઘવીના અગર તેમના પિતા મોનજીના, વસવાટની સાક્ષી પૂરે છે. એક વાર હું પિતાજી સાથે વાણિયાવાડમાં મહેમાનગતિ ચાખવા ગયેલો ત્યારે મેં સાંભળેલું કે આ મકાન આપણું હતું અને ભાણેજોને આપેલું છે. દુકાન તો ચારે ભાઈના મજિયારાની સંપત્તિ તરીકે લાંબા વખત સુધી હતી. તેનો મારા પિતાનો ચોથો હિસ્સો તો ગયા વર્ષ લગી મારા ભત્રીજાઓના હાથમાં હતો. એની ભાડાની આવકમાંથી સ્થાનકવાસી દરિયાપરી ગચ્છાના ઉપાશ્રયે પજુસણમાં તેલાધરનાં પારણાં કે અતરવારણાં ચારે ભાઈની સ્મૃતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy