SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ લોકતંત્રનો મુખ્ય પાયો : ૧૪૩ આટલી બધી બાહ્ય સાધનસંપત્તિ ધરાવતાં છતાં અને બુદ્ધિવૈભવ તેમજ ઉચ્ચ સંસ્કૃતિનો વૈભવ ધરાવવા છતાં, દિવસે ને દિવસે નબળો પડતો ગયો અને ગુલામી મનોવૃત્તિ ધરાવતો થઈ ગયો. જો આપણે આખા ઇતિહાસકાળ દરમ્યાન દેખાતી દેશની નબળાઈ અને ગુલામી મનોવૃત્તિના મૂળ કારણની શોધ કરીશું તો એ જણાયા વિના નહિ રહે કે એકંદર ભારતની પ્રજામાં સમષ્ટિ-હિત અને કલ્યાણની સાચી સમજણ અને ભાવનાને બદલે વૈયક્તિકહિત અને સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભોગવતી રહી છે અને તેણે જ બધો સર્વનાશ નોતર્યો છે. લગભગ સો વર્ષ પહેલાં દાદાભાઈ નવરોજજીએ દૃષ્ટિ અને ભાવનાથી સ્વરાજ્યની દિશામાં હિલચાલ કરેલી અને ૧૯૦૬ની કલકત્તાની મહાસભાની બેઠકમાં છેવટના જે પરિપક્વ ઉદ્દગારો કાઢેલા તે આ હતા: એક થાઓ, ખંતથી કામ કરો અને સ્વરાજ્ય મેળવો. તેઓ કહે છે કે સ્વરાજ્ય-લોકરાજ્ય મળશે તો જ દેશનું દુઃખદળદર, ગરીબી-બેકારી, રોગ આદિ જશે. જ્યારે એ તપસ્વીએ લોકરાજ્યને લીધે દુઃખદળદર આદિ જવાની વાત કહેલી ત્યારે તેમની દૃષ્ટિમાં લોકરામ્ય વિષેની કલ્પના શી હતી અગર શી હોવી જોઈએ એ અત્યારે વિચારવું જોઈએ; કારણ કે, અત્યારે લોકરાજ્ય તો પ્રાપ્ત થયું, પણ ભલે કાંઈક જુદી જાતનાં છતાં દુઃખદળદર આદિ સંકટો વધ્યાં ન હોય તોય ઘટ્યાં તો નથી જ. એ જ અરસામાં લોકહિતવાદી ઉપનામથી લખતા એક મહારાષ્ટ્રીય બ્રાહ્મણ સરદાર કુટુંબના દૃષ્ટિસંપન્ન લેખકે બધી જાતના સુધારાઓની સ્પષ્ટ અને મક્કમ હિમાયત કરતાં સ્વદેશી વસ્તુઓને વાપરવા એટલે સુધી કહ્યું કે ભલે દેશી ચીજો મોંઘી અને ખરબચડી હોય તોય સસ્તી અને સુંવાળી પરદેશી ચીજોનો મોહ છોડી લોકોએ એ દેશી ચીજો જ વાપરવી જોઈએ, નહિ તો દેશમાંથી ગરીબી અને બેકારી નહિ જવાની અને મૂડીવાદની ચૂડમાં સાધારણ જનતા સપડાવાની. ગણેશ વાસુદેવ જોશી, જે “સાર્વજનિક કાકાને નામે જાણીતા હતા, તેમણે તો તે જમાનામાં હાથે કાંતેલા સૂતરની ખાદી પહેરીને પોતાનું સ્વરાજકાર્ય શરૂ કરેલું, એટલું જ નહિ, પણ એ જ વેશમાં ૧૮૭૭ના દિલ્હી દરબાર વખતે ત્યાં દરબારમાં જઈને પોતાની કામગીરી બજાવેલી. આ બધું એ સૂચવે છે કે સ્વરાજ્ય અને લોકરાજ્યને સ્થાપવા ઈચ્છતા તે તે પુરુષોનાં મનમાં મુખ્યપણે એક જ વાત રમતી અને તે એ કે હવે જો ભારતવ્યાપી લોકરાજ્ય સ્થાપવું અને નભાવવું હોય તો પ્રજાએ પોતાના વ્યક્તિ-હિતના વિચારો સમષ્ટિ-હિતમાં જ બદલવા જોઈએ. ત્યાર બાદ તો તિલક આવ્યા, ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ પોતાની સહજ સૂઝથી અને કર્મયોગી વૃત્તિથી પ્રજાહિતને સ્પર્શતા એકએક પ્રશ્ન વ્યાપક દૃષ્ટિએ માત્ર પ્રકાશ જ નથી ફેંક્યો, પણ તેમણે એ દિશામાં પ્રત્યક્ષ પદાર્થપાઠ પણ આપ્યો છે. એ જ તપશ્ચર્યાના મૂળમાંથી લોકતંત્રનું વૃક્ષ ઊગ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy