SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા ૭ ૧૩૩ મહારાજે મનમાં બબડતાં કહ્યું કે આ નાસ્તિક બાઈમાં તો કલિયુગની બુદ્ધિ આવેલી છે. હું ધારું છું કે એ બાઈના જેવી કલિયુગી બુદ્ધિ ધરાવનાર આજનો કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ યુવક પોતપોતાના સંપ્રદાયનાં શાસ્ત્રોને સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનાર અને તેવાં પ્રવચનો ક૨ના૨ પોતપોતાના સાંપ્રદાયિક ધર્મગુરુઓને એવો જ કાંઈક જવાબ આપશે. યુવક મુસલમાન હશે તો તે મોલવીને સંભળાવશે કે હિંદુઓને કાફર કહો છો, પણ તમે પોતે પણ કાફર કેમ નહિ ? ગુલામ હોય તે કાફ૨. તમે પોતે ગુલામ જ છો. ગુલામીમાં રાખનાર કાફર ગણાતો હોય તો રાજ્યકર્તાઓને કાફર માનો. પછી તેમની સોડમાં કાં ભરાઓ છો ? યુવક હિન્દુ હશે તો તે વ્યાસને સંભળાવશે કે મહાભારતની વીરકથા અને ગીતાનો કર્મયોગ સાચો છે તો અત્યારે જ્યાં વીરત્વ અને કર્મયોગની ખાસ જરૂ૨ છે તે પ્રજાકીય રણાંગણથી કેમ ભાગો છો ? યુવક જૈન હશે તો ‘ક્ષમા વીરસ્ય ભૂષળમ્'નો ઉપદેશ આપનાર જૈન ગુરુને કહેશે કે જો તમે વીર હો તો સાર્વજનિક કલ્યાણકારી ને છતાંય ઉશ્કેરણીના પ્રસંગોમાં જઈ ક્ષમા કેમ સાચવી શકાય એવો પદાર્થપાઠ કાં નથી આપતા ? સાત વ્યસનના ત્યાગનો સતત ઉપદેશ આપનાર તમે, જ્યાં સૌએ એવો ત્યાગ કરેલો જ છે ત્યાં જ માત્ર બેસી એવા ત્યાગની વાતો કેમ કરો છો ? પીઠાં ઉ૫૨ જ્યાં દેશમાં લાખો લોકો કરોડો દારૂડિયાઓ બરબાદ થાય છે ત્યાં, જઈ તમારો ઉપદેશ કેમ નથી વરસાવતા ? જ્યાં અનાચારજીવી સ્ત્રીઓ વસે છે, જ્યાં કતલખાનાં અને માંસવિક્રય ચાલે છે, ત્યાં જઈ કાંઈ કેમ નથી ઉજાળતા ? આ રીતે અત્યારનો કળિયુગી યુવક કોઈ પણ ગુરુના ઉપદેશને કસ્યા વિના, તર્ક કર્યા વિના સાંભળવાનો કે માનવાનો છે જ નહિ. હા, તે એક વસ્તુ માનશે અને તે એ કે ઉપદેશ જીવી બતાવતો હોય તે જ વસ્તુ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉપદેશ અને જીવન વચ્ચેના ભેદની દીવાલ તોડવાનો પ્રયત્ન રાષ્ટ્રીય મહાસાભાએ કર્યો છે અને કરી રહી છે. તેથી તમામ સંપ્રદાયો વાસ્તુ એ એક જ કાર્યક્ષેત્ર યોગ્ય છે. જૈન સમાજમાં ત્રણ વર્ગ છે : એક તદ્દન સાંકડો. તેનું માનસ એવું છે કે તેને દરેક વસ્તુ, દરેક કર્તવ્ય ને પ્રવૃત્તિ સાથે પોતાનું કે પોતાના જૈન ધર્મનું નામ હોય તો તે વસ્તુ, તે કર્તવ્ય કે તે પ્રવૃત્તિ ગમે તેટલી યોગ્ય હોવા છતાં તેને તે વર્ગ તિરસ્કારે નહિ તો છેવટે ઉવેખે તો જરૂ૨ જ. આ વર્ગ કટ્ટર તરીકે જાણીતો છે. તેના મુખિયા સાધુઓ અને ગૃહસ્થો પણ જાણીતા છે. તે કટ્ટર અને રોષીલો હોઈ તેને વિશે વધારે નિર્દેશ કરવા કરતાં મૌન સેવવું જ યોગ્ય છે. બીજો એક વર્ગ ઉદારને નામે ખપે છે. તે જાહેરમાં પોતાના નામનો કે જૈન ધર્મના નામનો બહુ આગ્રહ સેવતો હોય એવો દેખાવ નથી કરતો. વળી કેળવણીના ક્ષેત્રમાં પણ ગૃહસ્થો વાસ્તે કાંઈક કરે છે. દેશ કે પરદેશમાં સાર્વજનિક ધર્મચર્ચા કે ધર્મવિનિમયની વાતમાં રસ લઈ કાંઈક જૈન ધર્મના મહત્ત્વ વાસ્તે ચેષ્ટા કરે છે. એ વર્ગ ઉદાર ગણાતો હોઈ તેને વિશે પ્રથમ ક્ટર વર્ગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy