SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ લેવાથી ઈ પાળ્યો ગણાય, સંપ્રદાય પોષ્યો ગણાય અને છતાં સાચું તાત્ત્વિક કશું જ કરવું ન પડે. જ્યાં દેખો ત્યાં સંપ્રદાયમાં એક જ વસ્તુ નજરે પડશે અને તે એ કે પ્રાણ વિનાના કોઈ ને કોઈ ક્રિયાકાંડ, કોઈ ને કોઈ ધાર્મિક વ્યવહારને વળગી તેમાં જ ધર્મ કર્યાનો સંતોષ માનવો અને વળી વધારામાં તેને આધારે આજીવિકા પોષવી. આજનો યુવક કાંઈક જીવન જીવવા ઇચ્છે છે. એને ખોળિયા કરતાં પ્રાણની વધારે પડી છે. એને શુષ્ક વાદો કરતાં જીવતા સિદ્ધાંતો વધારે ગમે છે. એને પારલૌકિક મોક્ષની નિષ્ક્રિય વાતો કરતાં ઐહિક મોક્ષની સક્રિય વાતો વધારે આકર્ષે છે. એને સાંકડી શેરીમાં ચાલવા કે દોડવામાં રસ નથી. એને ધર્મ કરવો હોય તો ધર્મ અને કર્મ કરવું હોય તો કર્મ, પણ જે કરવું હોય તે, ખુલ્લમખુલ્લાં કરવું છે. ધર્મની પ્રતિષ્ઠાનો લાભ લઈ દંભના જાળામાં પડવાનું એ પસંદ કરતો નથી. એનું મન કોઈ એક વેષ, કોઈ એક ક્રિયાકાંડ કે કોઈ ખાસ પ્રકારના વ્યવહાર માત્રમાં ગોંધાઈ રહેવા તૈયાર નથી. તેથી જ આજનું યુવક-માનસ પોતાનું અસ્તિત્વ અને વિકાસમાત્ર સાંપ્રદાયિક ભાવનામાં પોષી શકે તેમ છે જ નહિ. તેથી જૈન હો કે જૈનેતર હો, દરેક યુવક રાષ્ટ્રીય મહાસભાના વિશાળ પ્રાંગણ તરફ હસતે ચહેરે, ફૂલતી છાતીએ, એકબીજાને ખભેખભો લગાડી જઈ રહ્યો છે. જો આ ક્ષણે સર્વ સંપ્રદાયો ચેતે તો નવા રૂપમાં પણ તેમના પોતાના સંપ્રદાયો જીવે, પોતાની નવી પેઢીનો આદર પોતા તરફ સાચવી રાખે શકે અને જેમ અત્યારનો સંકીર્ણ જૈન સંપ્રદાય ઊકળી ઊઠ્યો છે તેમ નવયુવક તરફ ખરી રીતે નવયુવકને આકર્ષનાર રાષ્ટ્રીય મહાસભા તરફ ઉપેક્ષા કે તિરસ્કારની બેવડી રીતે મોત છે એમ કોઈને લાગ્યા વિના નહિ રહે. દૃષ્ટિએ જોશો તો તેનું — નવભણતરવાળી કોઈ તરુણી એક ગોપાળમંદિરમાં કુતૂહલવશ જઈ ચડી. ગોસ્વામી દામોદરલાલજીને દર્શને જતી સેંકડો ભાવુક લલનાઓને જોઈ એ તરુણી પણ એમાં ભળી. ગોસ્વામીજી ભગતણોને એકેએક લક્ષ કરી કહેતા કે ‘માં કૃષ્ણ ભાવય आत्मानं च राधिकाम्' મને કૃષ્ણ સમજો અને પોતાને રાધિકા. બધી ભોળી. ભક્તાણીઓ તો મહારાજશ્રીનું વચન કૃષ્ણવચન સમજી એ રીતે વરતતી આવેલી, પણ પેલી નવશિક્ષિત તરુણીમાં તર્કબુદ્ધિ જાગી. એ ચૂપ રહી ન શકી, નમ્રતાથી પણ નીડરતાથી બોલી : ‘મહારાજશ્રી, તમને કૃષ્ણ માનવામાં મને જરાયે વાંધો નથી પણ હું જોવા માંગું છું કે કૃષ્ણે કંસના હાથીને ઉછાળ્યો તેમ તમે હાથી નહિ, આખલો નહિ તો એકાદ નાના ગધેડાંને ઉછાળી ફેંકી શકો છો કે નહિ ? કૃષ્ણે તો કંસના મુષ્ટિક ને ચાણ્ર એ બે મહામલ્લોને મરદી નાખેલા, તમે વધારે નહિ તો ગુજરાતના એકાદ અખાડિયા તરુણને મરદી શકો કે નહિ ? કૃષ્ણે કંસને પટકી મારેલો, તો તમે તમારા કોઈ વૈષ્ણવપંથના વિરોધી યવનને પટકી શકો છો કે નહિ ?” તર્ક જબરો હતો. પેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy