SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુંપ્રકારી પૂજા ધ્યાતા ધ્યેય ધ્યાનપદ એકે, ભાવથી શિવફળ ટેકે રે. એ૦ ૫ ડાળને ઠંડી બ્રહ્મને વળગો, જાણ ન થાયે અળગો રે એવ મૂળ ઉર્ધ્વ અધ શાખા ચારે, છંદપુરાણે વિચારે રે. એ૦ ૬ ઇંદ્રિય ડાળા વિષય પ્રવાળા, Jain Education International જાણતા પણ બાળા રે, એ અનુભવ અમૃત જ્ઞાનની ધારા, જિનશાસન જયકારા રે, એ૦ ૭ જેમ અપરમાતાએ મંત્રિત દોરો બાંધવાથી કુકડારૂપે થયેલા ચંદરાજા આ તીર્થે સૂર્યકુંડમાં સ્નાન કરવાથી પોતાના મૂળરૂપે ચંદરાજા થયા. ભાવપૂર્વક ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી શિવફળ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. ૫. ૧૨૫ હે ભવ્યાત્મા ! ડાળને-ડાળાં પાંખડાંને તજીને બ્રહ્મને-મૂળને વળગો. એ પ્રમાણે જાણકાર હોય તે મૂળને છોડતો નથી. છંદપુરાણમાં કહે છે કે- મૂળ ઉંચે અને ચાર શાખા નીચે છે, તેનો ભાવ એ છે કે- આ સંસારરૂપ વૃક્ષની ચાર ગતિરૂપ ચાર શાખાઓ છે, તેના પાંચ ઇંદ્રિયોરૂપ ડાળાં-પાંખડાં છે અને તેના વિષયો રૂપ પ્રવાળા-અંકુરાઓ છે. હકીકત પણ જાણતા છતાં પણ જે તેને છોડતા નથી તે બાળઅજ્ઞાની જ સમજવા. તેની ઉપર જો અનુભવ રૂપ અમૃતની ધારા થાય એટલે કે પ્રાણીને જો સાચો અનુભવ થાય તો જિનશાસન કે જે જયવંતુ છે, તેને સમજી શકે. ૬-૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy