SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનપરિચય – જૈન દર્શન પ૨૩ ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો, કારણ કે તે વખતે લોકોમાં તે ભાષા બોલાતી હતી. ભગવાને પંડિતોની સંસ્કૃત ભાષાને બદલે અર્ધમાગધી ભાષાનો આશ્રય લઈ એને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું, એ તે જમાનાની દષ્ટિએ ક્રાંતિકારી પગલું હતું. શ્રુતપરંપરાથી ચાલ્યા આવતા આ આગમગ્રંથોના પાઠનિર્માણનું કાર્ય ઈ.સ. પૂર્વે ૩૧૦માં પ્રથમ પાટલીપુત્ર અને ત્યારપછી મથુરામાં થયું હતું. આ આગમોને લિપિબદ્ધ કરવાનું કાર્ય ઈ.સ. ૪૫૪માં શ્રી દેવદ્ધિગણિના અધ્યક્ષપદ નીચે ૫૦૦ આચાર્યો દ્વારા વલભીપુરમાં કરવામાં આવ્યું હતું. અહીં પ્રથમ વાર શ્રી મહાવીર ભગવાનની વાણી ગ્રંથસ્થ થઈ હતી. આ પરિષદમાં સંકલિત થયેલા ગ્રંથોને શ્વેતાંબર સંપ્રદાયે માન્યતા આપી હતી. આ ૪૫ આગમગ્રંથોનું વર્ગીકરણ ચાર અનુયોગમાં કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દ્રવ્યાનુયોગમાં દ્રવ્યમીમાંસા છે, બીજા ચરણાનુયોગમાં આચારમીમાંસા છે, ત્રીજા ગણિતાનુયોગમાં ખગોળ-ભૂગોળનાં પરિમાણોનું ગણિત છે અને ચોથા કથાનુયોગમાં કથાચરિત્રોનો સંગ્રહ છે. તે ઉપરાંત ૨૪ પુરાણ છે, જેમાં આદિપુરાણ, પદ્મપુરાણ, અરિષ્ટનેમિપુરાણ અને ઉત્તરપુરાણ ઉલ્લેખનીય છે. આ આગમગ્રંથો ઉપર વિવેચન કરતાં ચૂર્ણિ, ટીકા, ભાષ્ય વગેરે ગ્રંથોની રચના પૂર્વાચાર્યોએ કરેલી છે, જેમાં પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાનો ઠીક ઠીક ઉપયોગ થયો છે. એમાં આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત ‘આવશ્યક નિર્યુક્તિ' એક મહત્ત્વનો ગ્રંથ ૧- ૧૧ અંગ – ૧) આચારાંગસૂત્ર, ૨) સૂત્રકૃતાંગ, ૩) સ્થાનાંગ, ૪) સમવાયાંગ, ૫) ભગવતી સૂત્ર, ૬) જ્ઞાતાધર્મકથા, ૭) ઉપાશકદશા, ૮) અંતકૃદશા, ૯) અનુત્તરોપ પાતિકદશા, ૧૦) પ્રશ્નવ્યાકરણ, ૧૧) વિપાકસૂત્ર ૧૨ ઉપાંગ – ૧) પપાતિક, ૨) રાજકશ્રીય, ૩) જીવાભિગમ, ૪) પ્રજ્ઞાપણા, ૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૬) સૂર્યપ્રજ્ઞપ્તિ, ૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮) નિર્યાવલિકા, ૯) કલ્પાવતંસિકા, ૧૦) પુષ્પિકા, ૧૧) પુષ્પગુલિકા, ૧૨) વૃષ્ણિદશા. (દરેક અંગનું એક ઉપાંગ છે, જ્યારે ૬) જ્ઞાતાધર્મકથાનાં બે ઉપાંગ છે - ૬) સુર્યપ્રજ્ઞપ્તિ અને ૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ. તેથી ૧૧ અંગના ઉપાંગ ૧૨ છે.) ૧૦ પ્રકીર્ણ ક – ૧) ચતુદશરણ, ૨) આતુર પ્રત્યાખ્યાન, ૩) ભક્તિપરિજ્ઞા, ૪) સંસ્કાર, ૫) તાડુલ વૈતાલિક, ૬) ચન્દ્ર વૈધ્યક, ૭) દેવેન્દ્ર સ્તવ, ૮) ગણિત વિદ્યા, ૯) મહા પ્રત્યાખ્યાન, ૧૦) વીર સ્તવ. ૬ છેદસૂત્ર – ૧) બૃહત્ કલ્પ (વેદકલ્પ), ૨) વ્યવહાર, ૩) નિશીથ, ૪) દશાસૂત્રસ્કંધ, ૫) મહાનીશીથ, ૬) પંચકલ્પ. ૪ મૂળસૂત્ર – ૧) ઉત્તરાધ્યયન, ૨) દશવૈકાલિક, ૩) આવશ્યક, ૪) પિડનિર્યુક્તિ. ૨ ચૂલિકાસૂત્ર – ૧) નંદીસૂત્ર, ૨) અનુયોગદ્વાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy