SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માઓ જિન બનીને આ ભગીરથ કાર્ય કરે છે તેમને જૈનો જિનેશ્વર અથવા તીર્થંકર કહે છે. નિશ્ચિત કાળમર્યાદામાં આવા ૨૪ તીર્થકર થાય છે. સંસાર અનાદિ-અનંત છે, એટલે ભૂતકાળમાં એવા ર૪ તીર્થકર અનંત વાર થઈ ગયા છે અને ભવિષ્યમાં અનંત વાર થશે. વર્તમાન કાળચક્રના ૨૪ તીર્થકરોમાં પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ છે. ૨૨મા તીર્થકર શ્રી નેમિનાથ છે, જે શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ છે અને ૨૪મા શ્રી મહાવીર સ્વામી છે. ૧ ભગવાન મહાવીરનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯માં ચૈત્ર સુદ ૧૩ને દિવસે તે વખતના લિચ્છવી ગણતંત્ર વૈશાલીના કુંડગામ (ક્ષત્રિયકુંડ) નામના ગામના રાજવી પરિવારમાં થયેલો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. નાનપણથી તેમનું મન વૈરાગી હોવા છતાં માતા-પિતાની આજ્ઞાને વશ થઈને તેમણે યશોદા સાથે લગ્ન કર્યું. ૩)માં વર્ષે તેમણે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછીનો તેમનો સાધનાકાળનો સાડા બાર વર્ષનો ગાળો કપરાં કષ્ટો અને તપશ્ચર્યાનો કાળ હતો. તેઓશ્રીએ સાડા બાર વર્ષ સુધી નિર્વસ્ત્ર દશામાં નિર્જન સ્થળોમાં વિચરી, ઉમ સાધનાને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુષ્યનાં અંતિમ ૩૦ વર્ષ તેઓશ્રીએ અનેક સ્થળે વિચારીને ઉપદેશાદિ દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. ઈ.સ. પૂર્વે પ૨૭માં આસો વદ અમાસના દિવસે, છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં ગાળી તેઓ નિર્વાણપદને પામ્યા. તેમનું મૂળ નામ વર્ધમાન હતું, પરંતુ યોગસાધનામાં તથા પરિષહજયમાં ઘણી જ વીરતા દાખવી હોવાથી આગળ જતાં તેઓ મહાવીર કહેવાયા. તેઓ વર્તમાન અવસર્પિણીના અંતિમ તીર્થકર છે. (૩) સાહિત્ય જૈન ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરે આપેલા ઉપદેશને તેમના ગણધરોએ દ્વાદશાંગીમાં ગૂંથી લીધો હતો. દ્વાદશાંગી એટલે બાર અંગ. આ બાર અંગોમાં લોકાલોક, પદ્રવ્ય, નવ તત્ત્વ, મુનિ તથા ગૃહસ્થના આચાર, કર્મસિદ્ધાંત અને તેને અનુરૂપ કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ૧૨ અંગોમાં ‘દૃષ્ટિવાદ' નામનું ૧૨મું અંગ લુપ્ત થઈ ગયેલ છે. શેષ ૧૧ અંગો તથા તેનાં ૧૨ ઉપાંગો, ૧૦ પ્રકીર્ણક, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર અને ૨ ચૂલિકાસૂત્ર એમ કુલ ૪૫ આગમગ્રંથો અત્યારે ૧- ભગવાન ઋષભદેવની પ્રાગૈતિહાસિક પુરુષ તરીકેની ચર્ચા ‘ઋગ્વદ' (૪-૩-૮), 'નાગપુરાણ (શ્લોક ૭), ‘શ્રીમદ્ ભાગવત' (પાંચમો સ્કંધ) આદિ વૈદિક સંસ્કૃતિના પ્રાચીનતમ ગ્રંથોમાં મળી આવે છે. યજુર્વેદમાં ભગવાન ઋષભદેવ, ભગવાન અજિતનાથ અને ભગવાન અરિષ્ટનેમિ આ ત્રણ તીર્થકરોનાં નામોનો નિર્દેશ છે. આથી એમ સિદ્ધ થાય છે કે ભારતીય ધર્મ, દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની ઐતિહાસિક પરંપરામાં બૌદ્ધ તેમજ વૈદિક ધર્મથી જૈન ધર્મ પૂર્વવર્તી પ્રાગૈતિહાસિક ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy