SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ક સંત સૂતા ભલા ભક્ત જે ભેમમાં, પીર પોઢયા જહાં ઠામ ઠામે; ડુંગરે ડુંગરે દેવની દેરીઓ, ખાંભીઓ બાંધની ગામ ગામે. દેશ-શણગાર દાતાર જગ તણી, ભવ્ય ભદ્રાવતી ભાર હરણી; ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! ક૭ ધરણી ! કરછની એવી પ્રતાપી ભૂમિ પર પથરાયેલી ભદ્રાવતીનો ઈતિહાસ આલેખનારી કલમની શોધ અ સૈકાથી ચાલી રહી હતી, એ વાત મારા લક્ષમાં છે. આજથી ૪૭ વરસ પહેલાં, સંવત ૧૮૮૬ના ફાગણ સુદી પાંચમના દિવસે, ભદ્રાવતીના વસહીના મેળામાં સોનગઢના “શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ”ના અધિષ્ઠાતા સ્વ. પૂજ્ય મુનિશ્રી કલ્યાણચન્દ્રજી મહારાજ અને કચછના આજીવન લોકસેવક શ્રી કાન્તિપ્રસાદ ચન્દ્રશંકર અંતાણી કાંગ્રેસના સભ્યો ને ધી રહ્યા હતા. હું પણ એક ઊગતા લેખક તરીકે સાહિત્યપ્રેમી મુનિ મહારાજની સેવામાં એમની સાથે હતો. એ વખતે શ્રી કલ્યાણચન્દ્રજી મહારાજે ભદ્રાવતીનો ઇતિહાસ લખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ મહાભારત કાર્ય મારી પહેચથી બહાર હોવાથી એ વાત અહીં જ અટકી ગઈ. આગળ જતાં, બિદડા સાધનાશ્રમના સંસ્થાપક અધ્યાત્મપ્રેમી સ્વ. વેલજી ઠાકરશી, કલ્યાણચન્દ્રજી સ્વામી અને ભુજપુરના પંડિત આણંદજી દેવશી શાહ વચ્ચે પણ ઘણી વાર એ જ ચર્ચા ચાલતી હતી. પરંતુ એક વખતની અસલી ભદ્રાવતી નગરીને ઇતિહાસ આલેખનારી કલમ કાઢવી ક્યાંથી, એ મોટો પ્રશ્ન હતો. એ ઇતિહાસને ઇન્સાફ આપનાર તો સૌથી પ્રથમ સંસ્કૃત શાસ્ત્રોને જાણકાર હો જોઈએ; જુના અને નવા ગ્રંથોના સંશોધનકાર્ય માટે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીને પણ જ્ઞાતા હોવો જોઈએ; કચ્છ, કચ્છી ભાષા અને કચ્છની સંસ્કૃતિ પ્રત્યે પણ આદર ધરાવનાર જોઈએ; એ સ્થાપત્યકલાને પ્રેમી જોઈએ, પુરાતન પાળીઆ પર પડેલા મુંગા અક્ષરેને ઉકેલનાર પણ હોવો જોઈએ; કચ્છમાં પડેલા જૈન શાસ્ત્રના ભંડાર ખેલાવવાવાળો–એ અનેક ગુણલંકૃત પંડિત મળી આવે ત્યારે જ આ કાર્ય હાથમાં લઈ શકાય તેમ હતું. વખત વીતતો ગયે, કલ્યાણચન્દ્રજી મહારાજ સોનગઢની સંસ્થાની સેવા કરવા ઊપડી ગયા, વેલજીભાઈ વિદાય થઈ ગયા, પણ પ્રજ્ઞાચક્ષુ પંડિત આણંદજીભાઈએ ભદ્રાવતી તીર્થધામની સુધારણને પ્રશ્ન હાથમાં લઈ લીધે અને આ પ્રશ્નના ઉકેલ માટે જ પોતાનું જીવન અર્પણ કરી દીધું. એમના જ પ્રયાસથી ભદ્રાવતીનું તીર્થધામ ભારતનાં મહાન જૈન તીર્થધામની હરોળમાં ઊભી શકે એવું અદ્યતન સુવિધાઓ ધરાવતું તીર્થધામ બની ગયું. ભારત આઝાદ થતાં કચ્છનું વિલીનીકરણ થયું, આવાગમનની સુગમતા થઈ અને જૈન સંઘ કરછની પંયતીથીનાં દર્શન માટે કચ્છ તરફ વળવા લાગ્યો. હવે સમસ્ત જૈન સમાજને ભદ્રાવતીના ઇતિહાસની ખેટ સાલવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy