SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ " ખીજું પ્રકરણ કચ્છમાં જૈનધમ અને જૈન મહાજન' એ બન્ને પ્રકરણેા સમગ્ર ગ્રન્થની ભૂમિકા અને પ્રવેશદ્વારની ગરજ સારે એવાં છે. લેખકની ભાવવાહી અને કલાત્મક છતાં ટૂંકમાં ધણું કહી દેવાની સુંદર લેખનશૈલીના એમાં આપણુને પરિચય થાય છે. વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થં નામનું ત્રીજું " પ્રકરણ અને છેલા જીર્ણોદ્વાર ' નામનું ચેાથું પ્રકરણ લેખકની સૂક્ષ્મ નિરીક્ષણુશક્તિ અને ઝીણવટભરી દ્વણુનશૈલીના અનુભવ કરાવે છે. ત્યાર પછીનાં ત્રણ પ્રકરણા તેા સમગ્ર ગ્રન્થના હારૂપ છે. ભદ્રાવતી નગરી અને ભદ્રેશ્વર તીના ઇતિહાસ અંગે તથા કાળે કાળે એમાં થયેલી ચડતી-પડતી અંગે લેખકે કેટલું ઊંડું અને વ્યાપક સંશાધન કયુ છે તેના યથાર્થ ખ્યાલ તેા (૫) ‘ ભદ્રાવતી નગરી ’, (૬) ‘તીની સ્થાપના ’ તથા (૭) આપત્તિઓ અને જીર્ણોદ્વારા ’ નામનાં એ ત્રણ પ્રકરણા (પૃ. ૭૩ થી ૧૪૪ સુધી ) ધ્યાનપૂર્વાંક વાંચીએ તે જ આવી શકે. શિલાલેખેાની ચર્ચાવાળું આઠમું પ્રકરણ પણુ લેખકની ઊંડી અધ્યયનશીલતાના ખ્યાલ આપે છે. તીના વર્તમાન વહીવટી તંત્રને લગતું નવમું પ્રકરણ અને ભદ્રેશ્વરનાં અન્ય જોવાલાયક થળાને પરિચય કરાવતું દશમું પ્રકરણ પણ ટૂંકમાં ધણી ઉપયાગી માહિતી પૂરી પાડે છે. છેલ્લે છેલ્લે, અગિયારમા પ્રકરણમાં, કચ્છની પંચતીથીના ટૂંકમાં પણ વ્યવસ્થિત પરિચય આપીને લેખકે ગ્રન્થની ઉપયેાગિતામાં સુંદર વધારા કર્યાં છે. આ અગિયારે પ્રકરણાના મૂળ લખાણની સાથે સાથે દરેક પ્રકરણમાં, પાને પાને, નીચે આપવામાં આવેલી અનેક પાદનેધો પણ મૂળ વિષયને સ્પર્શતી અનેક જાતની ઉપયાગી માહિતીએથી અને રસપ્રદ વાર્તાથી વણાયેલી છે. લેખકની વ્યાપક વિદ્વત્તાનું અને પરિશ્રમનું પ્રતિબિંબ એમાં પણ જોઈ શકાય છે. લગભગ આખાયે ગ્રન્થ પાતાં પહેલાં જ હું વાંચી ગયા છું; અને ગ્રન્થની રૂપરેખા નક્કી થઈ તે વખતે મારી જે ધારણા હતી તે કરતાં પણ વધુ સારી રીતે આખાયે ગ્રન્થ લખાયા છે એમ હુ તા એમાં જરાયે અતિશયોકિત નથી. કચ્છના કલાકારોમાં રત્ન સમા શે।ભતા, જાણીતા ખીકાર શ્રી એલ.એમ. પેામલે લીધેલી, લગભગ પાણાસે જેટલી, નાની-મેટી ખીએથી આ ગ્રન્થ વધુ સુંદર અને સમૃદ્ધ બન્યા છે. ‘ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય ' જેવી ગુજરાતની ખ્યાતનામ પ્રકાશન-સસ્થાના ઉત્સાહી સંચાલકો શ્રી કાંતિભાઈ, ઠાકેારભાઈ તથા મનુભાઈ એ આવા ઉચ્ચ કોટીના સ`શેાધન-ગ્રન્થને તૈયાર કરાવીને, સર્વાંગસુંદર રીતે એનું મુદ્રણ-પ્રકાશન કરવાનું જે આર્થિક સાહસ કર્યું" છે, તેની પાછળ પણ એમના -પ્રકાશકોના અંતરમાં પડેલી શ્રી ભદ્રેશ્વર મહાતીથ પ્રત્યેની ભક્તિભરી લાગણી અને ગ્રન્થલેખક પ્રત્યેની આદરયુક્ત મમતા જ કામ કરી ગઈ છે. જૈન સાહિત્યની શાભામાં વૃદ્ધિ કરનારું આવું સુંદર પ્રકાશન આપવા બદલ તે પણ આપણાં અભિનંદુનના અધિકારી બન્યા છે. અંતમાં, શ્રી પાર્શ્વયક્ષાધિરાજ તથા ભગવતી શ્રી પદ્માવતી દેવીથી પરિપૂજિત, પ્રગટપ્રભાવી દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુની, શ્રી ભદ્રેશ્વર તીથ મર્ડન, મંગલ મૂર્તિનું અંતરમાં ભક્તિભાવથી સ્મરણુ કરીને પ્રાથના કરુ` છું કે, જીવનની ઉત્તરાવસ્થામાં શ્રી રતિભાઈના હાથે, વિશ્વકક્ષ્માણકર શ્રી વીતરાગ પ્રભુના ધમશાસનનું ગૌરવ વધારે એવાં અનેક ગ્રન્થરત્નાનું સર્જન થાય અને એમને આત્મા સ્વ-પર કલ્યાણના માગે` સદૈવ આનંદપૂર્વક આગળ વધતા રહે, એ જ મંગલ કામના. વાંકાનેર; આવા વદિ ૧૩, વિ. સ. ૨૦૩૩ લિ. સ્વ. પત્ર ગુરુદેવ આચાય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરપાદપદ્મપરાગમલિટ્ મુનિ કીર્તિ ચન્દ્રવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy