SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭૫ સર્ગ ૯ મો] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત સંભારીને કૃષ્ણની આસપાસ ફરતી હતી. તે વખતે નેમિકુમાર નિર્વિકાર છતાં પણ ભાઈને આગ્રહથી અનેક પ્રકારે હાંસી કરતી એવી ભ્રાતૃપત્નીઓ સાથે ક્રીડા કરતા હતા. “દિયરજી! હવે ક્યાં જાઓ છે?” એમ કહી કૃષ્ણની સ્ત્રીઓ એક સાથે હાથે તાડિત કરેલા જળવડે નેમિને આએ ટન કરવા લાગી. તે વખતે જળના છાંટાને ઉડાડતી કૃષ્ણની આીઓના કરથી શ્રી નેમિપ્રભુ પલ્લવિત વૃક્ષની જેવા ભવા લાગ્યા. પછી તે સ્ત્રીઓ જળક્રીડાના મિષથી સ્પશે જણાવવાને નેમિકુમારના કંઠમાં વળગી પડી. છાતીવડે છાતી પર અથડાણી અને ભુજાવડે લપટાઈ ગઈ કઈ રમણીય છત્રની જેમ નેમિકુમારના ઉપર સહસ્ત્રપત્ર કમળ રાખીને જાણે અંતઃપુરની છત્રધારિણી હેય તેમ દેખાવા લાગી. કેઈ સ્ત્રીએ હાથીના કંઠમાં તેના બંધનની શૃંખલા નાખે તેમ નેમિકુમારના કંઠકંદલમાં કમળનાળનું આરોપણ કર્યું. કોઈ બાળાએ કાંઈક બહાનું કાઢીને નેમિનાથનું હૃદય કે જે કામદેવના અોથી અનાહત' હતું, તેની ઉપર શતપત્ર કમળવડે તાડન કર્યું. નેમિકુમારે પણ તે સર્વ બ્રાતૃપત્નીએાની સાથે કૃતપ્રતિકૃતપણે ચિરકાળ નિર્વિકાર ચિત્તે ક્રીડા કરી. પિતાના અનુજને ક્રીડા કરતા જઈ કૃષ્ણને એટલો બધે હર્ષ થશે કે જેથી તે સરેવરના જળમાં નંદીવરમાં હાથીની જેમ ચિરકાળ સુધી ઊભા રહ્યા. પછી કૃષ્ણ જળકીડાને સમાપ્ત કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા એટલે સત્યભામા તથા રકૃમિણી વિગેરે સ્ત્રીઓ પણ તીર ઉપર આવીને ઊભી રહી. નેમિકુમાર સરોવરમાંથી હંસની જેમ બહાર નીકળ્યા, અને જ્યાં રૂકુમિણી વિગેરે ઉભી હતી તે તીર ઉપર જઈને ઉભા રહ્યા. તત્કાળ રૂકમિણી વિગેરેએ ઉભા થઈ તેમને રત્નાસન આપ્યું, અને પોતાના ઉત્તરીય વસ્ત્રવડે તેમના અંગને જળ રહિત કર્યું. તે વખતે સત્યભામાં મકરી સાથે વિનયપૂર્વક બોલી–“દિયરજી! તમે હમેશાં અમારું કહેવું સહન કરે છે, તેથી હું નિર્ભય થઈને કહું છું કે “હે સુંદર ! તમે સેળ હજાર સ્ત્રીઓના ભત્ત શ્રી કૃષ્ણના ભાઈ થઈને એક કન્યા પણ કેમ પરણતા નથી? આ ત્રણ લેકમાં તમારું શરીર અપ્રતિમ રૂપલાવયથી પવિત્ર છે અને નવીન યૌવન છે, છતાં તમારી આવી સ્થિતિ કેમ છે? તમારાં માતા પિતા, તમારા ભાઈઓ અને સર્વ ભેજાઈઓ વિવાહ કરવાને માટે તમારી પ્રાર્થના કરીએ છીએ, તેથી અમારી સર્વની ઈચ્છા પૂર્ણ કરે. વંઠની જેમ પત્ની વિના એક અંગવાળા રહી તમે કેટલેક કાળ નિગમન કરશે? તેનો તમે તેિજ વિચાર કરે. હે કુમાર! શું તમે અજ્ઞ છે? વા નીરસ છે? વા નપુંસક છે? તે અમને કહે, કેમકે સ્ત્રીલેગ વિના અરયનાં પુષ્પની જેમ તમે નિષ્ફળ યૌવન ગુમાવે છે. જેમ શ્રી ત્રાષભનાથે પ્રથમ તીર્થ પ્રવર્તાવ્યું, તેમ તેઓએ સાંસારિક અવસ્થામાં વિવાહ મંગળ વિગેરે પણ પ્રથમ બતાવ્યા છે. યોગ્ય સમયે રૂચિ પ્રમાણે ખુશીથી બ્રહ્મચર્ય પાળજે, પણ ગૃહસ્થપણામાં અશુચિ સ્થાનમાં મંત્રોદ્ગારની જેમ બ્રહ્મચર્ય પાળવું ઉચિત નથી.” પછી જાંબવતી બોલી-“અરે કુમાર! તમારા વંશમાંજ ૧ નહીં હણાયેલું ૨ તે કરે તેમ સામે કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy