SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું પિતાના પૃષ્ઠ અને ઉન્નત સ્તનને સ્પર્શ કરી તેમને કેશપાસ સુંદર પુષ્પમાળાવડે ગુંથવા લાગી, કેઈ હરિવલ્લભા ઉંચી ભુજલતા કરવાવડે કરમૂળને બતાવતી સતી નેમિકુમારના મસ્તક ઉપર મુકુટ શું થવા લાગી, કેઈ હાથવડે પકડી રાખીને તેમના કર્ણમાં કામદેવના જયવજ જેવું કર્ણાભૂષણ રચવા લાગી અને કેઈ તેમની સાથે ક્રિીડામાં વિશેષ કાળક્ષેપ કરવાની ઈચ્છાથી તેમની ભુજાપર વારંવાર નવું નવું કેયૂર બાંધવા લાગી. આ પ્રમાણે તેઓએ તુને અનુસરતે શ્રી નેમિકુમારને અનેક પ્રકારને ઉપચાર કર્યો. તેજ પ્રમાણે નેમિકુમારે પણ નિર્વિકાર ચિત્ત તેમના પ્રત્યે ઉપચાર કર્યો. એવી રીતે વિચિત્ર ક્રિીડાઓથી એક અહોરાત્ર ત્યાંજ નિર્ગમન કરીને કૃષ્ણ પરિવાર સાથે પાછા દ્વારકામાં આવ્યા. રાજા સમુદ્રવિજય, બીજા દશાર્ણ અને કૃષ્ણ સર્વે નેમિનાથને પાણિગ્રહણ કરાવવામાં સર્વદા ઉત્કંઠિત રહેવા લાગ્યા. એમ ક્રીડા કરતા નેમિ અને કૃષ્ણની વસંતત્રતુ વિતી ગઈ, અને કામદેવની જેમ સૂર્યને પ્રૌઢ કરતી ગ્રીષ્મઋતુ પ્રાપ્ત થઈ, તે વખતે કૃષ્ણના પ્રતાપની જેમ બાળસૂર્ય પણ અસહ્ય થઈ પડ્યો, અને પ્રાણીઓના કર્મની જેમ રાત્રીએ પણ ઘર્મ (તા૫) શાંત થતો નહીં. તે ઋતુમાં યુવાન પુરૂષે શ્વેત કદલીની ત્વચા જેવાં કમળ અને કસ્તુરીથી ધુપિત એવાં વસ્ત્રો પહેરવા લાગ્યા, સ્ત્રીઓ કામદેવના શાસનની જેમ હાથીના કર્ણ જેવા ચળાચળ પંખાને જરાવાર પણ ન છોડવા લાગી, યુવાને વિચિત્ર પુપરસવડે દ્વિગુણ સુગંધી કરેલા ચંદનજળને પિતાની ઉપર વારંવાર છાંટવા લાગ્યા, નારીઓ હૃદય પર સર્વ બાજુ કમળનાળ રાખવાવડે મુક્તાહારથી પણ અધિક સૌભાગ્ય (શોભા) પામવા લાગી. વારંવાર બાહથી ગાઢ આલિંગન કરતા યુવાને પ્રિયાની જેમ જળદ્ર વસ્તુને છાતીપરજ રાખવા લાગ્યા. આવી ઘર્મથી ભીષ્મ એવી ગ્રીષ્મઋતુમાં કૃષ્ણ અંતઃપુર સાથે નેમિનાથને લઈને રૈવતગિરિના ઉધાનમાંહેના સરોવરે ક્રીડા કરવા માટે આવ્યા. પછી માનસરોવરમાં હંસની જેમ તે સરોવરમાં કૃષ્ણ અંતઃપુર અને નેમિનાથ સહિત જળક્રીડા કરવાને પિઠા. તેમાં કંઠસુધી મગ્ન થયેલી કૃષ્ણની સ્ત્રીઓના મુખ નવીન ઉદ્ભવી નીકળેલ કમલિનીના ખંડની ભ્રાંતિને ઉત્પન્ન કરવા લાગ્યાં. કૃષ્ણ કઈ રમણીની ઉપર જળની અંજલિ નાખી, એટલે તે ચતુરાએ ગંડૂષના જળથીજ કૃષ્ણની પર સામે આક્ષેપ કર્યો. કેટલીક જળભીરૂ વામાં કૃષ્ણને વળગી પડતી, તેથી કૃષ્ણ બરાબર પુતળીઓવાળા સ્તંભની શોભાને ધારણ કરતા હતા. જળકલેલની જેમ વારંવાર ઉછળતી મૃગાક્ષીઓ કૃષ્ણના ઉરાસ્થળમાં વેગથી અફળાતી હતી. જળના આઘાતથી તે રમણીએની દષ્ટિ તામ્રવર્ણ થઈ જતી તે જાણે પોતાના ભૂષણરૂપી અંજનના નાશથી તેઓને અધિક રોષ થયો હાયની તેવી દેખાતી હતી. કૃષ્ણ કેઈ અને તેની પ્રતિપક્ષી સપત્નીના નામથી બેલાવતા હતા, તેથી તે હાથીની સૂંઢની જેમ કમળ કૃષ્ણને પ્રહાર કરતી હતી. કેઈ બાળાને કૃષ્ણ ઘણીવાર જોતા હતા, તેથી તેની પ્રતિપક્ષી બીજી સ્ત્રી ઈર્ષ્યા ધરીને કૃષ્ણનાં નેત્ર ઉપર કમળરજ મિશ્રિત જળથી તાડન કરતી હતી. કેટલીક મૃગનેત્રા યુવતિએ ગેપ પણાની રાસલીલાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy