SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ નૈગમેલી દેવની ઘેષણ. સને ૨ એ. કારી સિંહાસન છે એ શકે પિતાના સિંહાસન ઉપર બેઠેલે છે તેનું આસન કંપયમાન થયું. આસનકંપને લીધે શક્ર કેપના આટેપથી વિસંસ્થૂલ થઈ ગયે. તેને અધર કંપવા લાગ્યા, તેથી કુરણયમાન જ્વાળાવાળો જાણે અગ્નિ હોય તે જણાવા લાગ્યું. ધૂમકેતુવાળું જાણે આકાશ હોય તેમ ચડાવેલી પ્રચંડ ભ્રકુટીથી તે ભયંકર દેખાવા લાગે, મદાવિષ્ટ હાથીની જેમ તેનું મુખ તામ્રવર્ણ થઈ ગયું અને ઉછળતા તરંગવાળા સમુદ્રની પેઠે તેનું લલાટ ત્રિવલીથી લાંછિત થઈ ગયું. આવી રીતે થઈ શકે કે પિતાનું શત્રુઘાતક વા અવલકયું. એ વખતે તેમને એ કેપ જોઈને નિગમેષી સેનાપતિ ઊઠી અંજલિ જેડી આ પ્રમાણે કહેવા લાગે –“ સ્વામી ! હું આજ્ઞાકારી હાજર છતાં આપને આવેશ કેની તરફ છે? સુર, અસુર અને મનુષ્યમાં કઈ પણ તમારી સરખે કે તમારાથી અધિક નથી. આપના આસનકંપને જે હેતુ એ થયેલ હોય તે વિચારીને આપના આ દંડધારી સેવકને જણાવે.” એવી રીતે સેનાપતિએ કહેવાથી ઇ અવધાન કરીને તત્કાળ અવધિજ્ઞાને જોયું, એટલે જૈનપ્રવચનથી ધર્મની જેમ અને દીપકથી વસ્તુની જેમ ઈ અવધિજ્ઞાનથી બીજા તીર્થકરને જન્મ જા. પછી તે ચિંતવવા લાગ્યું કે “અહે! જંબુદ્વીપના ભારતવર્ષમાં વિનીતાનગરીને વિષે જિતશત્રુ રાજાની વિજયાદેવી રાણીની કુક્ષીથી આ અવસર્પિણીમાં બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેથી આ મારા આસનને કંપ થયું છે. મને ધિક્કાર છે કે મેં આવું અવળું ચિંતવ્યું ! એશ્વર્યથી ઉન્મત્ત થયેલ જે હું તેનું તે મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ ચિંતવી પિતાનું સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છેડી દઈ ઈદ્ર ઊભું થયે. સંભ્રમ સહિત તેણે તીર્થકરની દિશા સન્મુખ જાણે પ્રસ્થાન સાધતા હોય તેમ કેટલાંએક પગલાં ભર્યા. પછી પૃથ્વી ઉપર દક્ષિણ જાનુને આરેપણ કરી, વામજાનું જરા નમાવી, હાથ અને મસ્તકથી પૃથ્વી સ્પર્શ કરી તેણે સ્વામીને નમસ્કાર કર્યો. શકસ્તવથી વંદના કરી, વેલાતટથી પાછા ફરેલા સમુદ્રની પિઠ પાછા ફરી ઈદ્ર સિંહાસન ઉપર બેઠા. પછી ગૃહસ્થ માણસ જેમ સ્વજનેને જણાવે તેમ તીર્થકરને જન્મ સર્વ દેવતાઓને જણાવવાનું અને તેમને ઉત્સવમાં બોલાવવાને જાણે મૂર્તિમાન્ હર્ષ હોય તેવા રોમાંચિત શરીરવાળા ઈદ્ર પોતાના નૈમેષી સેનાપતિને આજ્ઞા કરી. તૃષિત માણસ જેમ જળને સ્વીકાર કરે તેમ ઈદ્રના શાસનને આદર સહિત મસ્તકે ગ્રહણ કરી તે ચાલ્યા અને સુધર્મા સભારૂપી ગાયની જાણે કંઠઘંટા હો સષા નામની જનમંડળવાળી ઘંટાને ત્રણ વખત તેણે વગાડી. મથન કરાતા સમુદ્રની જેમ તે વગાડવાથી સર્વ વિશ્વના કર્ણને અતિથિ સમાન એ મહાનાદ ઉત્પન્ન થયે તેને લીધે એક ઓછી બત્રીસ લાખ ઘંટાઓ ગાયના નાદ પછી વાછડાના સ્વરની પેઠે તત્કાળ વાગી. તે સર્વ ઘંટાના ગાઢ શબ્દથી આખું સૌધર્મકલ્પ શબ્દાદ્વૈતમય થઈ ગયું. બત્રીશ લાખ વિમાનમાંહેના નિત્યપ્રમાદી એવા દેવતાઓ પણ એ નાદ સાંભળવાથી ગુફામાં સૂતેલા સિહાની જેમ પ્રબંધ પામ્યા. ઈદ્રની આજ્ઞાથી કઈ દેવે ઘોષણારૂપી નાટકની નાદીરૂપ આ સુઘાષા ઘંટા હમણુ વગાડેલી છે, માટે ઈદ્રની આજ્ઞાને પ્રકાશ કરનારી એ ઘોષણા અવશ્ય સાંભળવી જોઈએ; એવી આશાએ સર્વ દેવતાઓ પોતાના કર્ણ માંડીને રહ્યા. ઘંટા અવાજ શાંત થયે, એટલે ઈદ્રના સેનાનીએ મેટા કંઠશેષથી આ પ્રમાણે ઉદ્ઘેષણ કરી– હે સૌધર્મ સ્વર્ગવાસી દેવતાઓ! તમે સાંભળે. સ્વર્ગપતિ ઈદ્ર તમને એવી આજ્ઞા કરે છે કે–જબૂદ્વીપમાં ભરતખંડની અંદર અચાધ્યા નગરીના જિતશત્રુ રાજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy