SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ. બાવીશ પરિસનું વર્ણન. ૨૩૧ તે પણ જીવને નાશ ન કરવાના કારણથી, ક્રોધની દુષ્ટતા જાણવાથી, ક્ષમા સહિત હેવાથી અને ગુણના ઉપાર્જનથી કેઈને સામા હણતા નહેતા (વધ પરિસહ ૧૩). બીજાઓએ આપેલા પદાર્થથી નિર્વાહ કરનારા વતિએને યાચના કર્યા છતાં ન મળે તે પણ રસ ન કરવી જોઈએ એમ ધારી યાચના-દુઃખને તેઓ ગણતા નહતા અને ગૃહસ્થાશ્રમને પણ ઈચ્છતા નહેતા (યાચના પરિસહ ૧૪). તે પરને માટે અને પિતાના માટે બીજાથી અન્નાદિક મેળવતા અથવા નહીં પણું મળતું પરંતુ તેને લાભ થવાથી મદ ધરતા નહીં અને અલાભ થવાથી પિતાને કે પરેને નિંદતા નહીં (અલાભ પરિસહ ૧૫). તેઓ ગિથી ઉગ પામતા નહીં અને ચિકિત્સાને પણ ઈચ્છતા નહીં, પરંતુ શરીરથી આત્માને ભિન્ન જાણી અદીનહુદયે વેદનાને સહન કરતા હતા. (રેગ પરિસહ ૧૬). અલ્પ અને બારીક વસ્ત્રો પાથરવાને લીધે પાથરેલા સંસ્મારકમાંથી તૃણાદિકને સ્પર્શ થતા તેને તેઓ સહન કરતા હતા, પરંતુ મૃદુ સંસ્તારકને ઈચ્છતા નહોતા (તૃણુ પરિસહ ૧૭). શ્રીમઝતુના તાપથી સર્વ અંગેને મળ ભીંજાઈ જતે તે પણ તે સ્નાન કે ઉદ્વર્તનને ઈચ્છતા નહીં (મળ પરિસહ ૧૮). સામા ઊભું થવું, અર્ચન કરવું અને દાન કરવું વિગેરે સત્કાર ક્રિયાના તેઓ અભિલાષી થતા નહીં, સત્કાર ન થતે તે ખેદ પામતા નહીં અને સત્કાર થવાથી હર્ષ પામતા નહીં (સત્કાર પરિસહ ૧૯). પ્રજ્ઞાવંતની પ્રજ્ઞા જોઈ અને પિતાની અજ્ઞતા જાણ ખેદ પામતા નહીં અને પ્રજ્ઞાની ઉત્કર્ષતાને પામીને મદ પણ કરતા નહીં(પ્રજ્ઞા પરિસહ ૨૦). જ્ઞાનને લાભ અનુક્રમે થાય છે એમ જાણનારા તે મુનિ જ્ઞાનચારિત્રે યુક્ત છતાં પણ “હું અદ્યાપિ છદ્મસ્થ છું” એવા વિચારથી અજ્ઞાનપણાને પણ સહન કરતા હતા (અજ્ઞાન પરિસહ ૨૧). જિનેશ્વર, તદુક્ત શાસ્ત્ર, જીવ, ધર્મ, અધર્મ અને ભવાંતર એ પરાક્ષ છે, તે પણ એ શુદ્ધદર્શની (સમ્યકત્વી) મુનિ તેને મિથ્યા માનતા નહોતા (સમ્યક્ત્વ પરિસહ ૨૨). એવી રીતે મન વચન કાયાને વશ રાખનારા એ મુનિ સ્વયમેવ થયેલા કે પરે પ્રેરેલા શારીરિક અને માનસિક સર્વ પરિસને સહન કરતા હતા. સ્વામી એવા શ્રીમત્ અહતિના ધ્યાનમાં નિરંતર એકતાન કરી એ મુનિએ પિતાનું ચિત્ત ચૈત્યવત્ સ્થિર કર્યું. સિદ્ધ, ગુરુ, બહુશ્રત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંઘને વિષે તેઓ ભક્તિવંત હતા, તેથી તે સ્થાનકેનું તથા બીજા પણ તીર્થંકરનામકમ ઉપાર્જન કરનારા સ્થાનકે કે જેનું આરાધન મહાત્મા વિના બીજા પુરુષને દુર્લભ છે તેનું તેમણે સેવન કર્યું, અને એકાવલી, રત્નાવલી, કનકાવલી અને જ્યેષ્ઠ તથા કનિષ્ઠ સિંહનિષ્ફીડીત વિગેરે ઉત્તમ તપ તેમણે કર્યા. કર્મનિર્જરા કરવાને માટે તેમણે માપવાસથી આરંભીને અષ્ટમાપવાસ સુધીને તપ કર્યો. સમતાપરાયણ એવા એ મહાત્માએ એવી રીતે તીવ્ર તપ કરી, અંતે બે પ્રકારની સંખના તેમજ અનશન કરીને શુભ ધ્યાનમાં તત્પરપણે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં જેમ લીલામાત્રમાં સ્થાનને ત્યાગ કરે તેમ પિતાના દેહને ત્યાગ કર્યો અને ત્યાંથી વિજય નામના અનત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. તે વિમાનમાં દેવતાઓનું એક હસ્તપ્રમાણ શરીર હોય છે. ચંદ્રનાં કિરણની પેઠે ઉજજવળ વર્ણવાળા, અહંકારે વર્જિત, સુંદર આભૂષણેએ ભૂષિત અને અહમિંદ્ર એવા તે દેવતાઓ સર્વદા પ્રતીકાર રહિત થઈને સુખશય્યામાં પિસ્યા રહે છે અને શક્તિ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy