SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ વિમલવાહન રાજર્ષિનું પ્રવચન-માતાનું પરિપાલન સગ ૧ લે. પ્રાણુઓ ઉપર દયાળુ એવા તે મહાત્મા કફ, મૂત્ર અને મળ વિગેરે પદાર્થો નિજીવ પૃથ્વી ઉપર છેડતા હતા (પારિષ્ઠાપનિકાસમિતિ). કલ્પનાજાળથી મુક્ત અને સમતામાં રહેલા પોતાના મનને તે મહામુનિએ ગુણરૂપી વૃક્ષેના આરામની અંદર આરામ લેનારું કર્યું હતું (મનગુપ્તિ). ઘણું કરીને સંજ્ઞાદિકના પણ પરિવાર સહિત તેઓ મૌનપણે રહેતા હતા. કદાપિ તે અનુગ્રાહ્ય પુરુષના આગ્રહથી બોલતા હતા તે મિત ભાષણથી જ બોલતા હતા (વચનગુપ્તિ). સ્કંધને ખુજલી કરવાની ઈચ્છાવાળા મહિષ વિગેરે સ્તંભબુદ્ધિથી તેમના શરીર સાથે ઘર્ષણ કરતા હતા તથાપિ તે કાર્યોત્સર્ગને છોડતા ન હતા. શયન, આસન, નિક્ષેપ, આદાન અને સંક્રમણ (વિહાર) વિગેરે સ્થાનમાં હમેશાં તે મહામનવાળ મુનિ કાયાનું નિયમન કરતા હતા (કાયગુપ્તિ). એવી રીતે મહામુનિ ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરવામાં અને શોધન કરવામાં માતારૂપ એવી પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન-માતાને ધારણ કરતા હતા. સુધાથી આ થતા છતાં પણ શક્તિસંપન્ન થઈને એષણને ઉલ્લંઘન કર્યા સિવાય અદીન અને અવિહળ થઈ એ વિદ્વાન મુનિ સંયમયાત્રાને માટે ઉદ્યમ કરતા વિચરતા હતા (ક્ષુધાપરિસહ ૧). માર્ગમાં જતાં તૃષિત થતા તો પણ એ તત્વવેત્તા મુનિ દીનપણું આદરીને કાચા પાણીને ઈચ્છતા નહીં, પણ પ્રાસુક જળને જ ગ્રહણ કરતા હતા (તૃષાપરિસહ ૨). શીતવડે પીડા પામતા અને ત્વચા ઉપર વસ્ત્રના રક્ષણ રહિત છતાં પણ એ મહાત્મા અકયું વસ્ત્રને લેતા નહીં, તેમજ અગ્નિ પણ સળગાવતા નહીં અને તાપતા પણ નહીં (શીત પરિસહ ૩). ઉન્ડાળામાં તડકાથી તપેલા તે મુનિ ઉષ્ણતાને નિંદતા નહીં તેમજ છાયાને પણ સંભારતા નહીં. કોઈ વખત પંખાને ઉપયોગ કરતા નહીં, મજ્જન કરતા નહીં કે વિલેપન પણ કરતા નહીં (ઉષ્ણુ પરિસહ ૪). ડાંસ અને મસલા વિગેરે કરડતા તે પણ તે મહાત્મા સર્વની ભજનની લોલુપતા જાણતા, તેથી તેમના ઉપર દ્વેષ કરતા નહીં અને તેમને ઉડાડતા નહીં; તેમને નિરાશ ન કરતાં તેમની ઉપેક્ષા કરીને રહેતા હતા (હંસ પરિસહ ૫), વસ્ત્ર નથી અથવા આ વસ્ત્ર નઠારું છે એમ ઉભય રીતે તેઓ ઈચ્છતા ન હતા, પણ સમાધિથી અબાધિત થઈને લાભાલાભની વિચિત્રતાને જાણતા હતા (અચેલક પરિસહ ૬). ધર્મરૂપી આરામમાં પ્રીતિવાળા તે યતિ કદાપિ અરતિ કરતા નહીં, પણ ચાલતાં, ઉભા રહેતાં અને બેસતાં સ્વસ્થતાને જ આશ્રય કરતા હતા (આરતી પરિસહ ૭). જેમને સંગરૂપી પંક પેઈ શકાય તેવો નથી એવી મોક્ષદ્વારની અર્ગલારૂપ સ્ત્રીઓને તે ચિંતવતા પૂર્ણ નહીં, કારણ તે ફક્ત ચિંતવેલી પણ તેઓ ધર્મના નાશને માટે જ થાય છે (સ્ત્રી પરિસહ ૮). પ્રામાદિકમાં અનિયમપણે રહેનારા, તેથી સ્થાનબંધે વર્જિત એવા તે મુનિ મહારાજા બે પ્રકારના અભિગ્રહ સહિત એકલા જ વિચરતા હતા (ચર્યા પરિસહ ૯), સ્ત્રીરૂપ કંટકરહિત આસનાદિકમાં બેસનાર તેઓ ઈ અનિષ્ટ ઉપસર્ગોને નિઃસ્પૃહ અને નિર્ભય થઈ સહન કરતા હતા (નિષા પરિસહ ૧૦). એ સંસ્તાર પ્રાતઃકાળમાં ત્યાગ કરવા ગ્ય છે એમ ચિંતવી સારા નરસા સંસ્તારા. માં સુખદુઃખ અને રાગદ્વેષ ન ધારણ કરતાં શયન કરતા હતા. (શયા પરિસહ ૧૧). પિતાની ક્ષમાશ્રમણુતાને જાણનારા તે મુનિ આક્રોશ કરનાર સામે આક્રોશ ન કરતાં ઉલટા તેનો ઉપકાર માનતા હતા (આકાશ પરિસહ ૧૨). તેઓને કેાઈ વધાદિક કરતું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy