________________
આપી વધારે કામ લે, એ બને બરાબર નથી. “જેટલું કામ તેટલું દામ” એ પણ બરાબર નથી. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વધારે મહેનત કરીને વધારે કમાય તેમાં મજૂરને ફાયદો છે અને શેઠને પણ ફાયદો છે. આવા આપ-લેના કાયદા યંત્રને લાગુ પડે છે. માણસ જે યંત્ર હોય તો તેને ચલાવવામાં અમૂકજ પ્રકારનું બળ-બળતણ વ.ને હિસાબ લગાડી શકાય. પણ માણસની અંદર તો આત્મા છે એટલે માણસમાણસ વચ્ચેનો સંબંધ પૈસાના કરતાં પ્રેમને હું જોઈએ. પ્રેમ હશે એટલે વિશ્વાસ આવશે. આ વિશ્વાસ માટે તેમને કામની નિશ્ચિતતા હેવી જોઈએ. તે હશે તે છાશવારે ને છાશવારે તે પગાર-વધારાની માગણું નહીં કરે. ઘણીવાર તો તે ટુંકા પગારે પણ વધારે કામ કરવા તૈયાર થાય છે.
. એક બીજા પ્રકરણમાં રકિને બધાનો ધર્મ કે કર્તવ્ય શું છે તે બતાવ્યું છે. દા. ત. સિપાહીને ધંધે બીજાને કતલ કરવાનો નથી પણ બીજાને બચાવ કરતા-કરતા પોતે કતલ થઈ જવાનો છે. વૈદ્યનું કર્તવ્ય અનેક સંકટ સહીને, પ્રાણુના ભેગે પણ દરદીને બચાવવાનું છે. અદલ ઈન્સાફએ વકીલને ધર્મ છે અને તેણે જિદગી જતાં સુધી પણ ન્યાય કરવા જોઈએ; સાચું કહેવા જતાં જે કંઈ વેઠવું પડે; તે તેણે વેઠવું જોઈએ. પાદરીઓ માટે પ્રાણ-પ્રતિષ્ઠાના ભોગે પણ સાચી વાત કોને કહેવાને, પ્રજાને બેટે રસ્તે જતા બચાવવાનો તેમજ સાચી કેળવણી આપવાને ધર્મ છે. વેપારીનું કામ લેકેને કષ્ટ સહીને પણ જીવનની જરૂરત પૂરી પાડવાનું છે. આમ દરેકની ફરજ કપરા કાળે પ્રાણ આપવા સુધીની છે. જે કપરા કાળે પ્રાણ પણ ન કરી શકે તે જીવવું શું છે એ જાણતું નથી. નાવ ડૂબે ત્યારે કપ્તાનનું કામ પ્રાણના ભોગે બધાને બચાવવાનું છે. ખલાસી સાથે દીકરા જેમ વર્તવાનું છે. તેજ જીવનની સાચી કળા છે–જ્યાં શેઠ નોકરને દીકરા જેમ રાખતા હોય.
રશ્કિને ત્રીજા પ્રકરણમાં પસાની નસો બતાવતાં કહ્યું છે કે નીતિઅનીતિ વિચાર કર્યા વગર પૈસા ભેગા કરવાના ધારા ઘડવા એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com