SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ એક અપરાધીને સજા આપી રહ્યો છું.” પ્લેટોએ કહ્યું. “કયા અપરાધીને!” આગંતુકે પૂછયું. મારા ક્રોધને ” પ્લેટેએ શાંતિથી કહ્યું: “ કારણ કે ક્રોધાવેશમાં સાચે ન્યાય કે દંડ કરી શકાતો નથી !” પ્લેટોના જીવનમાં સંસ્કૃતિ ખીલી હતી. તેણે એને પ્રચાર કર્યો અને સુકારાતનો સંદેશ લેક-વ્યાપી બનાવ્યા. તેઓ રોજ પ્રાર્થના કરતા અને પ્રભુને ધન્યવાદ આપતા; કારણ કે તેઓ માનતા હતા કે – (૧) ઈશ્વરે મને મનુષ્યજન્મ આપીને વિશ્વષ્ટિએ વિચારવાની શકિત આપી છે, (૨) તેણે મને ગ્રીસ જેવા દેશમાં પેદા કર્યો છે, અને (૩) મહાન સુકરાતના કાળમાં જીવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.” એરિસ્ટોટલ (અરડુ) એ જ કાળમાં ત્યારબાદ એરિસ્ટોટલ નામને મહાન ચિંતક થઈ ગયે. એના વિષે વિશેષ વાતો મળતી નથી. તે ગ્રીકવાસી હતે. તે મહાન સિકંદરને શિક્ષક છે. તેને સુકરાત અને ડેટા એટલે કદાચ અધ્યાત્મ-વિધામાં રસ ન હોય એ બનવાજોગ છે; પણ મહાન સિકંદરને પાડવામાં તેને મુખ્ય ફાળો હતો. તે પ્રકૃતિ–પ્રેમી હતો અને તેને આદિ વૈજ્ઞાનિક કહી શકાય. લિયો ટેક્સ્ટય આ પછી સાંસ્કૃતિક ક્ષેત્રમાં, યુરોપમાં લિયો ટોલ્સ્ટોયનું નામ મુખ્યત્વે આવે છે. તેઓ ઓગણીસમી સદીમાં રશિયાના યાસયાના ગામ ખાતે થયા. તેમને કાળ ઈ. સ. ૧૮૨૮ થી ૧૯૧૦ છે. ટોલસ્ટોયને જન્મ પસાદાર રાજકુટુંબમાં થયો હતો. હાયના નાના પ્રિન્સ નિકેલસ હતા. તેમના પિતા હતા નિકોલસ ટોસ્ટોય. બને લડવૈયા હતા અને લશ્કરી દળના વડા હતા. ટોલ્સ્ટોય પણ લશ્કરમાં જોડાયા. તેમના પિતાની જેમ તેમણે પણ ઉપરના અધિકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy