SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ નથી!” પેલાએ કહ્યું. “ના, એવું નથી ! આ વખતે પણ અલ્લાહ તારું રક્ષણ કરી રહ્યા છે !” મુહંમદ સાહેબે આમ કહીને તે વિરોધીને નમાવી લીધે. એક એ જ આકરી કસોટીને એક બીજો દાખલે છે. એક હારેલા કબીલાના લેકે મુહંમદ સાહેબ સાથે સંધિ કરવા આવ્યા. મુહંમદ સાહેબે તેમને કહ્યું: “મુસલમાને શાંતિને પૈગામ દેવા માટે જ આવ્યા છે. એટલે સંધિ કરવા માટે અમને જરાયે વાંધો નથી !” કબીલાવાળા સરદારે કહ્યું: “પણ તે કાયમી રહે તે માટે એક શરત છે કે આપ મારી કન્યા સાથે લગ્ન કરો !” મુહંમદ સાહેબે કહ્યું : “મારી લગ્ન કરવાની ઇચ્છા નથી. પણ, આપ અતિ આગ્રહ રાખે છે તો અમારામાંનો એક સરદાર લગ્ન કરશે !” પણ, સરદારોમાંથી કોઈ રાજી ન થયું. કારણ કે તે કન્યા સુંદર ન હતી. બધા સરદારે કોઈ ને કોઈ બહાનું દઈને છટકી ગયા, મુહંમદ સાહેબ માટે મુંઝવણ થઈ પડી. તેમણે વિરોધી સરદારને કહ્યું: ભાઈ ! માઠું ન લગાડશે. લગ્ન ન થયાં તો શું. આપણી વચ્ચે શાંતિની સુલેહ થઈ છે તે પાકી રહેશે !” તેણે કહ્યું; “હજરત! જ્યારે તમે અમારી કન્યાનો સ્વીકાર કરી શકતા નથી તો પછી સંધિ કેવી અને બિરાદરી કેવી ! હવે જે લેહી રેડાશે તે માટે તમે બધા જવાબદાર ગણશો !” કેઈકે કહ્યું: “હજરત! તમે જ લગ્ન કરી લો ને !” પછી અંદર અંદર ગુસપુસ થવા લાગી કે “હાથીના દાંત દેખાડવાના જ છે અને ચાવવાના જુદા છે!” મુહંમદ સાહેબ બધી સમસ્યા સમજી ગયા. વિરેાધી દળવાળો ઊઠવા લાગ્યા એટલે મુહંમદ સાહેબે કહ્યું : “ તમારી શર્ત મંજર છે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy