SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ મેવાડના અણમોલ જવાહર યાને આત્મણલીલાન કિશનલાલજી ચતુર, રેવન્યુ કમીશ્નર શેઠ મોતીલાલજી વોરા. તેમજ બીજા ઘણા ગૃહસ્થાએ આ કામ ઉપાડવામાં સહાનુભૂતિ જણાવી. ગુરૂદેવે જેનપુરી રાજનગરમાં, મેવાડમાં કેવી પરિસ્થિતિ છે. તેની હકીકત, શેઠ. ભગુભાઈ ચુનીલાલ સુતરીયાને જણાવી, તેમજ શેઠ મોહનલાલભાઈને જણાવી. આ સિવાય આનંદજી કલ્યાણજીની પેઢીને જણાવી. તે સમાચાર અમદાવાદમાં આવતાંની એ જ ગુરૂદેવનું વચન પ્રમાણ કરી, રાજનગરના તેમજ બીજા ઘણા ગામના ગૃહસ્થોએ મેવાડની હકીકતને બરાબર લક્ષમાં લીધી. અને ગુરૂદેવના આશીર્વાદથી તે કામ શેઠ: ભગુભાઈ ચુનીલાલ, શેઠ. ત્રીકમલાલ મગનલાલ, તથા શેઠ. લાગીલાલ મગનલાલ, તેમજ તેમના કુટુંબી ભાઈ જમનાદાસભાઈ, તથા બુધાલાલભાઈ સુતરીયા. તેમજ શેઠ. મોહનલાલભાઈ (કસ્તુરચંદ સાકરચંદલાલ) તેમજ મુબઈ વાળા, રાધનપુર વાળા ગૃહસ્થોએ પણ સુંદર સહકાર આપી છે. ભગુભાઈની દેખરેખ નીચે કામની શરૂઆત કરી. લાખો રૂપીયાની સખાવત કરી. સ્થાનકવાસી સંપ્રદાય, તેરાપંથી સંપ્રદાય, આર્ય સમાજીષ્ટ, ક્રિશ્ચિયન વિગેરે તમાથ ધર્મના ઉપદેશકને એટલો બધો પ્રચાર વધી ગયો હતો કે, જે મેવાડમાં એક વખત પચાસ હજાર જેની વસ્તી હતી, તે મેવાડમાં આજે ગણ્યા ગાંઠયા ચારથી પાંચ હજાર જનો આખા મેવાડમાં હશે. આવી પરિસ્થિતિના કારણથી આખા મેવાડમાં પાંત્રીસ જેન મંદિરની પરિસ્થિતિ લગભગ એકજ સરખી જોવામાં આવી. તે વસ્તુને વિચાર ગુરૂદેવે કર્યો. અને ગામડે ગામડે અને ગામો ગામ જૈન ધર્મનું જ્ઞાન મળે તેના માટે કેટલીક પાઠશાળાઓ બાળક બાળકોને માટે સ્થાપના કરી. આજે કહેતાં આનંદ થાય છે. કે તેનું પરિણામ થોડું ઘણું પણ સારૂ આવ્યું છે. અને જેન સમાજ પણ આજે મેવાડના માટે પોતાનાથી બનતું કરવું તે પોતાની ફરજ સમજે છે. - તેના પરિણામે ચિત્તોડનાં કેટલાંક મંદિરનો જીર્ણોદ્ધાર થશે. અને પ્રતિષ્ઠા પણ થઈ, પરંતુ દીલગીરી એટલી જ થઈ કે, પ્રતિષ્ઠાના મુતા પહેલાં જ ગુરૂવિના હદયની જે ભાવના હતી, તે ભાવના પૂરી થઈ શકી નહિ. જ્યારે ગુરૂદેવે પ્રતિષ્ઠા કરાવવા સારૂ વિહાર કર્યો. રસ્તામાં જ ગુરૂદેવને માંદગી આવી. અને એકલીંગજીના પવિત્ર ધામમાં જ ગુરૂદેવ સ્વર્ગવાસી થયા આ વખતે જૈન સમાજના હૃદયને પારાવાર આઘાત થયો. અંતિમ સમયે પણ ગુરૂદેવની એક જ ભાવના હતી કે મારા ચિત્તોડને જીર્ણોદ્ધાર-અને પ્રતિષ્ઠા. આખરે પ્રતિષ્ઠા થઈ તે વખતે તેમાં શેઠ ભગુબાઈ ચુનીલાલ, શેઠ. ત્રીકમભાઈ, શેઠ ગીલાલભાઈ તેમજ બીજા ઘણા ગૃહસ્થ, વિગેરે હજાર માણસોની હાજરી હતી અને ગુરૂદેવના શુભ આશીર્વાદ વડે શાશનની શોભામાં વધારે થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy