SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન નાની એતિહાસિક નોંધ (બદાઉનિ ૨. ૨૯૨ ) અકબરે ઘણે અંશે કીધેલો અહિંસાનો સ્વીકાર તે સંબંધી તેનાં ફરમાનેએ હીરવિજયસૂરિ અને તેમના શિષે આદિ વેતામ્બર જૈનેના પ્રયાસને આભારી છે. દિગમ્બર જૈન પંડિત એક પણ અકબરને મળેલ નથી. તેથી અબુલ ફઝલે જે જૈન ધર્મ સબંધી લખ્યું છે તે શ્વેતામ્બરાના પરિચયથી લખ્યું છે. ને દિગમ્બર વિલક્ષણ તાઓનું વર્ણન અંધકારમાં રહીને જ્ઞાનવગર લખેલ છે. એમ પિતે જ જણાવે છે. ( આઈને અકબરી જેરેટને અનુવાદ વોલ્યુમ ૩ પૃ ૨૧૦. ) (૨૬) કેટલાક હિંદુ રાજાઓ અકબરના બળને સાંભળી પિતાના રાજ્યને બચા વવા સ્વપુત્રીના સમુદાયને ઘણી વિનંતિ કરી આપે છે. કેટલાક શશિકાંતાદિકજવાહિર મૂકીને તેના પગે પડે છે. અને કેટલાક તેના અનુયાયી થાય છે. પરંતુ આ સર્વે અકબરના સેવકો છે. (એક મેદપાટને પતિ સમસ્ત હિંદુના કળશરૂ૫ પ્રતાપસિંહ અણનમ છે. ) (૨૭) મહારાણા પ્રતાપસિંહે ઉદયપુરના ઈતિહાસમાં અકબર બાદશાહને સિસો દિયા વંશની પુત્રી કે તેના પુત્રાદિકને નહિ આપી અણનમ રહી લડાઈ લડીને ગિરિવાસ સેવીને પોતાને ઉજજવલ પ્રતાપ બતાવતું ગૌરવશાળી સ્થાન અવિચળ રાખ્યું છે. તેને પ્રધાનમંત્રી પ્રસિદ્ધ ભામાશાહ જૈન ઓસવાલ હતું. તેણે રાણાના સુખદુ:ખમાં ભારે આત્મભોગ સાથે સાથ આપ્યા હતા. રાણાના સ્વર્ગવાસ પછી ગાદી પર આવેલ રાણા અમરસિંહના પહેલાં ત્રણ વર્ષ સુધી પ્રધાનપદે રહી સં. ૧૬૫૬માં ભામાશાહનો સ્વર્ગવાસ થયો. ત્યાર પછી તેના પુત્ર જીવાશાહને પ્રધાનપદ મળતાં તેણે પિતાના પિતાની લખેલી વહી અનુસાર જુદે જુદે સ્થળેથી ખજાનો કાઢી રાજ્યનું ખર્ચ ચલાવ્યા કર્યું. જહાંગીર બાદશાહ સાથે સુલેહ થતાં કુંવર કર્ણસિંહ બાદશાહ પાસે અજમેર ગયો ત્યારે રાજભક્ત પ્રધાન જવા. શાહ તેની સાથે હતો. તેને દેહાંન્ત થતાં મહારાણા કર્ણસિંહે તેના પુત્ર અક્ષયરાજને મંત્રી તરીકે નીમ્યા. આ પ્રકારે ત્રણ પેઢી સુધી સ્વામીભક્ત ભામાશાહના કુટુંબમાં પ્રધાનપદ રહ્યું,૯ (એઝાજીકૃત રા. ઈતિહાસ તીસરાખંડ પૃ. ૭૮૭ ). (૧૦) આ કુંટુબના સર્વ પુરુષ રાજ્ય શુભચિંતક રહ્યા. ભામાશાહની હવેલી ચિત્તોડમાં તોપખાનાના મકાનની સામેની કવાયતના મેદાનના પશ્ચિમ કિનારાની મધ્યમાં હતી. કે જેને મહારાણા સજનસિંહે કવાયતનું મેદાન તૈયાર કરાવતાં તોડાવી નાખી, ભામાશાહનું નામ મેવાડમાં એટલું બધું પ્રસિદ્ધ છે કે જેવું ગુજરાતમાં વરતુપાલ તેજપાલનું છે. તેના વંશમાં હાલમાં કોઈ પ્રસિદ્ધ પુરૂષ નથી રહ્યો, તે પણ તેના મુખ્ય વધરની એ પ્રતિષ્ટા ચાલી આવી હતી કે જ્યારે મહાજનમાં સમસ્ત જાતિ સમુદાયનું ભોજન વગેરે થતું. ત્યારે પહેલાં પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy