SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ = મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાને ઘણા ધર્મના પ્રતિનિધિઓ ચર્ચા ચલાવતા. “સુફી, દાર્શનિકે વકતાઓ, કાયદાશાસ્ત્રી સુની, શીઆ, બ્રાહ્મણ, જતી સિરા, ચાવક, (નાસ્તિકા), નાઝરેન (ખ્રિસ્તીઓ), જળુ, શાતુ (શત્રન) રોસ્ટ્રીઅન (પારસીઓ) અને બીજાએ અતિ ઉમદા આનંદ મેળવતા. ”( અબુલફજલ આઈને અકબરી પુ. ૩ પ્રકરણ ૪૫ પૃ. ૩૬૫ બીવરેજને અનુવાદ). આમાં જણાવેલ જતી અને સિરા (શ્રમ) એ *વેતામ્બર જૈન સંબંધે અચૂક વપરાયા છે. જ્યારે તેને અર્થ બધાએ “બૌદ્ધો' કરેલ છે તે તદન ખોટું છે કદિ પણ બૌદ્ધોએ આવી ચર્ચા કરી નથી, બૌદ્ધ પંડિત હિંદમાં તે સમયે હતા જ નહિ, (વિનેંટ સ્થિથ). (૨૦) અકબરને ધર્મ Eclectic હતા. કારણ કે તે સત્યને સહદય શેાધક હતે. જ્યાંથી મળે ત્યાંથી તે સત્ય સ્વીકારતે. જૈન ધર્મમાંથી તેણે પ્રાણીઓના વધનો ત્યાગ જીવતાં પ્રાણીઓ પ્રત્યે દયા. માંસાહારથી અમુક અંશે અલગ રહેવું, પુનર્જન્મની માન્યતા અને કર્મનો સિદ્ધાંત-એ વસ્તુઓ સ્વીકારી અને તે જૈન ધર્મ પર તેનાં તીર્થોને તેના અનુયાયીઓને સેંપીને તથા તેના વિદ્વાન પંડિતેને માન આપી કૃપા બતાવી. ( જે. સા. ઈ પૃ. ૫૭) (૨૧) આઈને અકબરી (પુ. ૧ પૃ પ૩૮ અને ૫૪૭) માં આપેલ અકબરના દરબારના વિદ્વાની ટીપ પર દ્રષ્ટિ ફેંકતાં આપણને ત્રણ નામો-હરિજીપુર, બિજઈ સેનસુર અને ભાનચંદ મળી આવે છે. આ ત્રણ નામો આપણે તુરત જ ઓળખીને કહી શકીએ કે તે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનુચંદ્ર ઉપાધ્યાયનાં નામો અકબરના દરબારના વિદ્વાને પાંચ વર્ગમાં વિભક્ત કર્યા હતા (કે જે બધાની સંખ્યા ૧૪૦ ની હતી). “સમ્રાટ કે જે પિતે ભૌતિક અને અધિભૌતિક જગતને નાયક અને બહારની (૧) માંસાહાર-પહેલાં અકબર કરતે, પણ ધીમે ધીમે તેણે તજી દીધું હતું ને વનસ્પતિ આહાર કરતો. તેણે જણાવ્યું છે કે “(૧) મનુષ્ય પોતાના ઉદરમાં પશુઓની કબર કરે અર્થાત પશઓને માર ખાય તે ઉચિત નથી. (૨) મારા જીવનના પ્રારંભમાં જ્યારે મારે માટે કદિ માંસ બનતું ત્યારે મને સારું લાગતું. તેમાં મને કંઈ સ્વાદ ન આવે, અને તેથી મેં તે ખાવાની પરવા ઘણી ઓછી કરી હતી. અને માલમ પડ્યું કે જીવહિંસાને રોકવી પાણી જરૂરી છે. અને તેથી મેં માંસ ખાવું છેડી દીધું (૩) લેકે દર વર્ષે મારા રાજ્યાભિષેકના દિને માંસ ખાવું ન ઘટે (૩) કસાઈ, મચ્છીમાર અને એવા ધંધાવાળા–મારી માંસ વેચનારાને અલગ મહોલા રાખવા કે બીજા સાથે ભેળભેળા ન કરે. કરે તો સજા કરવી. (આઈને અકબરી. ૩, ૫. પૃ ૩૩૦-૪૦૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy