SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૩૬ મેવાડના અણુમાલ જવાહર યાને આત્મબલિદાન ત્યાં માછલાંને તે વધ બંધ કર્યો હવેથી કદિપણ શિકાર નહિ કરું એવી શાહે પ્રતિજ્ઞા લીધી. ૧૧સર્વ પશુ પ્રાણી મારા રાજ્યમાં મારી સમાન સુખપૂર્વક રહે એવું કરીશ એમ જણાવ્યું નવરોજ નામના પર્વને દિને “અમારિ” નું પ્રદાન કર્યું. તે અવસરે હીરવિજયસૂરિને “જગગુરૂ એ નામનું બિરૂદ આપ્યું (સં. ૧૬૪૦) આ વખતે બંદીવાનેને છી મૂક્યા સૂરિસચિવ ધનવિજયને સાથે લઈ જઈ ડામરતળાવે જઈ ત્યાંનાં પાંજરામાં પૂરેલાં પક્ષિઓને મુક્ત કર્યો. (આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જૈનવિહારને વેચ્છ-કરથી મુક્ત કરાવ્યા અને વાજાં અગાઉ બંધ થયાં હતાં તે વગાડવા ચાલુ કરાવ્યાં). જૈન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૫૪૭ (૫૩) હીરવિજયસૂરિએ પછી રેહસતરા માર્ગે વિહાર કરી પાટણમાં આવી ચોમાસું કર્યું (સં. ૧૬૪૫) આ દરમ્યાન શાંતિચંદ્ર ઉપાધ્યાય કે જેઓ સૂરિની આજ્ઞાથી બાદશાહ પાસે રહી તેની પ્રશસ્તિ રૂપે રચેલ કૃપારસ કેશ” નામનું કાવ્ય સંભળાવતા હતા, તેમણે આચાર્યને મળવાની ઈચ્છા થતાં પિતાને સ્થાને ભાનચંદ્ર વિબુધને રાખીને જવાની રજા બાદશાહ પાસે માગી, ત્યારે બાદશાહે પિતાના તરફથી સૂરિને ભેટ કરવા અથે જયા નામનો હજુ પણ ગુજરાતમાં કર લેવા તે કાઢી નાંખનારું ફરમાન સમુદ્રાંકિત આપ્યું : વિશેષમાં દયાળુ થઈ અમારિ માંટે અગાઉ પષણાદિ બાર દિવસે સૂરિના ઉપદેશે સર્વ દેશમાં જાહેર કર્યા હતા. તેમાં બીજા દિવસે ઉમેર્યા કે –સર્વે રવિવારે, સોફીયાન દિવસે–: સૂકી લેકના દિવસે, ઈદના દિને, સંક્રાતિની સર્વ તિથિઓ, પિતા ' જન્મ જે માસમાં થયે તે આ માસ, મિહિરના દિવસો, નવરેજના દિને, પોતાના (ત્રણ) પુત્રના જન્મ માસે, રજબ (મોહરમ) મહિનાના રોજ એટલે કુલ મળી એક વર્ષમાં છ માસ ને છ દિન થયા તેમાં કઈ પણ જીવની હિંસા કઈ પણ ન કરે એવા હુકમ બાદશાહે કાઢયા. આ હીરવિજયસૂરિ આદિના ઉપદેશનુ પરિણામ છે. (જેન સાહિત્યને ઈતિહાસ પૃ. ૫૪૯) ૧૧. અબરની કહેવત-વકતવ્ય આઈને અકબરી જે છે તેમાંની લીટી નીચે લગી ; રાજ્યને નિયમાફલ યાપિ શિકાર ખેલ બુરે નથી તથાપિ પહેલાં જીવરક્ષાને ખ્યાલ રાખવે ઘણું જ આવશ્યક છે. ' ૧૨. અકબરે મહિનાઓ સુધી જીવવધ બંધ કરવાનો હુકમ કર્યો હતો એ વાત બાઉની નામની કદર મુસ્લિમ ઇતિહાસ લેખક જણાવે છે કે – - “ આ દિનમાં (૯૮૧ હીસંન ૧૫૮૩) નવા હુકમ કરવામાં આવ્યા કેટલાક દિવસે માં જેવાકે રવિવાર સૂર્ય દિન હોવાથી સર્વ રવિવારના દિવસોમાં. ફરવરદિન માસના પ્રથમના ૧૮ દિનેમા, અવેનમાસ કે જેમાં બાદશાહને જન્મ થયો હતો તે આખા માસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy