SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ થાય મેવાડના અણમેલ જવાહિર થાને આત્મબલિદાન પશ્ચિમ બાજુ શિતલનાથનું જૈન મંદિર છે. અને એની આગળ મહારાણુ સ્વરૂપસિંહની મહારાણી અભયકુંવરનું બંધાવેલું અભય સ્વરૂપવિહારીનું મન્દિર અને એક વાવડી છે. તે તરફ સર્વને જવા આવવાની છુટછે સંવત ૧૭૦૪ (કીર-વિનેદ ભા. ૧ લા પૃષ્ટ ૧૫૫. ) - (૧૧) બાગની અંદર મહારાણા જવાનસિંહના બનાવેલા મહેલ અને એની અગ્નિખૂણા તરફ એક ઉંચા સ્થાન પર વિકટેરીઆ હાલ વર્તમાન મહારાણા સાહેબે બનાવ્યું છે. તેની સામે યુબિલીની યાદ માટે શ્રીમતી મહારાણી વિકટેરીઆની પાષાણની મુતિ છે. મહેલની અંદર અદભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન (મ્યુઝીઅમ) પ્રાચીન વસ્તુઓનું અને પુસ્તકાલય બનાવેલ છે, જ્યાં આમ લોકોને જવાબવવાની છુટ છે (વિર–વિશદ ભા. ૧ લા પૃષ્ઠ ૧૫૭.) (૧૨) શહેરની પૂર્વ એક માઈલ અંતર૫ર નદીના કિનારે ચંપાબાગ નામને એક ઉમદાબાગ મહારાણા કર્ણસિંહને બનાવેલ છે. ચંપાબાગની અગ્નિ ખુણા તરફ સડકની દક્ષિણ કિનારા તરફ મહારાણા જગતસિંહની રાજકુમારી રૂપકુંવરીનું બનાવેલું પુષ્ટીમાર્ગીનું મંદિર છે. અને ધર્મશાળા છે શહેરની પૂર્વ આડ ગામની પુરાની સડક ઉપર મહારાણા બીજા જગતસિંહની મહારાણ ભટીઆણીજીનું બનાવેલું પુષ્ટિમાગીનું મંદિર–વાવડી અને ધર્મશાળા છે. શહેરથી બે માઈલ પર્વની તરફે આહડ નામી ગામ છે. જો ગુહિલોત્ વંશની રાજઓની ચિત્તોડના પહેલાની જુની રાજધાની હતી ત્યાં મોટી મોટી ઈટ અને પ્રાચીન ઈમારતના પાષાણુ અત્યારે પણ મલે છે. અહીં એક નાનું ગામ રહી ગએલ છે. જેમાં વિક્રમ સંવતની આખરી ૧૫ મી સદીમાં બનાવેલું જન મંદિરમાં ૧૦ મા શતકના પાષાણુ લેખ પણ લગાવેલા છે. તે નરવાહન અને શક્તિકુમારના સમયને માલમ પડે છે. (વર-વિનોદ ભા. ૧ લા પૃષ્ટ ૧૫૮) (૧૩) વાઘેલા તળાવની પશ્ચિમ તરફ નાગદાનું જુનું ખંડેર હજુ સુધી મોજુદ છે. ખુમાણ રાવલની સમાધિપર બનાવેલા બે સભામંડપના મદિંર હજી સુધી ઉભા છે. અને ગામની નૈહત્ય ખુણામાં બે જૈન મંદિર વિક્રમ ૧૪ મી સદીમાં બનેલા છે, જેમાં મોટી મોટી મુર્તિઓ છે. તળાવની નિત્ય કિનારા પર એ બહુ દમદા જુના મંદિર છે જેને લેકે સાસુવનું મંદિર કહે છે. આ મંદિરમાં નકસી જેવા જેવી છે. એની ઈમારતો જેવાથી માલુમ પડે છે. આ વિક્રમ સંવતની ૧૧ મી સદીપાં બનાવેલ હશે. (વીરવિદ ભા. ૧ લા પૃષ્ટ ૧૬૦), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy